VAV વિધાનસભા પેટા ચૂંટણી, 10 ઉમેદવારના ભાવિનો ફેંસલો થશે ટૂંક સમયમાં
વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે જેમાં સૌથી પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ કરવામાં આવી છે,આ ગણતરી 8.30એ પૂર્ણ થઈ જશે અને 8.30થી ઈવીએમની મતગણતરી શરૂ કરવામાં આવશે.સ્વરૂપજી ઠાકોર,ગુલાબસિંહ રાજપૂત,માવજી પટેલ વચ્ચે સીધો જંગ છે,કોણ બાજી મારશે તેની પર સૌ કોઈની નજર મંડાણી છે. 70.55 ટકા જેટલું મતદાન નોંધાયું હતું વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં 70.55 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. વાવ પેટા ચૂંટણીમાં કુલ 2,19,266 જેટલું મતદાન નોંધાયું હતું જેમાં પુરુષ 1,20,619 તથા 98,647 સ્ત્રી મતદાન નોંધાયું હતું.મતગણતરી આજે સરકારી ઈજનેરી કોલેજ, જગાણા, પાલનપુર ખાતે હાથ ધરવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર ખાતે કુલ ૩૨૧ બુથની ૨૩ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ અધિકારી/કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. કુલ ૧૫૯થી વધુ અધિકારી/કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં છે જેમાં ૫૯ કર્મચારીઓનો કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂંક કરાઇ છે. પોસ્ટલ મતગણતરી શરૂ સી.સી.ટી.વી કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે ૪૦૦ પોલીસ જવાનો, CAPF, SRP જવાનો ફરજ બજાવશે. આ સાથે મતગણતરી સબંધી માહિતી અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ એક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ માટે ૧૯૫૦ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.અત્રે નોંધનીય છે કે, વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ૭૦.૫૫ જેટલું મતદાન નોંધાયું હતું.જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મત ગણતરી સવારે ૮ વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. વાવ પેટા ચૂંટણીમાં કુલ ૨,૧૯,૨૬૬ જેટલું મતદાન નોંધાયું હતું જેમાં પુરુષ ૧,૨૦,૬૧૯ તથા ૯૮,૬૪૭ સ્ત્રી મતદાન નોંધાયું હતું. સીસીટીવી સેન્ટર મતગણતરીની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે મતગણતરી કેન્દ્ર, સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને સી.સી. ટી.વી. સેન્ટરની મુલાકાત લીધી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે જેમાં સૌથી પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ કરવામાં આવી છે,આ ગણતરી 8.30એ પૂર્ણ થઈ જશે અને 8.30થી ઈવીએમની મતગણતરી શરૂ કરવામાં આવશે.સ્વરૂપજી ઠાકોર,ગુલાબસિંહ રાજપૂત,માવજી પટેલ વચ્ચે સીધો જંગ છે,કોણ બાજી મારશે તેની પર સૌ કોઈની નજર મંડાણી છે.
70.55 ટકા જેટલું મતદાન નોંધાયું હતું
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં 70.55 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. વાવ પેટા ચૂંટણીમાં કુલ 2,19,266 જેટલું મતદાન નોંધાયું હતું જેમાં પુરુષ 1,20,619 તથા 98,647 સ્ત્રી મતદાન નોંધાયું હતું.મતગણતરી આજે સરકારી ઈજનેરી કોલેજ, જગાણા, પાલનપુર ખાતે હાથ ધરવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર ખાતે કુલ ૩૨૧ બુથની ૨૩ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ અધિકારી/કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. કુલ ૧૫૯થી વધુ અધિકારી/કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં છે જેમાં ૫૯ કર્મચારીઓનો કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂંક કરાઇ છે.
પોસ્ટલ મતગણતરી શરૂ
સી.સી.ટી.વી કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે ૪૦૦ પોલીસ જવાનો, CAPF, SRP જવાનો ફરજ બજાવશે. આ સાથે મતગણતરી સબંધી માહિતી અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ એક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ માટે ૧૯૫૦ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.અત્રે નોંધનીય છે કે, વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ૭૦.૫૫ જેટલું મતદાન નોંધાયું હતું.જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મત ગણતરી સવારે ૮ વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. વાવ પેટા ચૂંટણીમાં કુલ ૨,૧૯,૨૬૬ જેટલું મતદાન નોંધાયું હતું જેમાં પુરુષ ૧,૨૦,૬૧૯ તથા ૯૮,૬૪૭ સ્ત્રી મતદાન નોંધાયું હતું.
સીસીટીવી સેન્ટર
મતગણતરીની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે મતગણતરી કેન્દ્ર, સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને સી.સી. ટી.વી. સેન્ટરની મુલાકાત લીધી છે.