Kutch : ભચાઉમાં નપાની ચૂંટણીમાં 21 બેઠકો પર ભાજપ ઉમેદવારો બિનહરીફ

કચ્છના ભચાઉમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને સફળતા મળી. ચૂંટણી પહેલા જ ભાજપે મેદાન માર્યું. કચ્છના ભચાઉમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભચાઉ નગરપાલિકામાં ભાજપની જીત લગભગ નિશ્ચિત છે.આવતી કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે અનેક ઉમેદવારો આજે ફોર્મ ભરવા પંહોચ્યા હતા. ભચાઉમાં 28માંથી 21 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે. કોંગ્રેસમાંથી ભરાયેલા 11 ફોર્મ પરત ખેચાયા. આ જોતાં ભચાઉમાં ભાજપ બિનહરીફ જાહેર થઇ શકે છે. ભચાઉ નગરપાલિકામાં કોંગ્રેસને પૂરતા ઉમેદવાર ન મળતા ભાજપના ઉમેદવારોની જીતની સંભાવના વધી છે. નગરપાલિકાની ચૂંટણીમાં ભચાઉમાં 61 ફોર્મની ચકાસણી બાદ કુલ 46 ઉમેદવાર મેદાનમાં છે.ભાજપ પર આક્ષેપસ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે રાજ્યમાં જડતોડની નીતિ શરૂ થઈ ગઈ છે. તમામ પક્ષોના ઉમેદવાર જીત માટે કમર કસી રહ્યા છે. સ્થાનિક ચૂંટણીને પણ હવે મોટી ચૂંટણીની જેમ જંગ માની તમામ ઉમેદવાર ફોર્મ નોંધાવ્યા બાદ પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે આજે ભચાઉ નગરપાલિકા ભાજપના હાથવેંતમાં જોવા મળી રહી છે. કોંગ્રેસને ઉમેદવાર ના મળતાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાતા જીત લગભગ નિશ્ચિત મનાઈ રહી છે. વલસાડમાં સુરતવાળી જોવા મળી. ધરમપુરના કોંગ્રેસના ઉમદેવાર ગુમ થતાં તેમજ જામનગરના ધ્રોલમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ભર્યા બાદ ધમકી અને દબાણની સાથે પ્રલોભનો અપાતા હોવાનો ભાજપ પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીરાજ્ય ચૂંટણી આયોગે મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરી છે ત્યારે કચ્છમાં રાપર, ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની 3 બેઠકો માટે પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે. તા.21-01-2025ના પાલિકાની સામાન્ય અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થઇ ગઇ છે. રાપર અને ભચાઉ પાલિકામાં લાંબા સમયથી વહીવટદારનું શાસન હતું. રાપર અને ભચાઉ નગરપાલિકાના 7-7 વોર્ડની 28 બેઠકો અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે આગામી તા.16-2ના મતદાન થશે.ભચાઉમાં મતદારો2018માં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી ત્યારે ભચાઉમાં 22,878 મતદારો હતા, જેમાં 3396ના વધારા સાથે હાલે 26,274 મતદારો છે. તે જ રીતે રાપરમાં 2018માં 14,873 મતદારો હતા, જેમાં 7881ના વધારા સાથે હાલે 22,754 મતદાર છે. ભચાઉ, રાપર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની સાથે કચ્છની ભચાઉ તાલુકા પંચાયતની લાકડિયા-2, મુન્દ્રા તાલુકા પંચાયતની મોટી ભુજપુર-2 અને માંડવી તાલુકા પંચાયતની દરશડી બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. આ ત્રણેય બેઠકો બિન અનામત સામાન્ય છે.

Kutch : ભચાઉમાં નપાની ચૂંટણીમાં 21 બેઠકો પર ભાજપ ઉમેદવારો બિનહરીફ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના ભચાઉમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને સફળતા મળી. ચૂંટણી પહેલા જ ભાજપે મેદાન માર્યું. કચ્છના ભચાઉમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભચાઉ નગરપાલિકામાં ભાજપની જીત લગભગ નિશ્ચિત છે.આવતી કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે અનેક ઉમેદવારો આજે ફોર્મ ભરવા પંહોચ્યા હતા.

ભચાઉમાં 28માંથી 21 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે. કોંગ્રેસમાંથી ભરાયેલા 11 ફોર્મ પરત ખેચાયા. આ જોતાં ભચાઉમાં ભાજપ બિનહરીફ જાહેર થઇ શકે છે. ભચાઉ નગરપાલિકામાં કોંગ્રેસને પૂરતા ઉમેદવાર ન મળતા ભાજપના ઉમેદવારોની જીતની સંભાવના વધી છે. નગરપાલિકાની ચૂંટણીમાં ભચાઉમાં 61 ફોર્મની ચકાસણી બાદ કુલ 46 ઉમેદવાર મેદાનમાં છે.

ભાજપ પર આક્ષેપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે રાજ્યમાં જડતોડની નીતિ શરૂ થઈ ગઈ છે. તમામ પક્ષોના ઉમેદવાર જીત માટે કમર કસી રહ્યા છે. સ્થાનિક ચૂંટણીને પણ હવે મોટી ચૂંટણીની જેમ જંગ માની તમામ ઉમેદવાર ફોર્મ નોંધાવ્યા બાદ પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે આજે ભચાઉ નગરપાલિકા ભાજપના હાથવેંતમાં જોવા મળી રહી છે. કોંગ્રેસને ઉમેદવાર ના મળતાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાતા જીત લગભગ નિશ્ચિત મનાઈ રહી છે. વલસાડમાં સુરતવાળી જોવા મળી. ધરમપુરના કોંગ્રેસના ઉમદેવાર ગુમ થતાં તેમજ જામનગરના ધ્રોલમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ભર્યા બાદ ધમકી અને દબાણની સાથે પ્રલોભનો અપાતા હોવાનો ભાજપ પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી

રાજ્ય ચૂંટણી આયોગે મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરી છે ત્યારે કચ્છમાં રાપર, ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની 3 બેઠકો માટે પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે. તા.21-01-2025ના પાલિકાની સામાન્ય અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થઇ ગઇ છે. રાપર અને ભચાઉ પાલિકામાં લાંબા સમયથી વહીવટદારનું શાસન હતું. રાપર અને ભચાઉ નગરપાલિકાના 7-7 વોર્ડની 28 બેઠકો અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે આગામી તા.16-2ના મતદાન થશે.

ભચાઉમાં મતદારો

2018માં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી ત્યારે ભચાઉમાં 22,878 મતદારો હતા, જેમાં 3396ના વધારા સાથે હાલે 26,274 મતદારો છે. તે જ રીતે રાપરમાં 2018માં 14,873 મતદારો હતા, જેમાં 7881ના વધારા સાથે હાલે 22,754 મતદાર છે. ભચાઉ, રાપર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની સાથે કચ્છની ભચાઉ તાલુકા પંચાયતની લાકડિયા-2, મુન્દ્રા તાલુકા પંચાયતની મોટી ભુજપુર-2 અને માંડવી તાલુકા પંચાયતની દરશડી બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. આ ત્રણેય બેઠકો બિન અનામત સામાન્ય છે.