PM Narendra Modi 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતને આપશે મોટી ભેટ
ત્રીજી વાર PM બન્યા બાદ પ્રથમવાર PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે,તંત્ર દ્રારા PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.અમદાવાદમાં PM મોદી GMDC ખાતે સભા ગજવશે તેને લઈ GMDC ખાતે વિશાળ વોટરપ્રુફ ડોમ તૈયાર કરાયો છે,સાથે સાથે GMDC ખાતે 1લાખથી વધુ કાર્યકર્તાઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે.સાથે સાથે બનાસકાંઠામાં પણ બે અલગ અલગ કાર્યક્રમ યોજાશે તેમજ ગાંધીનગર મેટ્રો ટ્રેનનું વડાપ્રધાન કરશે ઉદ્ધાન. ગાંધીનગર મેટ્રો ટ્રેનનું કરશે ઉદ્ધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બરે ગાંધીનગરમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ સેવાનું લોકાર્પણ કરવાના છે.ગાંધીનગરના સેક્ટર-1 (ચ-2) મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલમાં યાત્રા કરશે. રસ્તામાં, રાયસણ મેટ્રો સ્ટેશન પર રોકાઈ નાગરિકો સાથે સંવાદ પણ કરી શકે છે.15મી સપ્ટેમ્બરે તેઓ ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે.16 સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર ખાતે યોજાનાર ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇવેન્ટમાં પણ તેઓ હાજરી રહેશે. બપોરે 1.30 વાગ્યે તેઓ સેક્ટર-1 મેટ્રો સ્ટેશન પર પહોંચશે, જ્યાં મેટ્રો પ્રોજેક્ટના નિરીક્ષણ બાદ લીલી ઝંડી આપી મેટ્રો સેવાનો પ્રારંભ કરાવશે. કોને મળશે આ મેટ્રો સેવાનો લાભ આ મેટ્રો સેવા મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના સેક્ટર-1 અને ગિફ્ટ સિટી સુધી દોડશે, જેનાથી બંને શહેરોના વચ્ચેની મુસાફરી માટે સમય બચત અને સુવિધા બંને વધશે. મોદીના આ પ્રવાસને લઈને ગાંધીનગર અને અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સઘન બનાવવામાં આવી છે. વડાપ્રધાનના પ્રવાસને લઈ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને સ્થાનિક પોલીસ સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. SOG તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ એલર્ટ મોર્ડ પર છે. પ્રદેશ પ્રમુખે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાથમિક સદસ્યતા લીધા બાદ કાર્યકરોને પણ ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત જોડાવવા હાકલ કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે, કાર્યકર્તાને કોઈ તકલીફ હોતી નથી, તે હંમેશા મોજમાં હોય છે. ભાજપમાં જ એવુ બને કે સામાન્ય કાર્યકર્તાથી દેશમાં ત્રીજી વખત પ્રધાનમંત્રી બની શકે છે. આ સાથે કહ્યું કે, માત્ર ટાર્ગેટ માટે કામ નથી કરવું સાથે દેશને આગળ લઈ જવાની ભાવના રાખવાની છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ત્રીજી વાર PM બન્યા બાદ પ્રથમવાર PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે,તંત્ર દ્રારા PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.અમદાવાદમાં PM મોદી GMDC ખાતે સભા ગજવશે તેને લઈ GMDC ખાતે વિશાળ વોટરપ્રુફ ડોમ તૈયાર કરાયો છે,સાથે સાથે GMDC ખાતે 1લાખથી વધુ કાર્યકર્તાઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે.સાથે સાથે બનાસકાંઠામાં પણ બે અલગ અલગ કાર્યક્રમ યોજાશે તેમજ ગાંધીનગર મેટ્રો ટ્રેનનું વડાપ્રધાન કરશે ઉદ્ધાન.
ગાંધીનગર મેટ્રો ટ્રેનનું કરશે ઉદ્ધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બરે ગાંધીનગરમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ સેવાનું લોકાર્પણ કરવાના છે.ગાંધીનગરના સેક્ટર-1 (ચ-2) મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલમાં યાત્રા કરશે. રસ્તામાં, રાયસણ મેટ્રો સ્ટેશન પર રોકાઈ નાગરિકો સાથે સંવાદ પણ કરી શકે છે.15મી સપ્ટેમ્બરે તેઓ ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે.16 સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર ખાતે યોજાનાર ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇવેન્ટમાં પણ તેઓ હાજરી રહેશે. બપોરે 1.30 વાગ્યે તેઓ સેક્ટર-1 મેટ્રો સ્ટેશન પર પહોંચશે, જ્યાં મેટ્રો પ્રોજેક્ટના નિરીક્ષણ બાદ લીલી ઝંડી આપી મેટ્રો સેવાનો પ્રારંભ કરાવશે.
કોને મળશે આ મેટ્રો સેવાનો લાભ
આ મેટ્રો સેવા મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના સેક્ટર-1 અને ગિફ્ટ સિટી સુધી દોડશે, જેનાથી બંને શહેરોના વચ્ચેની મુસાફરી માટે સમય બચત અને સુવિધા બંને વધશે. મોદીના આ પ્રવાસને લઈને ગાંધીનગર અને અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સઘન બનાવવામાં આવી છે. વડાપ્રધાનના પ્રવાસને લઈ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને સ્થાનિક પોલીસ સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. SOG તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ એલર્ટ મોર્ડ પર છે.
પ્રદેશ પ્રમુખે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો
ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાથમિક સદસ્યતા લીધા બાદ કાર્યકરોને પણ ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત જોડાવવા હાકલ કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે, કાર્યકર્તાને કોઈ તકલીફ હોતી નથી, તે હંમેશા મોજમાં હોય છે. ભાજપમાં જ એવુ બને કે સામાન્ય કાર્યકર્તાથી દેશમાં ત્રીજી વખત પ્રધાનમંત્રી બની શકે છે. આ સાથે કહ્યું કે, માત્ર ટાર્ગેટ માટે કામ નથી કરવું સાથે દેશને આગળ લઈ જવાની ભાવના રાખવાની છે.