Ahmedabad: ટ્રાફિકની સમસ્યા હળવી કરવા મોટો નિર્ણય, અસલાલી સર્કલ નાનું કરાશે

અમદાવાદના ફરતે આવેલા રીંગરોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અસલાલી સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે સર્કલ નાનું કરવામાં આવશે. જેથી કરીને ટ્રાફિકની સમસ્યામાંથી આંશિક રાહત મળી શકે.ટ્રાફિકની સમસ્યાને રીવ્યુ કર્યા બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જણાવી દઈએ કે નેશનલ હાઈવે હોવાથી અહીં પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે અને ટ્રાફિકના કારણે શહેરીજનો ખુબ જ હેરાન થાય છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ, જિલ્લા કલેકટર, ઔડા અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સંયુક્ત પણે ટ્રાફિકની સમસ્યાને રીવ્યુ કર્યા બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંજના સમયે લાંબા ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે મુખ્યત્વે નારોલથી અસલાલી સુધી ટ્રાન્સપોર્ટ નગર હોવાના કારણે ટ્રાન્સપોર્ટેશનના હેતુથી આવતા મોટા મોટા ટ્રક અને વાહનોના લીધે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસ વકરી રહી છે. એટલું જ નહીં એક તરફ નારોલ, બીજી તરફ ઓઢવ, વડોદરા અને સૌરાષ્ટ્ર તરફથી વાયા સરખેજ તરફથી આવતા વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં હોવાના કારણે આ વિસ્તારમાં પણ ખૂબ વ્યસ્ત હોય છે, જેથી અસલાલી સર્કલ પર દિવસ દરમિયાન અને તેમાં પણ ખાસ સાંજના સમયે ખૂબ જ ટ્રાફિક સર્જાતો હોય છે. જેના કારણે વાહન ચાલકોને પસાર થવામાં લાંબો સમય વીતી જતો હોય છે. જેથી સર્કલ નાના કરવા સહિત અન્ય પગલા પણ લેવામાં આવશે. સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીનો રસ્તો 3 વર્ષ માટે વનવે તમને જણાવી દઈએ કે કાલુપુર રેલ્વે સ્ટેશનને તોડીને તે જગ્યા પર નવુ આધુનિક રેલ્વે સ્ટેશન અને સંલગ્ન બ્રિજ બનાવવાની કામગીરી કરવાની હોવાના કારણે આજથી 3 વર્ષ સુધી સારંગપુર સર્કલથી કાલુપુર રેલ્વે સ્ટેશન સુધીનો રેલ્વે સ્ટેશન તરફ્નો એક તરફનો રસ્તો વાહન વ્યવહારની અવર જવર માટે બંધ રહેશે. જેથી તેની સામેનો રોડ પર વન-વે તરીકે જ ઉપયોગ કરી શકાશે. કાલુપુર રેલ્વે સ્ટેશનના નવીનીકરણના કામને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. જ્યારે આ રસ્તો બંધ રહેવાથી ટ્રાફ્કિની પણ મોટી સમસ્યાઓ સર્જાશે. ત્યારે વૈકલ્પિક રસ્તા તરીકે લોકો સારંગપુર સર્કલથી પાંચકુવાથી રેલ્વે સ્ટેશન તથા કાલુપુર જવા માટે મોતીમહેલ થઈને જવુ પડશે.

Ahmedabad: ટ્રાફિકની સમસ્યા હળવી કરવા મોટો નિર્ણય, અસલાલી સર્કલ નાનું કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ફરતે આવેલા રીંગરોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અસલાલી સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે સર્કલ નાનું કરવામાં આવશે. જેથી કરીને ટ્રાફિકની સમસ્યામાંથી આંશિક રાહત મળી શકે.

ટ્રાફિકની સમસ્યાને રીવ્યુ કર્યા બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો

જણાવી દઈએ કે નેશનલ હાઈવે હોવાથી અહીં પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે અને ટ્રાફિકના કારણે શહેરીજનો ખુબ જ હેરાન થાય છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ, જિલ્લા કલેકટર, ઔડા અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સંયુક્ત પણે ટ્રાફિકની સમસ્યાને રીવ્યુ કર્યા બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સાંજના સમયે લાંબા ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે

મુખ્યત્વે નારોલથી અસલાલી સુધી ટ્રાન્સપોર્ટ નગર હોવાના કારણે ટ્રાન્સપોર્ટેશનના હેતુથી આવતા મોટા મોટા ટ્રક અને વાહનોના લીધે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસ વકરી રહી છે. એટલું જ નહીં એક તરફ નારોલ, બીજી તરફ ઓઢવ, વડોદરા અને સૌરાષ્ટ્ર તરફથી વાયા સરખેજ તરફથી આવતા વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં હોવાના કારણે આ વિસ્તારમાં પણ ખૂબ વ્યસ્ત હોય છે, જેથી અસલાલી સર્કલ પર દિવસ દરમિયાન અને તેમાં પણ ખાસ સાંજના સમયે ખૂબ જ ટ્રાફિક સર્જાતો હોય છે. જેના કારણે વાહન ચાલકોને પસાર થવામાં લાંબો સમય વીતી જતો હોય છે. જેથી સર્કલ નાના કરવા સહિત અન્ય પગલા પણ લેવામાં આવશે.

સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીનો રસ્તો 3 વર્ષ માટે વનવે

તમને જણાવી દઈએ કે કાલુપુર રેલ્વે સ્ટેશનને તોડીને તે જગ્યા પર નવુ આધુનિક રેલ્વે સ્ટેશન અને સંલગ્ન બ્રિજ બનાવવાની કામગીરી કરવાની હોવાના કારણે આજથી 3 વર્ષ સુધી સારંગપુર સર્કલથી કાલુપુર રેલ્વે સ્ટેશન સુધીનો રેલ્વે સ્ટેશન તરફ્નો એક તરફનો રસ્તો વાહન વ્યવહારની અવર જવર માટે બંધ રહેશે. જેથી તેની સામેનો રોડ પર વન-વે તરીકે જ ઉપયોગ કરી શકાશે. કાલુપુર રેલ્વે સ્ટેશનના નવીનીકરણના કામને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. જ્યારે આ રસ્તો બંધ રહેવાથી ટ્રાફ્કિની પણ મોટી સમસ્યાઓ સર્જાશે. ત્યારે વૈકલ્પિક રસ્તા તરીકે લોકો સારંગપુર સર્કલથી પાંચકુવાથી રેલ્વે સ્ટેશન તથા કાલુપુર જવા માટે મોતીમહેલ થઈને જવુ પડશે.