Gujarat BJPનું સદસ્યતા અભિયાન 21 ઓગસ્ટથી થશે શરૂ

સમગ્ર રાજ્યમાં 21મી ઓગસ્ટથી શરૂ થશે અભિયાન45 દિવસ ચલાવાશે સદસ્યતા અભિયાન સદસ્યતા અભિયાનને લઈને મળશે ભાજપની બેઠક ભાજપ સદસ્યતા અભિયાનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપનું સદસ્યતા અભિયાન 3 દિવસ બાદ શરુ થશે. 21મી ઓગસ્ટથી રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ થશે, જે 45 દિવસ સુધી ચલાવવામાં આવશે. સદસ્યતા અભિયાનને લઈને મળશે ભાજપની બેઠક, તમામ ધારાસભ્યો, સાંસદો બેઠકમાં હાજર રહેશે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતે સદસ્યતા અભિયાનને લઈને ભાજપની મહત્વની બેઠક મળશે અને આ બેઠકમાં તમામ ધારાસભ્યો, સાંસદો હાજર રહેશે. આ સિવાય પ્રદેશ હોદ્દેદારોની પણ બેઠક મળશે. તમને જણાવી દઈએ કે ભાજપે સદસ્યતા અભિયાન માટે કમિટીની રચના કરી છે. ભારતીય જનતા પાર્ટીએ કૂલ 6 સભ્યોની કમિટીની રચના કરી છે અને ભાજપનું આ સદસ્યતા અભિયાન રાજ્યભરમાં 45 દિવસ સુધી ચાલશે અને અનેક લોકોને પાર્ટીના સભ્યો બનાવવામાં આવશે. દેશ વ્યાપી ભાજપનું સદસ્યતા અભિયાન આગામી 1 સપ્ટેમ્બરથી શરૂ ત્યારે દેશ વ્યાપી ભાજપનું સદસ્યતા અભિયાન આગામી 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાર્ટીએ 10 કરોડથી વધુ લોકોને પોતાના સભ્ય બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. ત્યારે જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને લઈ આ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવશે. દેશમાં કોઈપણ વ્યક્તિ 4 રીતથી પાર્ટીનું સભ્યપદ લઈ શકે - મિસ્ડ કોલ કરીને, ક્યુઆર કોડ દ્વારા, નમો એપથી અને ભાજપની વેબસાઈટ દ્વારા. દેશમાં બે તબક્કામાં યોજાશે અભિયાન દેશમાં કૂલ બે તબક્કામાં અભિયાન યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં આ અભિયાન 1થી 25 સપ્ટેમ્બર સુધી અને બીજા તબક્કા 1થી 15 ઓક્ટોબર સુધી ચલાવવામાં આવશે અને ત્યારબાદ પાર્ટી 16 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર વચ્ચે સક્રિય સભ્યપદ અભિયાન ચલાવશે. ત્યારે 1થી 10 નવેમ્બર સુધી પ્રાથમિક અને સક્રિય સભ્યોનું સભ્યપદ રજિસ્ટર તૈયાર કરાશે. 

Gujarat BJPનું સદસ્યતા અભિયાન 21 ઓગસ્ટથી થશે શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સમગ્ર રાજ્યમાં 21મી ઓગસ્ટથી શરૂ થશે અભિયાન
  • 45 દિવસ ચલાવાશે સદસ્યતા અભિયાન
  • સદસ્યતા અભિયાનને લઈને મળશે ભાજપની બેઠક

ભાજપ સદસ્યતા અભિયાનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપનું સદસ્યતા અભિયાન 3 દિવસ બાદ શરુ થશે. 21મી ઓગસ્ટથી રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ થશે, જે 45 દિવસ સુધી ચલાવવામાં આવશે.

સદસ્યતા અભિયાનને લઈને મળશે ભાજપની બેઠક, તમામ ધારાસભ્યો, સાંસદો બેઠકમાં હાજર રહેશે

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતે સદસ્યતા અભિયાનને લઈને ભાજપની મહત્વની બેઠક મળશે અને આ બેઠકમાં તમામ ધારાસભ્યો, સાંસદો હાજર રહેશે. આ સિવાય પ્રદેશ હોદ્દેદારોની પણ બેઠક મળશે. તમને જણાવી દઈએ કે ભાજપે સદસ્યતા અભિયાન માટે કમિટીની રચના કરી છે. ભારતીય જનતા પાર્ટીએ કૂલ 6 સભ્યોની કમિટીની રચના કરી છે અને ભાજપનું આ સદસ્યતા અભિયાન રાજ્યભરમાં 45 દિવસ સુધી ચાલશે અને અનેક લોકોને પાર્ટીના સભ્યો બનાવવામાં આવશે.

દેશ વ્યાપી ભાજપનું સદસ્યતા અભિયાન આગામી 1 સપ્ટેમ્બરથી શરૂ

ત્યારે દેશ વ્યાપી ભાજપનું સદસ્યતા અભિયાન આગામી 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાર્ટીએ 10 કરોડથી વધુ લોકોને પોતાના સભ્ય બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. ત્યારે જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને લઈ આ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવશે. દેશમાં કોઈપણ વ્યક્તિ 4 રીતથી પાર્ટીનું સભ્યપદ લઈ શકે - મિસ્ડ કોલ કરીને, ક્યુઆર કોડ દ્વારા, નમો એપથી અને ભાજપની વેબસાઈટ દ્વારા.

દેશમાં બે તબક્કામાં યોજાશે અભિયાન

દેશમાં કૂલ બે તબક્કામાં અભિયાન યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં આ અભિયાન 1થી 25 સપ્ટેમ્બર સુધી અને બીજા તબક્કા 1થી 15 ઓક્ટોબર સુધી ચલાવવામાં આવશે અને ત્યારબાદ પાર્ટી 16 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર વચ્ચે સક્રિય સભ્યપદ અભિયાન ચલાવશે. ત્યારે 1થી 10 નવેમ્બર સુધી પ્રાથમિક અને સક્રિય સભ્યોનું સભ્યપદ રજિસ્ટર તૈયાર કરાશે.