Ahmedabad: વસ્ત્રાપુરના ઝાંઝર જવેલર્સના માલિક વિરુદ્ધ વ્યાજખોરીને લઈને નોંધાઈ ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાપુરમાં જવેલર્સના માલિક વિરુદ્ધ વ્યાજખોરીને લઈને ફરિયાદ નોંધાઈ છે. રૂપિયા 20 લાખના ધિરાણ પર 48 લાખ વસુલ્યા બાદ પણ 95 લાખની માગણી કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે કોણ છે આ જવેલર્સનો માલિક અને શું હતી સમગ્ર ઘટના, વાંચો આ અહેવાલમાં.દાગીના ગીરવે મુકીને વ્યાજે પૈસા લીધા હતા અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા મીનાબેન ભટ્ટે ઝાંઝર જવેલર્સના માલિક વસંત શાહ પાસેથી 20 લાખ અઢી ટકાના વ્યાજે લીધા હતા. પરંતુ 20 લાખ તેમને ભારે પડી રહ્યા છે. મહિલાનું કહેવું છે કે 20 લાખની સામે 48 લાખ રૂપિયા આપી દીધા હોવા છતાં પણ જવેલર્સનો માલિક વસંત શાહ રૂપિયા 95 લાખની માગ કરી રહ્યો છે. મહિલાએ 2015માં ઝાંઝર જવેલર્સ પાસેથી સોનાના દાગીના ગીરવે આપ્યા હતા અને રૂપિયા 20 લાખ વ્યાજે લીધા હતા. પરંતુ જવેલર્સના માલિકે દાગીના ઓગળીને છેતરપિંડી કરી હતી. ગીરવે મુકેલા દાગીના પણ જ્વેલર્સે ઓગાળી દીધા હોવાની રજૂઆત પોલીસ તપાસમાં સામે આવ્યું કે મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેમને ફક્ત 12 મહિનાનું વ્યાજ નહીં ચૂકવતા તેમની પાસેથી આ પ્રમાણે વધુ વ્યાજની માગણી કરવામાં આવી રહી છે. સાથે જ ફરિયાદીએ ગીરવે મુકેલા દાગીના પણ જ્વેલર્સે ઓગાળી દીધા હોવાની રજૂઆત મહિલાએ પોલીસને કરી હતી. આ ઉપરાંત વ્યાજખોરોએ ધમકી આપી હતી કે સમયસર વ્યાજ નહીં મળે તો તેમના માણસો ઘરે આવીને ઘરમાં પણ કબજો કરી લેશે. મહિલાએ સૌથી પહેલા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અરજીની તપાસ કરતા પોલીસે પુરાવા મળતા ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી વસ્ત્રાપુર પોલીસે ઝાંઝર જવેલર્સના માલિક વસંત શાહ વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. આ જવેલર્સના માલિકે અન્ય કોઈ ગ્રાહક સાથે આ પ્રકારે વ્યાજખોરી કે છેતરપિંડી કરી છે કે નહીં તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ ખરેખર વ્યાજખોરનો આરોપ સાચો છે કે ગીરવે મુકેલા દાગીના ન છોડાવી શકતા આ રજૂઆત કરવામાં આવી છે. જે મામલે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના વસ્ત્રાપુરમાં જવેલર્સના માલિક વિરુદ્ધ વ્યાજખોરીને લઈને ફરિયાદ નોંધાઈ છે. રૂપિયા 20 લાખના ધિરાણ પર 48 લાખ વસુલ્યા બાદ પણ 95 લાખની માગણી કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે કોણ છે આ જવેલર્સનો માલિક અને શું હતી સમગ્ર ઘટના, વાંચો આ અહેવાલમાં.
દાગીના ગીરવે મુકીને વ્યાજે પૈસા લીધા હતા
અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા મીનાબેન ભટ્ટે ઝાંઝર જવેલર્સના માલિક વસંત શાહ પાસેથી 20 લાખ અઢી ટકાના વ્યાજે લીધા હતા. પરંતુ 20 લાખ તેમને ભારે પડી રહ્યા છે. મહિલાનું કહેવું છે કે 20 લાખની સામે 48 લાખ રૂપિયા આપી દીધા હોવા છતાં પણ જવેલર્સનો માલિક વસંત શાહ રૂપિયા 95 લાખની માગ કરી રહ્યો છે. મહિલાએ 2015માં ઝાંઝર જવેલર્સ પાસેથી સોનાના દાગીના ગીરવે આપ્યા હતા અને રૂપિયા 20 લાખ વ્યાજે લીધા હતા. પરંતુ જવેલર્સના માલિકે દાગીના ઓગળીને છેતરપિંડી કરી હતી.
ગીરવે મુકેલા દાગીના પણ જ્વેલર્સે ઓગાળી દીધા હોવાની રજૂઆત
પોલીસ તપાસમાં સામે આવ્યું કે મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેમને ફક્ત 12 મહિનાનું વ્યાજ નહીં ચૂકવતા તેમની પાસેથી આ પ્રમાણે વધુ વ્યાજની માગણી કરવામાં આવી રહી છે. સાથે જ ફરિયાદીએ ગીરવે મુકેલા દાગીના પણ જ્વેલર્સે ઓગાળી દીધા હોવાની રજૂઆત મહિલાએ પોલીસને કરી હતી. આ ઉપરાંત વ્યાજખોરોએ ધમકી આપી હતી કે સમયસર વ્યાજ નહીં મળે તો તેમના માણસો ઘરે આવીને ઘરમાં પણ કબજો કરી લેશે. મહિલાએ સૌથી પહેલા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અરજીની તપાસ કરતા પોલીસે પુરાવા મળતા ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
વસ્ત્રાપુર પોલીસે ઝાંઝર જવેલર્સના માલિક વસંત શાહ વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. આ જવેલર્સના માલિકે અન્ય કોઈ ગ્રાહક સાથે આ પ્રકારે વ્યાજખોરી કે છેતરપિંડી કરી છે કે નહીં તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ ખરેખર વ્યાજખોરનો આરોપ સાચો છે કે ગીરવે મુકેલા દાગીના ન છોડાવી શકતા આ રજૂઆત કરવામાં આવી છે. જે મામલે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.