Ahmedabad: શિષ્યવૃત્તિમાં સરકારનું નવું તૂત, ફરજિયાત રેશનકાર્ડથી વિદ્યાર્થીની હાલત કફોડી બની

રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોની બેંક એકાઉન્ટ, જાતિ સહિતની વિગતો ઉપલબ્ધ હોવા છતાં સરકારના નવા ફતવાથી સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓએ વલોપાત કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સહિતની સહાયમાં સરકાર દ્વારા રેશનકાર્ડનેં બેંક એકાઉન્ટ સાથે જોડવાનું નવુ તૂત જાહેર કરાતાં વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોની હાલત કફોડી બની છે. બેંક એકાઉન્ટ સાથે રેશનકાર્ડ જોડવા માટે રાજ્યના આખાય શિક્ષણતંત્રને જોતરવાનો આદેશ કરાયો છે. આમ એક તરફ સ્કૂલોમાં શિક્ષકોની ઘટ, જ્ઞાન સહાયકો આપવામાં વિલંબ અને હવે સ્કોલરશીપની કામગીરીમાં શિક્ષકો જોડાશે એટલે શિક્ષણકાર્ય ખોરવાઈ શકે છે. રાજ્યની તમામ શાળામાં અભ્યાસ કરતાં ધોરણ.1થી 12ના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય, સરસ્વતી સાધના યોજનાની સહાય છેલ્લા કેટલાંક વર્ષોથી સીધી વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં જ જમા થાય છે. જોકે સરકારના સમાજ કલ્યાણ વિભાગ સહિતના વિવિધ વિભાગની બેદરકારી અને નિષ્ઠુર અધિકારીઓના પાપે અનેક બાળકો સ્કોલરશીપથી વંચિત તો રહે છે. જોકે હવે સરકાર અને તેના જુદા જુદા વિભાગો દ્વારા રેશનકાર્ડનાં ડેટા બેઝમાં તમામ વિદ્યાર્થીઓનું આધાર બેઝડ બાયોમેટ્રિક ઈ-KYC કરવાનો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ કામગીરી કરવા માટે તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ મારફતે શિક્ષકોને જોતરવાના ફરમાન છુટતાં ચો-તરફ ભારે રોષ ફેલાયો છે. જે આદેશ કર્યા છે એમાં તમામ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ, રેશનકાર્ડ તથા આધાર કાર્ડ સાથે SEED થયેલ બેંક એકાઉન્ટની વિગતો મેળવવાની. જેથી શિષ્યવૃત્તિની દરખાસ્ત કરતી વખતે આધાર કાર્ડ નંબર, રેશનકાર્ડ નંબર તથા રેશનકાર્ડ મેમ્બરની આઈડીની વિગતો પણ અપલોડ કરવાની રહેશે. ડીઈઓએ આચાર્યોને કરેલા પત્રમાં જણાવ્યું છે કે, પોતાની શાળાના જે વિદ્યાર્થીના નામ રેશનકાર્ડમા ન હોય તેવા વિદ્યાર્થીઓની યાદી બનાવી અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રણની કચેરીમા જમા કરાવી વિદ્યાર્થીઓના નામ રેશનકાર્ડમાં ચડાવવાના રહેશે. જેમની પાસે રેશનકાર્ડ જ નથી તેવા વિદ્યાર્થીઓએ નવુ રેશનકાર્ડ કઢાવવાનું રહેશે. જોકે આ તમામ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો સ્કોલરશીપ નહી મળે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓના ઉચ્ચ અભ્યાસ માટે લાગુ કરેલ નમો લક્ષ્મી યોજના અંતર્ગત મળતી સહાયમાં માતાના એકાઉન્ટનો આગ્રહ રખાતા હજુ અનેક દીકરીઓ સ્કોલરશીપથી વંચિત છે. વારંવાર ધક્કા ખાઈને કંટાળેલી માતાએ પુત્રને કહ્યું, આપણે શિષ્યવૃત્તિ નથી જોઈતી ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતાં ગરીબ અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ માટે વલખા મારવા પડતાં હોવાની ઘટનાઓ રૂવાટા ઊભા કરે છે. બનાસકાંઠાની એક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની માતા શિષ્યવૃત્તિના કાગળીયા કરવાથી કંટાળીને તેના પુત્રને કહે છે કે, આપણે શિષ્યવૃત્તિ નથી જોઈતી. આ વિદ્યાર્થી તેની સ્કૂલના આચાર્યને પત્ર દ્વારા જણાવે છે કે, 'શિષ્યવૃત્તિ માટે એટલા બધા કાગળને આધાર પુરાવા અપડેટ માંગવામાં આવે છે કે મારા માતા પિતા વારંવાર તાલુકાના ધક્કા ખાધા છતાં પુરુ થતું નથી. જેથી કંટાળીને મારા માતાએ કહ્યું છે કે, આપણે શિષ્યવૃત્તિ જોઈતી નથી...આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી'

Ahmedabad: શિષ્યવૃત્તિમાં સરકારનું નવું તૂત, ફરજિયાત રેશનકાર્ડથી વિદ્યાર્થીની હાલત કફોડી બની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોની બેંક એકાઉન્ટ, જાતિ સહિતની વિગતો ઉપલબ્ધ હોવા છતાં સરકારના નવા ફતવાથી સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓએ વલોપાત કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સહિતની સહાયમાં સરકાર દ્વારા રેશનકાર્ડનેં બેંક એકાઉન્ટ સાથે જોડવાનું નવુ તૂત જાહેર કરાતાં વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોની હાલત કફોડી બની છે. બેંક એકાઉન્ટ સાથે રેશનકાર્ડ જોડવા માટે રાજ્યના આખાય શિક્ષણતંત્રને જોતરવાનો આદેશ કરાયો છે. આમ એક તરફ સ્કૂલોમાં શિક્ષકોની ઘટ, જ્ઞાન સહાયકો આપવામાં વિલંબ અને હવે સ્કોલરશીપની કામગીરીમાં શિક્ષકો જોડાશે એટલે શિક્ષણકાર્ય ખોરવાઈ શકે છે.

રાજ્યની તમામ શાળામાં અભ્યાસ કરતાં ધોરણ.1થી 12ના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય, સરસ્વતી સાધના યોજનાની સહાય છેલ્લા કેટલાંક વર્ષોથી સીધી વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં જ જમા થાય છે. જોકે સરકારના સમાજ કલ્યાણ વિભાગ સહિતના વિવિધ વિભાગની બેદરકારી અને નિષ્ઠુર અધિકારીઓના પાપે અનેક બાળકો સ્કોલરશીપથી વંચિત તો રહે છે. જોકે હવે સરકાર અને તેના જુદા જુદા વિભાગો દ્વારા રેશનકાર્ડનાં ડેટા બેઝમાં તમામ વિદ્યાર્થીઓનું આધાર બેઝડ બાયોમેટ્રિક ઈ-KYC કરવાનો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ કામગીરી કરવા માટે તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ મારફતે શિક્ષકોને જોતરવાના ફરમાન છુટતાં ચો-તરફ ભારે રોષ ફેલાયો છે. જે આદેશ કર્યા છે એમાં તમામ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ, રેશનકાર્ડ તથા આધાર કાર્ડ સાથે SEED થયેલ બેંક એકાઉન્ટની વિગતો મેળવવાની. જેથી શિષ્યવૃત્તિની દરખાસ્ત કરતી વખતે આધાર કાર્ડ નંબર, રેશનકાર્ડ નંબર તથા રેશનકાર્ડ મેમ્બરની આઈડીની વિગતો પણ અપલોડ કરવાની રહેશે. ડીઈઓએ આચાર્યોને કરેલા પત્રમાં જણાવ્યું છે કે, પોતાની શાળાના જે વિદ્યાર્થીના નામ રેશનકાર્ડમા ન હોય તેવા વિદ્યાર્થીઓની યાદી બનાવી અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રણની કચેરીમા જમા કરાવી વિદ્યાર્થીઓના નામ રેશનકાર્ડમાં ચડાવવાના રહેશે. જેમની પાસે રેશનકાર્ડ જ નથી તેવા વિદ્યાર્થીઓએ નવુ રેશનકાર્ડ કઢાવવાનું રહેશે. જોકે આ તમામ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો સ્કોલરશીપ નહી મળે.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓના ઉચ્ચ અભ્યાસ માટે લાગુ કરેલ નમો લક્ષ્મી યોજના અંતર્ગત મળતી સહાયમાં માતાના એકાઉન્ટનો આગ્રહ રખાતા હજુ અનેક દીકરીઓ સ્કોલરશીપથી વંચિત છે.

વારંવાર ધક્કા ખાઈને કંટાળેલી માતાએ પુત્રને કહ્યું, આપણે શિષ્યવૃત્તિ નથી જોઈતી

ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતાં ગરીબ અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ માટે વલખા મારવા પડતાં હોવાની ઘટનાઓ રૂવાટા ઊભા કરે છે. બનાસકાંઠાની એક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની માતા શિષ્યવૃત્તિના કાગળીયા કરવાથી કંટાળીને તેના પુત્રને કહે છે કે, આપણે શિષ્યવૃત્તિ નથી જોઈતી. આ વિદ્યાર્થી તેની સ્કૂલના આચાર્યને પત્ર દ્વારા જણાવે છે કે, 'શિષ્યવૃત્તિ માટે એટલા બધા કાગળને આધાર પુરાવા અપડેટ માંગવામાં આવે છે કે મારા માતા પિતા વારંવાર તાલુકાના ધક્કા ખાધા છતાં પુરુ થતું નથી. જેથી કંટાળીને મારા માતાએ કહ્યું છે કે, આપણે શિષ્યવૃત્તિ જોઈતી નથી...આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી'