Vadodara: ડેસરમાં એમપી વસાહતના રહીશોએ ગુડ્સ ટ્રેન રોકી માર્ગ બનાવવા રજૂઆત કરી
ડેસર તાલુકાના રાજનગરની પાછળની બાજુથી બનાવેલ નવી રેલવે લાઇનના કારણે એમ પી વસાહતમાં જવાના માર્ગ બાબતે ફરી એક વખત વસાહતના લોકો ઉશ્કેરાયા છે. વન્ડર સિમેન્ટ કંપનીમાં માલની હેરફેર માટે આવતી ગુડસ ટ્રેનને રોકી દેવાઈ હતી. ગુડ્સ ટ્રેનને વસાહતના લોકોએ રોકીને માર્ગ બનાવી આપવાની રજૂઆત કરી હતી. રેલવે પોલીસ ઘટના સ્થળે આવી સમજાવટ બાદ ટ્રેનને કંપનીમાં જવા દેવામાં આવી હતી. આઠ દિવસ પહેલા વસાહતના એક વ્યક્તિનું ગરનાળામાં પગ લપસી જતા મોત થયું હતું. કંપનીના અધિકારીઓ, રેલવેના કર્મચારીઓ અને વસાહતના લોકો ઘટના સ્થળે ભેગા થયા હતા. વસાહતમાં જવાના માર્ગની વૈકલ્પિક વ્યવસ્થા કરવા ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે. મુન્નાભાઈ બીલાલાનું ગરનાળામાં પડી જવાથી મોત થયું હતું ડેસર રાજનગર ગામ પાસે નર્મદા વસાહત આવેલી છે. તેની પાછળ રેલવે દ્વારા વન્ડર સિમેન્ટ કંપનીમાં માલની હેરફેર માટે નાખેલી લાઈન નીચેથી અવરજવર કરી શકાય તે માટે નાળું બનાવ્યું છે. તે ઉંડા ખાડામાં વરસાદી પાણી ભરાયા હોઇ મુન્નાભાઈ બીલાલા ખેતરમાં કામ અર્થે રેલવે લાઇન પાસેથી પસાર થતા કોઈ કારણોસર ખાડામાં ખાબકી ડૂબી ગયા હતા. એમ પી વસાહતમાં જાણ થતા ગ્રામજનો દોડી આવ્યા હતા. તંત્રની સાથે તરવૈયાઓ પણ દોડી આવતા લોકો આક્રોશમાં હોઇ મૃતદેહને પાણી ભરાયેલા ખાળાની બહાર કાઢવા દેતા ન હતા. તેઓની એક જ માગ હતી કે, વસાહતમાં જવાના માર્ગ બાબતે અનેક વખત રજૂઆત કરી છતાં આજ દિન સુધી કોઈ નક્કર પરિણામ ન આવતા અમારા એક યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ઘટના સ્થળે હાજર ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી અને પીએસઆઇએ સમજાવતા રાજનગરની નવી વસાહતમાં રહેતા મુન્નાભાઈ બીલાલાનો મૃતદેહ બહાર કાઢી ડેસર સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડીને ડેસર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડેસર તાલુકાના રાજનગરની પાછળની બાજુથી બનાવેલ નવી રેલવે લાઇનના કારણે એમ પી વસાહતમાં જવાના માર્ગ બાબતે ફરી એક વખત વસાહતના લોકો ઉશ્કેરાયા છે. વન્ડર સિમેન્ટ કંપનીમાં માલની હેરફેર માટે આવતી ગુડસ ટ્રેનને રોકી દેવાઈ હતી. ગુડ્સ ટ્રેનને વસાહતના લોકોએ રોકીને માર્ગ બનાવી આપવાની રજૂઆત કરી હતી.
રેલવે પોલીસ ઘટના સ્થળે આવી સમજાવટ બાદ ટ્રેનને કંપનીમાં જવા દેવામાં આવી હતી. આઠ દિવસ પહેલા વસાહતના એક વ્યક્તિનું ગરનાળામાં પગ લપસી જતા મોત થયું હતું. કંપનીના અધિકારીઓ, રેલવેના કર્મચારીઓ અને વસાહતના લોકો ઘટના સ્થળે ભેગા થયા હતા. વસાહતમાં જવાના માર્ગની વૈકલ્પિક વ્યવસ્થા કરવા ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે.
મુન્નાભાઈ બીલાલાનું ગરનાળામાં પડી જવાથી મોત થયું હતું
ડેસર રાજનગર ગામ પાસે નર્મદા વસાહત આવેલી છે. તેની પાછળ રેલવે દ્વારા વન્ડર સિમેન્ટ કંપનીમાં માલની હેરફેર માટે નાખેલી લાઈન નીચેથી અવરજવર કરી શકાય તે માટે નાળું બનાવ્યું છે. તે ઉંડા ખાડામાં વરસાદી પાણી ભરાયા હોઇ મુન્નાભાઈ બીલાલા ખેતરમાં કામ અર્થે રેલવે લાઇન પાસેથી પસાર થતા કોઈ કારણોસર ખાડામાં ખાબકી ડૂબી ગયા હતા. એમ પી વસાહતમાં જાણ થતા ગ્રામજનો દોડી આવ્યા હતા. તંત્રની સાથે તરવૈયાઓ પણ દોડી આવતા લોકો આક્રોશમાં હોઇ મૃતદેહને પાણી ભરાયેલા ખાળાની બહાર કાઢવા દેતા ન હતા. તેઓની એક જ માગ હતી કે, વસાહતમાં જવાના માર્ગ બાબતે અનેક વખત રજૂઆત કરી છતાં આજ દિન સુધી કોઈ નક્કર પરિણામ ન આવતા અમારા એક યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ઘટના સ્થળે હાજર ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી અને પીએસઆઇએ સમજાવતા રાજનગરની નવી વસાહતમાં રહેતા મુન્નાભાઈ બીલાલાનો મૃતદેહ બહાર કાઢી ડેસર સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડીને ડેસર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.