Vadodara: કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં કોંગ્રેસ હાય.. હાયના નારા લાગ્યા

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂર અંગે જવાબદારી સ્વીકારી નગરજનોની માફી માંગવાને બદલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ નગરજનોને આવનારા સમયમાં વિશ્વામિત્રી નદીમાં સંભવતઃ પૂર સામે ટ્યૂબ, તરાપા અને દોરડા રાખવા માટે સલાહ આપેલ. જેને લઈને ચેરમેન સામે પ્રચંડ વિરોધ શરૂ થયેલ છે. જે બાદ ચેરમેને નગરજનોની માફી માંગતા જણાવ્યું છે કે, હું એક ડૉક્ટર છું, એક સમાજસેવક તરીકે નિવેદન આપેલ છે. અમે જવાબદારીથી છટકવા માગતા નથી. હંમેશાં લોકો સાથે અને વચ્ચે રહીને જ કામ કરીએ છીએ. આ મામલે આજરોજ 12 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી રહી છે. ટ્રક ભરાઈને લોકો સર સયાજી નગર ગૃહ ખાતે પહોંચી રહ્યાં છે. વિરોધ વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. કોંગ્રેસના એક કાર્યકર ટ્યુબ લઈને આવ્યા છે. ‘વડોદરાને બેઠું કરવા સરકારે સર્વે કરી સહાય જાહેર કરવી જોઈએ’ કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, અભ્યાસ કર્યા વગર જ સહાયની જાહેરાત કરી છે. લોકોને ખુબ મોટું નુકશાન થયું છે. સરકારે સર્વે કર્યા વગર જ જાહેરાત કરી છે. સર્વે કર્યા વગર જ જાહેરાત કરવી યોગ્ય નથી. વડોદરાને બેઠું કરવા સરકારે સર્વે કરી સહાય જાહેર કરવી જોઈએ. કોંગ્રેસની જન આક્રોશ રેલીનો વિરોધ કોંગ્રેસની જન આક્રોશ રેલીનો વિરોધ કરવા આવેલા પાર્થ પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. વડોદરા શહેરના નાગરિકોએ ભેગા થઈને કોંગ્રેસ અને શક્તિસિંહ હાય હાયના નારા લગાવ્યા હતાં. ‘એક કચોરી દો સમોસા, પપ્પુ તેરા ક્યા ભરોસા’ એવા પણ નારા લાગ્યા હતાં. કોંગ્રેસની રેલીમાં લોકોનો કોંગ્રેસ સામે વિરોધ જોવા મળી રહ્યો હતો.સર્વે કર્યા વગરની જાહેરાત લોલીપોપ સમાન: અમિત ચાવડા વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાએ આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, લાખો કરોડોના નુકસાન સામે હજારોની સહાયએ મજાક છે. 11 મૃતકોને 25 લાખની સહાય મળવી જોઈએ. એન. જી. ટી.ના આદેશનો અમલ થવો જોઈએ. નદી પરના ગેરકાયદેસર દબાણો હટાવવા જોઈએ. ભાજપના નેતાઓ પણ દબાણો કરી રહ્યા છે તે દૂર કરવા જોઈએ. સ્થાયી સમિતિ ચેરમેન દોરડા, ટ્યુબ રાખવાનું કહે છે. આવા નિવેદન લોકો સાથે મજાક છે. ભાજપના નેતાઓ લાજવાને બદલે ગાજી રહ્યા છે.

Vadodara: કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં કોંગ્રેસ હાય.. હાયના નારા લાગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂર અંગે જવાબદારી સ્વીકારી નગરજનોની માફી માંગવાને બદલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ નગરજનોને આવનારા સમયમાં વિશ્વામિત્રી નદીમાં સંભવતઃ પૂર સામે ટ્યૂબ, તરાપા અને દોરડા રાખવા માટે સલાહ આપેલ. જેને લઈને ચેરમેન સામે પ્રચંડ વિરોધ શરૂ થયેલ છે. જે બાદ ચેરમેને નગરજનોની માફી માંગતા જણાવ્યું છે કે, હું એક ડૉક્ટર છું, એક સમાજસેવક તરીકે નિવેદન આપેલ છે. અમે જવાબદારીથી છટકવા માગતા નથી. હંમેશાં લોકો સાથે અને વચ્ચે રહીને જ કામ કરીએ છીએ.

આ મામલે આજરોજ 12 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી રહી છે. ટ્રક ભરાઈને લોકો સર સયાજી નગર ગૃહ ખાતે પહોંચી રહ્યાં છે. વિરોધ વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. કોંગ્રેસના એક કાર્યકર ટ્યુબ લઈને આવ્યા છે.

‘વડોદરાને બેઠું કરવા સરકારે સર્વે કરી સહાય જાહેર કરવી જોઈએ’

કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, અભ્યાસ કર્યા વગર જ સહાયની જાહેરાત કરી છે. લોકોને ખુબ મોટું નુકશાન થયું છે. સરકારે સર્વે કર્યા વગર જ જાહેરાત કરી છે. સર્વે કર્યા વગર જ જાહેરાત કરવી યોગ્ય નથી. વડોદરાને બેઠું કરવા સરકારે સર્વે કરી સહાય જાહેર કરવી જોઈએ.

કોંગ્રેસની જન આક્રોશ રેલીનો વિરોધ

કોંગ્રેસની જન આક્રોશ રેલીનો વિરોધ કરવા આવેલા પાર્થ પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. વડોદરા શહેરના નાગરિકોએ ભેગા થઈને કોંગ્રેસ અને શક્તિસિંહ હાય હાયના નારા લગાવ્યા હતાં. ‘એક કચોરી દો સમોસા, પપ્પુ તેરા ક્યા ભરોસા’ એવા પણ નારા લાગ્યા હતાં. કોંગ્રેસની રેલીમાં લોકોનો કોંગ્રેસ સામે વિરોધ જોવા મળી રહ્યો હતો.

સર્વે કર્યા વગરની જાહેરાત લોલીપોપ સમાન: અમિત ચાવડા

વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાએ આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, લાખો કરોડોના નુકસાન સામે હજારોની સહાયએ મજાક છે. 11 મૃતકોને 25 લાખની સહાય મળવી જોઈએ. એન. જી. ટી.ના આદેશનો અમલ થવો જોઈએ. નદી પરના ગેરકાયદેસર દબાણો હટાવવા જોઈએ. ભાજપના નેતાઓ પણ દબાણો કરી રહ્યા છે તે દૂર કરવા જોઈએ. સ્થાયી સમિતિ ચેરમેન દોરડા, ટ્યુબ રાખવાનું કહે છે. આવા નિવેદન લોકો સાથે મજાક છે. ભાજપના નેતાઓ લાજવાને બદલે ગાજી રહ્યા છે.