રાજકોટમાં રાઇડ્સ વગર લોકમેળાની શરૂઆત, રૂપાણીએ કહ્યું- આ વખતે મેળો થોડો ફિક્કો
Lok Mela in Rajkot : રાજ્યમાં સાતમ-આઠમના તહેવાર દરમિયાન સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લોકમેળા યોજવામાં આવે છે, ત્યારે રાજકોટમાં ધરોહર લોકમેળાને રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે પાંચ દિવસ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે, રાજકોટમાં TRP ઝોનની દુર્ઘટના પછી હાઈકોર્ટના કડક વલણને ધ્યાનમાં રાખી અને લોકોની સેફ્ટી માટે આ વખતે રાઇડ્સ વગર લોકમેળો શરુ કરવામાં આવ્યો છે. બીજી તરફ, સ્ટોલ ધારકોએ રાઈડ્સ શરૂ ન થતા લોકમેળાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારીને સ્ટોલ બંધ કરી દીધા હતા. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વખતે મેળો થોડો ફિક્કો રહેશે તેમ જણાવ્યું હતું. નિયમોનું પાલન કરશો તો રાઈડ્સની મંજૂરી મળશેરાજકોટના પ્રભારી મંત્રી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે જિલ્લામાં લોકમેળાનું ઉદ્ધાટન કરીને જણાવ્યું હતું કે, 'મેળામાં રાઈડ્સ સંચાલકો દ્વારા લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને નીતિ નિયમોનું પાલન કરશે તો રાઈડ્સની મંજૂરી આપવામાં આવશે. જ્યારે યાંત્રિક રાઈડ્સ શરુ કરવા માટે રાજકોટ વહીવટી તંત્ર સાથે ચર્ચા વિચારણ કરીને સૂચના આપવામાં આવશે.' પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું? પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, 'રાઈડ્સને આ વખતે મેળામાં મંજૂરી આપવામાં આવી નથી. રાઈડ્સના નોર્મ્સ નક્કી કરવામાં ટેકનિકલ મંજૂર મળી ન હતી. રાજકોટમાં TRP ઝોનની દુર્ઘટના પછી હાઈકોર્ટના કડક વલણને ધ્યાનમાં રાખી અને લોકોની સેફ્ટી માટે આ વખતે રાઇડ્સ વગર લોકમેળો શરુ કરવામાં આવ્યો છે. આ વખતે મેળો થોડો ફિક્કો રહેવાથી, રાઈડ્સ વગર છોકરાઓમાં આનંદ-કિલ્લોલ, ચકરડીમાં ફરવાની જે મજા હોય છે તેમાં ફિકાસ જોવા મળશે.'આ પણ વાંચો : ગુજરાતમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ: સપ્ટેમ્બરની આ તારીખ સુધી અતિ ભારે વરસાદની આગાહીરાઈડ્સની મંજૂરીને લઈને સ્ટોલ ધારકોમાં રોષરાજકોટના મેળામાં રાઈડ્સને લઈને મંજૂરી આપવામાં આવી નથી, ત્યારે સ્ટોલ ધારકોમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં એક સ્ટોલ ધારકે જણાવ્યું હતું કે, 'ચકરડી વગરનો મેળો ન હોય, જેથી અમારે ધંધો નથી કરવો અને અમે બધા સ્ટોલવાળા મળીને લોકમેળાનો બહિષ્કાર કરીએ છીએ. અમે સરકારને તો પૈસા આપી દીધા છે અને જો રાઈડ્સ શરૂ કરવામાં નહીં આવે તો અમારે ધંધો નથી કરવો.'
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Lok Mela in Rajkot : રાજ્યમાં સાતમ-આઠમના તહેવાર દરમિયાન સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લોકમેળા યોજવામાં આવે છે, ત્યારે રાજકોટમાં ધરોહર લોકમેળાને રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે પાંચ દિવસ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે, રાજકોટમાં TRP ઝોનની દુર્ઘટના પછી હાઈકોર્ટના કડક વલણને ધ્યાનમાં રાખી અને લોકોની સેફ્ટી માટે આ વખતે રાઇડ્સ વગર લોકમેળો શરુ કરવામાં આવ્યો છે. બીજી તરફ, સ્ટોલ ધારકોએ રાઈડ્સ શરૂ ન થતા લોકમેળાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારીને સ્ટોલ બંધ કરી દીધા હતા. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વખતે મેળો થોડો ફિક્કો રહેશે તેમ જણાવ્યું હતું.
નિયમોનું પાલન કરશો તો રાઈડ્સની મંજૂરી મળશે
રાજકોટના પ્રભારી મંત્રી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે જિલ્લામાં લોકમેળાનું ઉદ્ધાટન કરીને જણાવ્યું હતું કે, 'મેળામાં રાઈડ્સ સંચાલકો દ્વારા લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને નીતિ નિયમોનું પાલન કરશે તો રાઈડ્સની મંજૂરી આપવામાં આવશે. જ્યારે યાંત્રિક રાઈડ્સ શરુ કરવા માટે રાજકોટ વહીવટી તંત્ર સાથે ચર્ચા વિચારણ કરીને સૂચના આપવામાં આવશે.'
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું?
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, 'રાઈડ્સને આ વખતે મેળામાં મંજૂરી આપવામાં આવી નથી. રાઈડ્સના નોર્મ્સ નક્કી કરવામાં ટેકનિકલ મંજૂર મળી ન હતી. રાજકોટમાં TRP ઝોનની દુર્ઘટના પછી હાઈકોર્ટના કડક વલણને ધ્યાનમાં રાખી અને લોકોની સેફ્ટી માટે આ વખતે રાઇડ્સ વગર લોકમેળો શરુ કરવામાં આવ્યો છે. આ વખતે મેળો થોડો ફિક્કો રહેવાથી, રાઈડ્સ વગર છોકરાઓમાં આનંદ-કિલ્લોલ, ચકરડીમાં ફરવાની જે મજા હોય છે તેમાં ફિકાસ જોવા મળશે.'
આ પણ વાંચો : ગુજરાતમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ: સપ્ટેમ્બરની આ તારીખ સુધી અતિ ભારે વરસાદની આગાહી
રાઈડ્સની મંજૂરીને લઈને સ્ટોલ ધારકોમાં રોષ
રાજકોટના મેળામાં રાઈડ્સને લઈને મંજૂરી આપવામાં આવી નથી, ત્યારે સ્ટોલ ધારકોમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં એક સ્ટોલ ધારકે જણાવ્યું હતું કે, 'ચકરડી વગરનો મેળો ન હોય, જેથી અમારે ધંધો નથી કરવો અને અમે બધા સ્ટોલવાળા મળીને લોકમેળાનો બહિષ્કાર કરીએ છીએ. અમે સરકારને તો પૈસા આપી દીધા છે અને જો રાઈડ્સ શરૂ કરવામાં નહીં આવે તો અમારે ધંધો નથી કરવો.'