Botadમાં રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ભરતી મેળાનું આયોજન કરાયું

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ટાટા મોટર્સમાં વિવિધ જગ્યા માટે ૧૮થી ૨૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૨ પાસ/ આઇ.ટી.આઇ / ડિપ્લોમા/ સ્નાતકની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનારાઓ માટે ભરતી મેળાનું આયોજન કરાયું છે. ભરતી મેળો અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૧૯/૧૧/૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજીયાત છે. ઓનલાઈન કરો અરજી અનુંબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદનો સંપર્ક કરવા ઈ.ચા. રોજગાર અધિકારી બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનામાં મળતા લાભો 01-ભારતની અગ્રણી કંપનીઓમાં ૧૨ મહિના સુધી ઇન્ટર્નશીપ કરવાની અમૂલ્ય તક, ભારત સરકાર દ્વારા રૂ.૪૫૦૦ તથા કંપની દ્વારા રૂ.૫૦૦ માસિક સહાય, સરકારશ્રી દ્વારા એક વખત માટે રૂ.૬૦૦૦નું આકસ્મિક અનુદાન, સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ દરેક ઇન્ટર્ન માટે વીમા કવચનો લાભ મળશે. 02-પી.એમ.ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે છેલ્લી તા.૧૦/૧૧/૨૦૨૪ સુધીમાં પોતાની જાતે અરજી કરી શકાશે અથવા જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા આઈ.ટી.આઈ સુરેન્દ્રનગરનો રૂબરૂ સંપર્ક કરવો. અરજી કરવા માટેની વેબસાઈટ www.pminternship.mca.gov.in છે. પી.એમ.ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત અરજી કરવા માટેની રીત પોર્ટલ પર પ્રોફાઈલ બનાવવી, ઇન્ટર્નશીપમાં અપ્લાય કરવું. અરજી સમયે આધાર નંબર સાથે લિંક ધરાવતો મોબાઈલ નંબર રાખવો. અરજી સમયે આધાર નંબર સાથે સીડ કરાવેલ બેંક એકાઉન્ટની વિગતો રાખવી. આધારકાર્ડ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો જેવા જરૂરી ડોક્યુમેન્ટો સાથે રાખવા. અરજી કરવા માટેની પ્રક્રિયાના વિડીયો 01-https://youtu.be/tWRODZVbhoE?feature=shared 02-https://youtu.be/CRUpP_wlVo0?feature=shared વધુ વિગત માટે જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા આઈ.ટી.આઈ, સુરેન્દ્રનગરનો રૂબરૂ સંપર્ક કરવો અથવા ૦૨૭૫૨ ૨૮૨૩૫૩ પર કોન્ટેક્ટ કરવો.

Botadમાં રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ભરતી મેળાનું આયોજન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ટાટા મોટર્સમાં વિવિધ જગ્યા માટે ૧૮થી ૨૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૨ પાસ/ આઇ.ટી.આઇ / ડિપ્લોમા/ સ્નાતકની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનારાઓ માટે ભરતી મેળાનું આયોજન કરાયું છે.

ભરતી મેળો

અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૧૯/૧૧/૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજીયાત છે.

ઓનલાઈન કરો અરજી

અનુંબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદનો સંપર્ક કરવા ઈ.ચા. રોજગાર અધિકારી બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.

પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનામાં મળતા લાભો

01-ભારતની અગ્રણી કંપનીઓમાં ૧૨ મહિના સુધી ઇન્ટર્નશીપ કરવાની અમૂલ્ય તક, ભારત સરકાર દ્વારા રૂ.૪૫૦૦ તથા કંપની દ્વારા રૂ.૫૦૦ માસિક સહાય, સરકારશ્રી દ્વારા એક વખત માટે રૂ.૬૦૦૦નું આકસ્મિક અનુદાન, સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ દરેક ઇન્ટર્ન માટે વીમા કવચનો લાભ મળશે.

02-પી.એમ.ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે છેલ્લી તા.૧૦/૧૧/૨૦૨૪ સુધીમાં પોતાની જાતે અરજી કરી શકાશે અથવા જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા આઈ.ટી.આઈ સુરેન્દ્રનગરનો રૂબરૂ સંપર્ક કરવો. અરજી કરવા માટેની વેબસાઈટ www.pminternship.mca.gov.in છે.

પી.એમ.ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત અરજી કરવા માટેની રીત

પોર્ટલ પર પ્રોફાઈલ બનાવવી, ઇન્ટર્નશીપમાં અપ્લાય કરવું. અરજી સમયે આધાર નંબર સાથે લિંક ધરાવતો મોબાઈલ નંબર રાખવો. અરજી સમયે આધાર નંબર સાથે સીડ કરાવેલ બેંક એકાઉન્ટની વિગતો રાખવી. આધારકાર્ડ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો જેવા જરૂરી ડોક્યુમેન્ટો સાથે રાખવા.

અરજી કરવા માટેની પ્રક્રિયાના વિડીયો

01-https://youtu.be/tWRODZVbhoE?feature=shared

02-https://youtu.be/CRUpP_wlVo0?feature=shared

વધુ વિગત માટે જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા આઈ.ટી.આઈ, સુરેન્દ્રનગરનો રૂબરૂ સંપર્ક કરવો અથવા ૦૨૭૫૨ ૨૮૨૩૫૩ પર કોન્ટેક્ટ કરવો.