Weather Forecast: ગુજરાતમાં શિયાળો બરોબરનો જામ્યો, 17 જિલ્લામાં તાપમાન 18 ડિગ્રીથી નીચું
રાજ્યમાં છેલ્લા 10 દિવસથી ઠંડીનો ચમકારો અચાનકથી વધ્યો છે. તેના પાછળનું કારણ છે કે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે આવા સમયે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં શિયાળો જામવા લાગ્યો છે. દિવસેને દિવસે રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં પણ હિમવર્ષા થવાની શરૂ થઈ ગઈ છે. જેની અસર ગુજરાત પર પણ દેખાવવા લાગી છે. ગુજરાતમાં ઉત્તર પૂર્વથી લઈને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે, હવામાન વિભાગની આગાહી મુજબ, પવનની દિશા બદલાતા તાપમાન ઊંચકાયું છે જેને કારણે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત રહે છે. નલિયા 13.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 16.9 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ડીસામાં લઘુતમ તાપમાન 15.4 ડિગ્રી નોધાયું છે. રાજકોટમાં 14.8, ભાવનગરમાં 18.1 ડિગ્રી જ્યારે સુરતમાં 21, વડોદરામાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 17 જિલ્લામાં તાપમાન 18 ડિગ્રીથી નીચું નોંધાયું છે.હવામાન વિભાગે આપેલી આગાહીમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ સુકૂં રહેવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ ગુજરાતનાં લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાકમાં નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું. ત્યાં સોમવારે 13.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ સાથે કંડલામાં 14.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ. જ્યારે વડોદરા અને ડીસામાં 15 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયુ હતુ. રવિવારે ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ જ્યારે સોમવારે ત્યાંનું તાપમાન વધીને 16.9 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે સુરતમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં છેલ્લા 10 દિવસથી ઠંડીનો ચમકારો અચાનકથી વધ્યો છે. તેના પાછળનું કારણ છે કે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે આવા સમયે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં શિયાળો જામવા લાગ્યો છે. દિવસેને દિવસે રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં પણ હિમવર્ષા થવાની શરૂ થઈ ગઈ છે. જેની અસર ગુજરાત પર પણ દેખાવવા લાગી છે. ગુજરાતમાં ઉત્તર પૂર્વથી લઈને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે, હવામાન વિભાગની આગાહી મુજબ, પવનની દિશા બદલાતા તાપમાન ઊંચકાયું છે જેને કારણે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત રહે છે. નલિયા 13.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 16.9 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ડીસામાં લઘુતમ તાપમાન 15.4 ડિગ્રી નોધાયું છે. રાજકોટમાં 14.8, ભાવનગરમાં 18.1 ડિગ્રી જ્યારે સુરતમાં 21, વડોદરામાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 17 જિલ્લામાં તાપમાન 18 ડિગ્રીથી નીચું નોંધાયું છે.
હવામાન વિભાગે આપેલી આગાહીમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ સુકૂં રહેવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ ગુજરાતનાં લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાકમાં નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું. ત્યાં સોમવારે 13.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ સાથે કંડલામાં 14.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ. જ્યારે વડોદરા અને ડીસામાં 15 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયુ હતુ. રવિવારે ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ જ્યારે સોમવારે ત્યાંનું તાપમાન વધીને 16.9 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે સુરતમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.