Ambaji: યાત્રાધામ અંબાજીમાં કોરિડોરની કામગીરીને લઈ ગેરકાયદે દબાણ હટાવવા ઝૂંબેશ!

બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં કોરિડોરની કામગીરીને લઈ તંત્ર દ્વારા દબાણ ઝુંબેશ હાથ ધરાઇહતી.જેમાં 89 જેટલા દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળતા વર્ષોથી આ છત નીચે આશરો મેળવી રહેલા 89 પરિવારો છત વિહોણા બન્યા છે. જોકે તંત્રએ આશરો ગુમાવી બેઠેલા આ 89 પરિવારના છત માટે વૈકલ્પિક વ્યવસ્થા તો કરી પરંતુ માત્ર 11 રૂમ ફાળવી વૈકલ્પિક વ્યવસ્થાને નામે તંત્રએ નાટક રચ્યું છે. અને તંત્રના આ નાટકને પગલે અનેક પરિવારો આજે પણ ખુલ્લામાં આશરો મેળવવા મજબૂર બન્યા છે. રાજ્ય અને કેન્દ્રની સરકાર સહિત તંત્ર આશ્રમ વિહોણા લોકોને આશરો મળી રહે તે હેતુસર અનેક આવાસો બનાવવાની મસ્ત મોટી વાતો તો કરી રહી છે પરંતુ ક્યાંક તંત્ર અને સરકારનો વિકાસ લોકોના આસરા છીનવી રહી છે. અંબાજીમાં છેલ્લા કેટલાક સમયથી કોરીડોર ની કામગીરી ની શરૂઆત થઈ છે. અને આ કોરીડોરની કામગીરી દરમિયાન અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. અત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી ગબ્બર રોડ પર આવેલા રબારીવાસમાં પોતાનું કાચું પાકું મકાન બનાવી છતનું આશરો મેળવી રહેલા 89 જેટલા પરિવારોના આશરા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. એક સપ્તાહ અગાઉ હાથ ધરાયેલી આ દબાણ ઝુંબેશમાં 89 જેટલા પરિવારો છત વિહોણા બન્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ છત વિહોણા બનેલા પરિવારોના આસરા માટે અનેક ધાબાઓ કરાયા તેમની વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરાઈ. પરંતુ દબાણ હટાને એક એક સપ્તાહ વીત્યા બાદ પણ તંત્ર હજુ સુધી આ પરિવારોના આશ્રાની પૂર્તિ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી શકી. 89 જેટલા પરિવારોના આસરા છીનવાયા 89 પરિવાર છત વિહોણા બન્યા અને તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા ને નામે ઠાકોર સમાજની બોર્ડિંગમાં માત્ર 11 રૂમોની વ્યવસ્થા કરી. જેને લઇ મોટા ભાગના પરિવારો આજે પણ ઉપર આભ નીચે ધરતીની સ્થિતિમાં રજળી રહ્યા છે.

Ambaji: યાત્રાધામ અંબાજીમાં કોરિડોરની કામગીરીને લઈ ગેરકાયદે દબાણ હટાવવા ઝૂંબેશ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં કોરિડોરની કામગીરીને લઈ તંત્ર દ્વારા દબાણ ઝુંબેશ હાથ ધરાઇહતી.જેમાં 89 જેટલા દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળતા વર્ષોથી આ છત નીચે આશરો મેળવી રહેલા 89 પરિવારો છત વિહોણા બન્યા છે. જોકે તંત્રએ આશરો ગુમાવી બેઠેલા આ 89 પરિવારના છત માટે વૈકલ્પિક વ્યવસ્થા તો કરી પરંતુ માત્ર 11 રૂમ ફાળવી વૈકલ્પિક વ્યવસ્થાને નામે તંત્રએ નાટક રચ્યું છે. અને તંત્રના આ નાટકને પગલે અનેક પરિવારો આજે પણ ખુલ્લામાં આશરો મેળવવા મજબૂર બન્યા છે.

રાજ્ય અને કેન્દ્રની સરકાર સહિત તંત્ર આશ્રમ વિહોણા લોકોને આશરો મળી રહે તે હેતુસર અનેક આવાસો બનાવવાની મસ્ત મોટી વાતો તો કરી રહી છે પરંતુ ક્યાંક તંત્ર અને સરકારનો વિકાસ લોકોના આસરા છીનવી રહી છે. અંબાજીમાં છેલ્લા કેટલાક સમયથી કોરીડોર ની કામગીરી ની શરૂઆત થઈ છે. અને આ કોરીડોરની કામગીરી દરમિયાન અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. અત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી ગબ્બર રોડ પર આવેલા રબારીવાસમાં પોતાનું કાચું પાકું મકાન બનાવી છતનું આશરો મેળવી રહેલા 89 જેટલા પરિવારોના આશરા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.

એક સપ્તાહ અગાઉ હાથ ધરાયેલી આ દબાણ ઝુંબેશમાં 89 જેટલા પરિવારો છત વિહોણા બન્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ છત વિહોણા બનેલા પરિવારોના આસરા માટે અનેક ધાબાઓ કરાયા તેમની વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરાઈ. પરંતુ દબાણ હટાને એક એક સપ્તાહ વીત્યા બાદ પણ તંત્ર હજુ સુધી આ પરિવારોના આશ્રાની પૂર્તિ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી શકી. 89 જેટલા પરિવારોના આસરા છીનવાયા 89 પરિવાર છત વિહોણા બન્યા અને તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા ને નામે ઠાકોર સમાજની બોર્ડિંગમાં માત્ર 11 રૂમોની વ્યવસ્થા કરી. જેને લઇ મોટા ભાગના પરિવારો આજે પણ ઉપર આભ નીચે ધરતીની સ્થિતિમાં રજળી રહ્યા છે.