Rajkot જેતપુર હાઈવે વરસાદના કારણે ધોવાયો, વાહનચાલકોને પડી રહી છે હાલાકી

રાજકોટ જેતપુર હાઈવે વરસાદને લઈ ખાડા વાળો બન્યો બીજી તરફ આ હાઈવેને સિકસલેન બનાવવાનું ચાલી રહ્યું છે કામ દર વરસાદમાં હાઈવે ધોવાતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ જેતપુર રાજકોટ નેશનલ હાઈ વે પર એક બાજુ 1200 કરોડ રૂપિયાનાં ખર્ચે સિક્સ લેન રોડનું કામ ચાલી રહ્યું છે.બીજી બાજુ વરસાદને કારણે મોટા ભાગનો રોડ ખાડા ખબડાવાળો તેમજ ધોવાઈ ગયો છે. જેથી વાહનચાલકો હાલક ડોલક થતા માંડ ચાલે ત્યાં ધૂળની ડમરીઓ ઉડવાને કારણે આગળનું વાહન ન દેખાય તો અકસ્માત થવાનો ભય રહે છે. રોડ પર નિકળવું અઘરૂ રોડની આવી હાલતમાં પણ બે ટોલપ્લાઝા પર વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલટેકસ વસૂલવામાં આવી રહ્યો છે.જેથી સિક્સ રોડ લેન સંપૂર્ણ બની ન જાય ત્યાં સુધી ટોલ ન વસૂલવા વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.બે છાંટા વરસાદના પડે એટલે રોડ પર મસમોટા ખાડાઓ પડી જવા રોડ ધોવાઈ જવો તે સામાન્ય બાબત થઈ ગઈ છે. તો ચાલુ વર્ષે તો સારો એવો વરસાદ પડ્યો એટલે રોડની હાલત કેવી થઈ ગઈ હોય તે તો રોડ પરથી પસાર થાય તેઓ રોડ ઝડપથી પૂરો થાય તેવી પ્રાર્થના કરતા હોય તેના પરથી ખ્યાલ આવે. રોડ ધોવાઈ ગયો જેતપુર-રાજકોટ વચ્ચે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 1200 કરોડ રૂપિયાના ખર્ચે સિક્સ લેન રોડ બનાવવાની કામગીરી ચાલુ છે. જેને કારણે રોડ પર અવરજવર બંને બાજુ સિંગલ પટ્ટી રોડ પરથી જ થાય છે.એટલે કે બંને બાજુ સિંગલ પટ્ટી પર જ અસંખ્ય વાહનોનું ભારણ હોય, અને આમેય આપણે ત્યાં તો સામાન્ય વરસાદમાં રોડ તૂટી જવા, ખાડાઓ પડી જવા કે ધોવાઈ જવાની વાત સામાન્ય બાબત છે તો આ વર્ષે સારો વરસાદ પડ્યો છે. ત્યારે રોડની હાલત તો જોવા જેવી થઈ છે.જેતપુરથી રાજકોટ વચ્ચેનો મોટભાગનો રોડ ધોવાઈ ગયો છે. ટોલટેકસ નહી વસૂલ કરવા સ્થાનિકોની માગ રોડ પર કાંકરી કાંકરી જ નજરે પડે છે અને જ્યાં નથી ધોવાયો ત્યાં ખાડાઓનું રાજ,આવા રોડ પરથી વાહન ચાલકો પસાર થાય ત્યારે રોડ ધૂળની ડમરીઓને કારણે આગલું વાહન નજરે પણ નજરે નથી પડતું જેથી અકસ્માતો થાય છે.અને રોડ પર અસંખ્ય ખાડાઓને કારણે વાહનોની કમાન અને વાહનોમાં મુસાફરી કરતા મુસાફરો, ડ્રાઇવરોની કમર ભાંગી જાય તે હદે ખાડાઓ આવે છે.આમ છતાં જેતપુરથી રાજકોટ વચ્ચે આવતા બે ટોલ પ્લાઝા મસમોટો ટોલટેક્સ વાહન ચાલકો પાસેથી વસુલે છે. જેથી વાહન ચાલકો આ રોડ પર સિક્સ લેનનું કામ પૂરું થાય ત્યારબાદ અથવા તો સારા રોડની સગવડ આપ્યા બાદ જ ટોલટેક્સ વસૂલવા નેશનલ હાઈ વે ઓથોરિટી પાસે માંગ કરી રહ્યા છે.

Rajkot જેતપુર હાઈવે વરસાદના કારણે ધોવાયો, વાહનચાલકોને પડી રહી છે હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ જેતપુર હાઈવે વરસાદને લઈ ખાડા વાળો બન્યો
  • બીજી તરફ આ હાઈવેને સિકસલેન બનાવવાનું ચાલી રહ્યું છે કામ
  • દર વરસાદમાં હાઈવે ધોવાતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

જેતપુર રાજકોટ નેશનલ હાઈ વે પર એક બાજુ 1200 કરોડ રૂપિયાનાં ખર્ચે સિક્સ લેન રોડનું કામ ચાલી રહ્યું છે.બીજી બાજુ વરસાદને કારણે મોટા ભાગનો રોડ ખાડા ખબડાવાળો તેમજ ધોવાઈ ગયો છે. જેથી વાહનચાલકો હાલક ડોલક થતા માંડ ચાલે ત્યાં ધૂળની ડમરીઓ ઉડવાને કારણે આગળનું વાહન ન દેખાય તો અકસ્માત થવાનો ભય રહે છે.

રોડ પર નિકળવું અઘરૂ

રોડની આવી હાલતમાં પણ બે ટોલપ્લાઝા પર વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલટેકસ વસૂલવામાં આવી રહ્યો છે.જેથી સિક્સ રોડ લેન સંપૂર્ણ બની ન જાય ત્યાં સુધી ટોલ ન વસૂલવા વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.બે છાંટા વરસાદના પડે એટલે રોડ પર મસમોટા ખાડાઓ પડી જવા રોડ ધોવાઈ જવો તે સામાન્ય બાબત થઈ ગઈ છે. તો ચાલુ વર્ષે તો સારો એવો વરસાદ પડ્યો એટલે રોડની હાલત કેવી થઈ ગઈ હોય તે તો રોડ પરથી પસાર થાય તેઓ રોડ ઝડપથી પૂરો થાય તેવી પ્રાર્થના કરતા હોય તેના પરથી ખ્યાલ આવે.


રોડ ધોવાઈ ગયો

જેતપુર-રાજકોટ વચ્ચે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 1200 કરોડ રૂપિયાના ખર્ચે સિક્સ લેન રોડ બનાવવાની કામગીરી ચાલુ છે. જેને કારણે રોડ પર અવરજવર બંને બાજુ સિંગલ પટ્ટી રોડ પરથી જ થાય છે.એટલે કે બંને બાજુ સિંગલ પટ્ટી પર જ અસંખ્ય વાહનોનું ભારણ હોય, અને આમેય આપણે ત્યાં તો સામાન્ય વરસાદમાં રોડ તૂટી જવા, ખાડાઓ પડી જવા કે ધોવાઈ જવાની વાત સામાન્ય બાબત છે તો આ વર્ષે સારો વરસાદ પડ્યો છે. ત્યારે રોડની હાલત તો જોવા જેવી થઈ છે.જેતપુરથી રાજકોટ વચ્ચેનો મોટભાગનો રોડ ધોવાઈ ગયો છે.


ટોલટેકસ નહી વસૂલ કરવા સ્થાનિકોની માગ

રોડ પર કાંકરી કાંકરી જ નજરે પડે છે અને જ્યાં નથી ધોવાયો ત્યાં ખાડાઓનું રાજ,આવા રોડ પરથી વાહન ચાલકો પસાર થાય ત્યારે રોડ ધૂળની ડમરીઓને કારણે આગલું વાહન નજરે પણ નજરે નથી પડતું જેથી અકસ્માતો થાય છે.અને રોડ પર અસંખ્ય ખાડાઓને કારણે વાહનોની કમાન અને વાહનોમાં મુસાફરી કરતા મુસાફરો, ડ્રાઇવરોની કમર ભાંગી જાય તે હદે ખાડાઓ આવે છે.આમ છતાં જેતપુરથી રાજકોટ વચ્ચે આવતા બે ટોલ પ્લાઝા મસમોટો ટોલટેક્સ વાહન ચાલકો પાસેથી વસુલે છે. જેથી વાહન ચાલકો આ રોડ પર સિક્સ લેનનું કામ પૂરું થાય ત્યારબાદ અથવા તો સારા રોડની સગવડ આપ્યા બાદ જ ટોલટેક્સ વસૂલવા નેશનલ હાઈ વે ઓથોરિટી પાસે માંગ કરી રહ્યા છે.