Rajkot: શહેરના રસ્તા પર બાઇક ચલાવવુ જોખમી, બેધ્યાન થયા તો જીવ જશે
રાજકોટમાં તંત્રની બેદરકારીએ વધુ એકનો જીવ લીધો છે. જેમાં ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણ સાથે અથડાયા બાદ મોત થયુ છે. ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન બાઈકચાલકનું મોત થયુ છે. 3 સપ્ટેમ્બરે ઢાંકણ સાથે અથડાતા ઈજાગ્રસ્ત થયા હતા. નોકરી કરી ઘરે પરત ફરતી વેળાએ દુર્ઘટના સર્જાઇ હતી. તેમાં ગાંધીગ્રામ હીરાના બંગલા પાસે આ બનાવ બન્યો છે. ખુલ્લી ગટરના ઢાંકણના કારણે મોતથી લોકોમાં રોષ ફેલાયો ખુલ્લી ગટરના ઢાંકણના કારણે મોતથી લોકોમાં રોષ ફેલાયો છે. તેમાં સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. ત્યારે મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમાં જણાવ્યું છે કે ગટરના ઢાંકણની ફ્રેમ તૂટી ગઈ હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિનું 10 દિવસ બાદ મોત થયુ છે. ડ્રેનેજની ફરીયાદ ઉકેલવા સૂચના અપાઇ છે. વોર્ડ નંબર 1ના ઓફિસરને સૂચના અપાઇ છે. તૂટ્યા હશે ત્યાં નવા ઢાંકણા નાખવામાં આવશે. તેમજ લોકો પ્રશ્ન કરી રહ્યાં છે કે ક્યારે સુધરશે રાજકોટ મહાનગરપાલિકા?ક્યાં સુધી નિર્દોષ નાગરિકોના આ રીતે જશે જીવ? ક્યારેક ખાડા.. તો ક્યારેક ગટરનાં ઢાંકણા? શું નાગરિકો આ માટે ટેક્સ ભરે છે?મનપા નથી ખાડા પૂરી શકતી.. નથી ઢાંકણા સરખા કરી શકતી.ખુલ્લી ગટરના ઢાંકણા કેટલા લોકોના લેશે ભોગ? ખુલ્લી ગટરના ઢાંકણા કેટલા લોકોના લેશે ભોગ? જેમાં રાજકોટમાં વનરાજ સિંહ જાડેજા નામના વ્યક્તિની મોતના મામલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલી નાખવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા ગટરના ખુલ્લા ઢાંકણા અંગે સતત ફરિયાદ કરવામાં આવતી હતી. પરંતુ નિંભર બની ગયેલા તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવી અને એ જ નઘરોળ, આળસુ અધિકારીઓની ઘોર બેદરકારીના પાપે રાજકોટના એક વનરાજસિંહ ચાવડા નામના વ્યક્તિનું મોત થયુ છે. પાંસળીના ભાગે બાઈકનું હેન્ડલ વાગ્યુ 3 સપ્ટેમ્બરના રોજ વનરાજસિંહ જાડેજા તેમની પ્રેસની નાઈટ ડ્યુટી પતાવી ઘરે જઈ રહ્યા હતા એ સમયે ગાંધીગ્રામ વિસ્તારમાં ખુલ્લી ગટર સાથે તેમનુ બાઈક અથડાયુ અને તેઓ બાઈક પરથી નીચે પડી ગયા હતા. આ દરમિયાન તેમને પાંસળીના ભાગે બાઈકનું હેન્ડલ વાગ્યુ હતુ, તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આઈસીયુમાં સારવાર લેવી પડે એટલી ગંભીર હદે વનરાજસિંહ ઈજાગ્રસ્ત થયા હતા અને એક સપ્તાહની સારવાર બાદ પણ તેઓ બચી ન શક્યા અને તેમનુ સારવાર દરમિયાન જ મૃત્યુ નિપજ્યુ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં તંત્રની બેદરકારીએ વધુ એકનો જીવ લીધો છે. જેમાં ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણ સાથે અથડાયા બાદ મોત થયુ છે. ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન બાઈકચાલકનું મોત થયુ છે. 3 સપ્ટેમ્બરે ઢાંકણ સાથે અથડાતા ઈજાગ્રસ્ત થયા હતા. નોકરી કરી ઘરે પરત ફરતી વેળાએ દુર્ઘટના સર્જાઇ હતી. તેમાં ગાંધીગ્રામ હીરાના બંગલા પાસે આ બનાવ બન્યો છે.
ખુલ્લી ગટરના ઢાંકણના કારણે મોતથી લોકોમાં રોષ ફેલાયો
ખુલ્લી ગટરના ઢાંકણના કારણે મોતથી લોકોમાં રોષ ફેલાયો છે. તેમાં સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. ત્યારે મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમાં જણાવ્યું છે કે ગટરના ઢાંકણની ફ્રેમ તૂટી ગઈ હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિનું 10 દિવસ બાદ મોત થયુ છે. ડ્રેનેજની ફરીયાદ ઉકેલવા સૂચના અપાઇ છે. વોર્ડ નંબર 1ના ઓફિસરને સૂચના અપાઇ છે. તૂટ્યા હશે ત્યાં નવા ઢાંકણા નાખવામાં આવશે. તેમજ લોકો પ્રશ્ન કરી રહ્યાં છે કે ક્યારે સુધરશે રાજકોટ મહાનગરપાલિકા?ક્યાં સુધી નિર્દોષ નાગરિકોના આ રીતે જશે જીવ? ક્યારેક ખાડા.. તો ક્યારેક ગટરનાં ઢાંકણા? શું નાગરિકો આ માટે ટેક્સ ભરે છે?મનપા નથી ખાડા પૂરી શકતી.. નથી ઢાંકણા સરખા કરી શકતી.
ખુલ્લી ગટરના ઢાંકણા કેટલા લોકોના લેશે ભોગ?
ખુલ્લી ગટરના ઢાંકણા કેટલા લોકોના લેશે ભોગ? જેમાં રાજકોટમાં વનરાજ સિંહ જાડેજા નામના વ્યક્તિની મોતના મામલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલી નાખવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા ગટરના ખુલ્લા ઢાંકણા અંગે સતત ફરિયાદ કરવામાં આવતી હતી. પરંતુ નિંભર બની ગયેલા તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવી અને એ જ નઘરોળ, આળસુ અધિકારીઓની ઘોર બેદરકારીના પાપે રાજકોટના એક વનરાજસિંહ ચાવડા નામના વ્યક્તિનું મોત થયુ છે.
પાંસળીના ભાગે બાઈકનું હેન્ડલ વાગ્યુ
3 સપ્ટેમ્બરના રોજ વનરાજસિંહ જાડેજા તેમની પ્રેસની નાઈટ ડ્યુટી પતાવી ઘરે જઈ રહ્યા હતા એ સમયે ગાંધીગ્રામ વિસ્તારમાં ખુલ્લી ગટર સાથે તેમનુ બાઈક અથડાયુ અને તેઓ બાઈક પરથી નીચે પડી ગયા હતા. આ દરમિયાન તેમને પાંસળીના ભાગે બાઈકનું હેન્ડલ વાગ્યુ હતુ, તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આઈસીયુમાં સારવાર લેવી પડે એટલી ગંભીર હદે વનરાજસિંહ ઈજાગ્રસ્ત થયા હતા અને એક સપ્તાહની સારવાર બાદ પણ તેઓ બચી ન શક્યા અને તેમનુ સારવાર દરમિયાન જ મૃત્યુ નિપજ્યુ છે.