Jamnagar: ભારે વરસાદ બાદ સ્થિતિનો તાગ મેળવવા દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓની ટીમ પહોંચી

જામનગર જિલ્લામાં ભારે વરસાદ બાદ સ્થિતિનો તાગ મેળવવા દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓની ટીમ જામનગર પહોંચી છે. જેમાં ભારે વરસાદને પગલે થયેલ નુકસાન સહિતની સ્થિતિનો ચિતાર મેળવવા દિલ્હીથી આવેલ ઉચ્ચ સનદી અધિકારીઓ આવી ગયા છે. તેમજ અધિકારીઓ સહીતની ટીમે જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર, કમિશનર, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. જિલ્લામાં પાક નુકસાની, રોડ-રસ્તાની નુકસાનીની માહિતી મેળવી જિલ્લામાં પાક નુકસાની, રોડ-રસ્તાની નુકસાની, પશુ મૃત્યુ, પાણી વિતરણ વ્યવસ્થામાં નુકસાની, પાક નુકસાની સર્વે કામગીરી, અસરગ્રસ્તોને આપવામાં આવેલા વળતર-કેશડોલ્સ અંગે વિસ્તૃત માહિતી સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી છે. ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મોટા ભાગના જિલ્લાઓ પ્રભાવિત થઈ રહ્યા છે. ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગરમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવા માટે જામનગર પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ ખાતે વહીવટી તંત્ર અને તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક યોજ્યા બાદ હવાઈ નિરીક્ષણ કર્યું હતુ. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘતાંડવ થયો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘતાંડવ થયો હતો, જેમાં દેવભૂમિના ખંભાળિયા પંથકને વધુ એકવાર ધમરોળતાં ધોધમાર 17.75 ઇંચ વરસાદ વરસી જતાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જામનગર શહેરમાં વરસાદી કહેરે લોકોને બાનમાં લીધા હોય એમ વધુ 11.5 ઇંચ પાણી વરસતા જળપ્રલય સમી સ્થિતિની ભીતિ સર્જાઇ હતી. જામનગરમાં અસંખ્ય ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તંત્ર દ્વારા 2 હજાર લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જ્યારે 300થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા 65 હજારથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ અને હજુ પણ આ કામગીરી અવિરતપણે ચાલુ છે. સતત વરસતા વરસાદ અને પાણીની આવકના કારણે જામનગર શહેરની સ્થિતિ અત્યંત દયામણી થઈ ગઈ હતી. જામનગર શહેરમાંથી ફાયર સહિતની જુદી જુદી ટીમ દ્વારા 300 લોકોને રેસ્કયૂ કરાયા જામનગર શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. છેલ્લા 24 કલાકમાં જ મુશળધાર 11.5 ઇંચ વરસાદ વરસતાં અમુક નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણથી કમરડૂબ સુધીનાં પાણી ભરાયાં હતાં. જ્યારે લાલપુરમાં પણ અવિરત વરસાદે વધુ 12 ઇંચ પાણી વરસાવ્યું હતું. જ્યારે જામજોધપુરમાં વધુ 10.5 ઇંચ પાણી વરસી ગયું હતું. કાલાવડમાં 9.5 ઇંચ અને ધ્રોલમાં 7.5 અને જોડિયામાં વધુ 6 ઇંચ પાણી વરસ્યું હતું. જામનગર શહેરમાંથી ફાયર સહિતની જુદી જુદી ટીમ દ્વારા 300 લોકોને રેસ્કયૂ કરાયા હતા, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા 548 લોકોનું સ્થળાંતર કરાયું હતું.

Jamnagar: ભારે વરસાદ બાદ સ્થિતિનો તાગ મેળવવા દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓની ટીમ પહોંચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર જિલ્લામાં ભારે વરસાદ બાદ સ્થિતિનો તાગ મેળવવા દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓની ટીમ જામનગર પહોંચી છે. જેમાં ભારે વરસાદને પગલે થયેલ નુકસાન સહિતની સ્થિતિનો ચિતાર મેળવવા દિલ્હીથી આવેલ ઉચ્ચ સનદી અધિકારીઓ આવી ગયા છે. તેમજ અધિકારીઓ સહીતની ટીમે જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર, કમિશનર, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે.

જિલ્લામાં પાક નુકસાની, રોડ-રસ્તાની નુકસાનીની માહિતી મેળવી

જિલ્લામાં પાક નુકસાની, રોડ-રસ્તાની નુકસાની, પશુ મૃત્યુ, પાણી વિતરણ વ્યવસ્થામાં નુકસાની, પાક નુકસાની સર્વે કામગીરી, અસરગ્રસ્તોને આપવામાં આવેલા વળતર-કેશડોલ્સ અંગે વિસ્તૃત માહિતી સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી છે. ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મોટા ભાગના જિલ્લાઓ પ્રભાવિત થઈ રહ્યા છે. ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગરમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવા માટે જામનગર પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ ખાતે વહીવટી તંત્ર અને તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક યોજ્યા બાદ હવાઈ નિરીક્ષણ કર્યું હતુ.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘતાંડવ થયો

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘતાંડવ થયો હતો, જેમાં દેવભૂમિના ખંભાળિયા પંથકને વધુ એકવાર ધમરોળતાં ધોધમાર 17.75 ઇંચ વરસાદ વરસી જતાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જામનગર શહેરમાં વરસાદી કહેરે લોકોને બાનમાં લીધા હોય એમ વધુ 11.5 ઇંચ પાણી વરસતા જળપ્રલય સમી સ્થિતિની ભીતિ સર્જાઇ હતી. જામનગરમાં અસંખ્ય ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તંત્ર દ્વારા 2 હજાર લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જ્યારે 300થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા 65 હજારથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ અને હજુ પણ આ કામગીરી અવિરતપણે ચાલુ છે. સતત વરસતા વરસાદ અને પાણીની આવકના કારણે જામનગર શહેરની સ્થિતિ અત્યંત દયામણી થઈ ગઈ હતી.

જામનગર શહેરમાંથી ફાયર સહિતની જુદી જુદી ટીમ દ્વારા 300 લોકોને રેસ્કયૂ કરાયા

જામનગર શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. છેલ્લા 24 કલાકમાં જ મુશળધાર 11.5 ઇંચ વરસાદ વરસતાં અમુક નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણથી કમરડૂબ સુધીનાં પાણી ભરાયાં હતાં. જ્યારે લાલપુરમાં પણ અવિરત વરસાદે વધુ 12 ઇંચ પાણી વરસાવ્યું હતું. જ્યારે જામજોધપુરમાં વધુ 10.5 ઇંચ પાણી વરસી ગયું હતું. કાલાવડમાં 9.5 ઇંચ અને ધ્રોલમાં 7.5 અને જોડિયામાં વધુ 6 ઇંચ પાણી વરસ્યું હતું. જામનગર શહેરમાંથી ફાયર સહિતની જુદી જુદી ટીમ દ્વારા 300 લોકોને રેસ્કયૂ કરાયા હતા, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા 548 લોકોનું સ્થળાંતર કરાયું હતું.