Vav: ગામેથી ઝડપાયેલ કોલ સેન્ટરના આરોપીઓનાં બે દિવસનાં રિમાન્ડ મંજૂર
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દીપાસર ગામેથી લોન આપવાના બહાને વિદેશી નાગરિકોને લલચાવી ફોન પર બેંક એકાઉન્ટની માહિતી કઢાવી અલગ-અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવતા કોલે સેન્ટરને ઝડપી પાડતી બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઝડપી લઈ 16 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.જે તમામને આજે વાવ કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં પોલીસે દસ દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટ બે દિવસના રિમાન્ડ મજૂર કર્યા હતા.જોકે મુખ્ય આરોપી હજુ પોલીસ પહોંચથી બહાર છે.પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાની સૂચના અને માર્ગદર્શન મુજબ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમની ટીમ રેન્જ વિસ્તારના બનાસકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઈમની તપાસ કામગીરીમાં રોકાયેલ હતા. તે દરમિયાન વાવ તાલુકાના દીપાસર ગામના ભરતસિંહ નાગજીભાઈ વેઝીયાની રજૂઆતનાં આધારે દીપાસર ગામની સીમમાં રહેણાંક મકાનમાં કોલસેન્ટર અંગે દરોડો પાડતાં બિપાસર ગામે એક મકાનમાં સોલાર કંપનીનાં કર્મચારીઓના બહાને કોલ સેન્ટર ચલાવતા હોવાની બાતમી મળી હતી. જેથી સાયબર ક્રાઈમની ટીમે ઓચિંતી રેડ કરતા આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, નેપાળ, અમદાવાદ સહિતના યુવક યુવતીઓ શંકાસ્પદ રીતે કોલ કરી વિદેશી નાગરિકોને લોનના બહાને ફસાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તમામની અટકાયત કરી હતી. જે તમામને વાવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ બાબતે થરાદ ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી. ડીવાયએસપી વારોતરીયાએ જણાવ્યું હતું કે આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ છે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિથી ચાલતા કોલ સેન્ટરની કાર્યપદ્ધતિથી આ કોલ સેન્ટરના સંચાલકો વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને ફોન પર લલચાવી તેમની બેંક એકાઉન્ટની માહિતી મેળવતા હતા. ત્યારબાદ તેઓ અલગ-અલગ ચાર્જીસના નામે તેમના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા. રેડ દરમ્યાન કોલ સેન્ટર ખાતેથી લેપટોપ નંગ-25, મોબાઈલ ફોન નંગ-30, હેડફોન નંગ-19,પ્રિન્ટર નંગ-01, યુ.પી.એસ.નંગ-05,લેપટોપ ચાર્જર નંગ-10,ડેટા કેબલ નંગ-08, સેમસંગ ઈયર ફોન નંગ-08,કેલક્યુલેટર નંગ-01,કનેકશન પોઈન્ટ નંગ-01,રાઉટર નંગ-04,જે તમામ ની કિરૂ. 6,50,900 તથા પકડાયેલ આરોપીઓના પર્સન્લ મોબાઈલ ફોન નંગ-20 તથા સેમસંગ કંમ્પનીનુ ટેબલેટ નંગ-01 કિરૂ.1,50,000 તથા રોકડા રૂ.36,000 મળી કુલે કિરૂ.8,36,900 નો મુદામાલ કબ્જે કર્યો હતો. કોલ સેન્ટરના મકાનની ફરતે સીસીટીવી કેમેરા લગાવેલા હતા જે કેમેરા ઇન્ટરનેટથી કનેક્ટ હોવાથી અમદાવાદ બેઠેલા મુખ્ય આરોપી શ્વપનીલ ઉર્ફે સેમ પટેલને જાણ થતા તે ફ્રાર થવાની સંભાવના સેવાઈ રહી છે. જિલ્લા પોલીસ ઊંઘતી ઝડપાઈ પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા વાવ તાલુકામા છેલ્લા કેટલાય સમયથી ફ્રોડ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલતુ હતુ આ કોલ સેન્ટરમાં પરપ્રાંતિય લોકો રહેતા હતા. જિલ્લામાં એલસીબી.એસોજી. તેમજ સ્થાનિક પોલીસ હોવા છતાં સાઇબર સેલની ટીમે દરોડા પાડતાં સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી. તો જવાબદારો સામે કાર્યવાહી થશે ખરા તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. દિવસે ઊંઘતા અને રાત્રી દરમિયાન ફ્રોડ કરતા આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા શખ્સો વિદેશોને ટાર્ગેટ બનાવતા હતા. ભારતમાં રાત્રિ અને વિદેશમાં દિવસ હોઇ આરોપીઓ દિવસ દરમિયાન ઊંઘ ફરમાવતાં અને રાત્રે કોલ સેન્ટર ચલાવતા હતા. પોલીસે બાતમીદારનું નામ કેમ જાહેર કર્યુ ? રાજ્ય સરકારનો ગૃહ વિભાગ પોતાના પોલિસ વિભાગનાં પોર્ટલ પર જે માહિતી વિભાગ દ્વારા જાહેખબરો પ્રસિધ્ધ કરે છે જેમાં જુગાર,દારૂ, ચોરી જેવી માહિતી આપનાર બાતમીદારનું નામ ગુપ્ત રાખે છે.પરંતું વાવ ખાતે પકડાયેલા કોલ સેન્ટરમાં બાતમીદારનું નામ જાહેર કરતા તેના જીવનું જોખમ થાય તો કોણ જવાબદાર ..?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દીપાસર ગામેથી લોન આપવાના બહાને વિદેશી નાગરિકોને લલચાવી ફોન પર બેંક એકાઉન્ટની માહિતી કઢાવી અલગ-અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવતા કોલે સેન્ટરને ઝડપી પાડતી બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઝડપી લઈ 16 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.
જે તમામને આજે વાવ કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં પોલીસે દસ દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટ બે દિવસના રિમાન્ડ મજૂર કર્યા હતા.જોકે મુખ્ય આરોપી હજુ પોલીસ પહોંચથી બહાર છે.પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાની સૂચના અને માર્ગદર્શન મુજબ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમની ટીમ રેન્જ વિસ્તારના બનાસકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઈમની તપાસ કામગીરીમાં રોકાયેલ હતા. તે દરમિયાન વાવ તાલુકાના દીપાસર ગામના ભરતસિંહ નાગજીભાઈ વેઝીયાની રજૂઆતનાં આધારે દીપાસર ગામની સીમમાં રહેણાંક મકાનમાં કોલસેન્ટર અંગે દરોડો પાડતાં બિપાસર ગામે એક મકાનમાં સોલાર કંપનીનાં કર્મચારીઓના બહાને કોલ સેન્ટર ચલાવતા હોવાની બાતમી મળી હતી. જેથી સાયબર ક્રાઈમની ટીમે ઓચિંતી રેડ કરતા આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, નેપાળ, અમદાવાદ સહિતના યુવક યુવતીઓ શંકાસ્પદ રીતે કોલ કરી વિદેશી નાગરિકોને લોનના બહાને ફસાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તમામની અટકાયત કરી હતી. જે તમામને વાવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ બાબતે થરાદ ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી.
ડીવાયએસપી વારોતરીયાએ જણાવ્યું હતું કે આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ છે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિથી ચાલતા કોલ સેન્ટરની કાર્યપદ્ધતિથી આ કોલ સેન્ટરના સંચાલકો વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને ફોન પર લલચાવી તેમની બેંક એકાઉન્ટની માહિતી મેળવતા હતા. ત્યારબાદ તેઓ અલગ-અલગ ચાર્જીસના નામે તેમના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા. રેડ દરમ્યાન કોલ સેન્ટર ખાતેથી લેપટોપ નંગ-25, મોબાઈલ ફોન નંગ-30, હેડફોન નંગ-19,પ્રિન્ટર નંગ-01, યુ.પી.એસ.નંગ-05,લેપટોપ ચાર્જર નંગ-10,ડેટા કેબલ નંગ-08, સેમસંગ ઈયર ફોન નંગ-08,કેલક્યુલેટર નંગ-01,કનેકશન પોઈન્ટ નંગ-01,રાઉટર નંગ-04,જે તમામ ની કિરૂ. 6,50,900 તથા પકડાયેલ આરોપીઓના પર્સન્લ મોબાઈલ ફોન નંગ-20 તથા સેમસંગ કંમ્પનીનુ ટેબલેટ નંગ-01 કિરૂ.1,50,000 તથા રોકડા રૂ.36,000 મળી કુલે કિરૂ.8,36,900 નો મુદામાલ કબ્જે કર્યો હતો.
કોલ સેન્ટરના મકાનની ફરતે સીસીટીવી કેમેરા લગાવેલા હતા જે કેમેરા ઇન્ટરનેટથી કનેક્ટ હોવાથી અમદાવાદ બેઠેલા મુખ્ય આરોપી શ્વપનીલ ઉર્ફે સેમ પટેલને જાણ થતા તે ફ્રાર થવાની સંભાવના સેવાઈ રહી છે.
જિલ્લા પોલીસ ઊંઘતી ઝડપાઈ
પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા વાવ તાલુકામા છેલ્લા કેટલાય સમયથી ફ્રોડ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલતુ હતુ આ કોલ સેન્ટરમાં પરપ્રાંતિય લોકો રહેતા હતા. જિલ્લામાં એલસીબી.એસોજી. તેમજ સ્થાનિક પોલીસ હોવા છતાં સાઇબર સેલની ટીમે દરોડા પાડતાં સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી. તો જવાબદારો સામે કાર્યવાહી થશે ખરા તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
દિવસે ઊંઘતા અને રાત્રી દરમિયાન ફ્રોડ કરતા
આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા શખ્સો વિદેશોને ટાર્ગેટ બનાવતા હતા. ભારતમાં રાત્રિ અને વિદેશમાં દિવસ હોઇ આરોપીઓ દિવસ દરમિયાન ઊંઘ ફરમાવતાં અને રાત્રે કોલ સેન્ટર ચલાવતા હતા.
પોલીસે બાતમીદારનું નામ કેમ જાહેર કર્યુ ?
રાજ્ય સરકારનો ગૃહ વિભાગ પોતાના પોલિસ વિભાગનાં પોર્ટલ પર જે માહિતી વિભાગ દ્વારા જાહેખબરો પ્રસિધ્ધ કરે છે જેમાં જુગાર,દારૂ, ચોરી જેવી માહિતી આપનાર બાતમીદારનું નામ ગુપ્ત રાખે છે.પરંતું વાવ ખાતે પકડાયેલા કોલ સેન્ટરમાં બાતમીદારનું નામ જાહેર કરતા તેના જીવનું જોખમ થાય તો કોણ જવાબદાર ..?