Surendranagar: વેપારી પાસેથી રૂ. 10 લાખ માંગી ધમકી આપવાના કેસમાં ત્રણ પકડાયા
સુરેન્દ્રનગરમાં રહેતા અને ખોળનો વેપાર કરતા વેપારીને ફોન પર અજાણ્યા શખ્સે ધમકી આપી હતી. જેમાં રૂપિયા 10 લાખ તૈયાર રાખજે, નહીંતર તારો છોકરો બચશે નહીં તેમ જણાવ્યુ હતુ. આ બનાવની ફરિયાદ નોંધાતા જ એ ડીવીઝન પોલીસે ધમકી આપનાર ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.સુરેન્દ્રનગર શહેરની જે.પી.શેરી નં. 3માં 70 વર્ષીય નારાયણભાઈ બખતરામ રોચરાણી રહે છે. તેઓ મલ્હાર ચોક પાસે ખોળ અને કપાસીયાની દુકાન ચલાવે છે. તા. 19-11ના રોજ સાંજે તેમના મોબાઈલ ફોન પર એક અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો. આ ફોન નારાયણભાઈએ રીસીવ કરતા સામેથી અપશબ્દોનો મારો શરૂ થયો હતો અને રૂ. 10 લાખ તૈયાર રાખજે, નહીંતર તારો છોકરો બચશે નહી. ગઈ વખતે તો બચી ગયો હતો. તેમ જણાવ્યુ હતુ. આથી નારાયણભાઈ રોચરાણીએ બનાવની અજાણ્યા શખ્સ સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાતા જ એ ડીવીઝન પીઆઈ આર.એમ.સંગાડાના માર્ગદર્શનથી મુકેશ ઉત્તેળીયા, અજયસીંહ ઝાલા, મહાવીરસીંહ બારડ સહિતની ટીમે આ કેસના આરોપી શહેરના મફતીયાપરામાં રહેતા ઈરફાન નગરખાન મલેક, દસાડાના પીપળીના સમીરખાન ઉર્ફે ભુરો અશરફખાન મલેક અને શહેરના રામનગરમાં રહેતા આમીરખાન ઉર્ફે ભોલો અસલમખાન પઠાણને ઝડપી લીધા હતા. આરોપીઓની પુછપરછમાં ફરિયાદીના કુટુંબનો યુવાન ફુલેકુ ફેરવી ફરાર થઈ ગયો હતો. જેમાં આરોપીઓને રૂ. 1.60 લાખ લેવાના હોવાથી ધમકી આપ્યાનું ખૂલ્યુ છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરમાં રહેતા અને ખોળનો વેપાર કરતા વેપારીને ફોન પર અજાણ્યા શખ્સે ધમકી આપી હતી. જેમાં રૂપિયા 10 લાખ તૈયાર રાખજે, નહીંતર તારો છોકરો બચશે નહીં તેમ જણાવ્યુ હતુ. આ બનાવની ફરિયાદ નોંધાતા જ એ ડીવીઝન પોલીસે ધમકી આપનાર ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.
સુરેન્દ્રનગર શહેરની જે.પી.શેરી નં. 3માં 70 વર્ષીય નારાયણભાઈ બખતરામ રોચરાણી રહે છે. તેઓ મલ્હાર ચોક પાસે ખોળ અને કપાસીયાની દુકાન ચલાવે છે. તા. 19-11ના રોજ સાંજે તેમના મોબાઈલ ફોન પર એક અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો. આ ફોન નારાયણભાઈએ રીસીવ કરતા સામેથી અપશબ્દોનો મારો શરૂ થયો હતો અને રૂ. 10 લાખ તૈયાર રાખજે, નહીંતર તારો છોકરો બચશે નહી. ગઈ વખતે તો બચી ગયો હતો. તેમ જણાવ્યુ હતુ. આથી નારાયણભાઈ રોચરાણીએ બનાવની અજાણ્યા શખ્સ સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાતા જ એ ડીવીઝન પીઆઈ આર.એમ.સંગાડાના માર્ગદર્શનથી મુકેશ ઉત્તેળીયા, અજયસીંહ ઝાલા, મહાવીરસીંહ બારડ સહિતની ટીમે આ કેસના આરોપી શહેરના મફતીયાપરામાં રહેતા ઈરફાન નગરખાન મલેક, દસાડાના પીપળીના સમીરખાન ઉર્ફે ભુરો અશરફખાન મલેક અને શહેરના રામનગરમાં રહેતા આમીરખાન ઉર્ફે ભોલો અસલમખાન પઠાણને ઝડપી લીધા હતા. આરોપીઓની પુછપરછમાં ફરિયાદીના કુટુંબનો યુવાન ફુલેકુ ફેરવી ફરાર થઈ ગયો હતો. જેમાં આરોપીઓને રૂ. 1.60 લાખ લેવાના હોવાથી ધમકી આપ્યાનું ખૂલ્યુ છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.