Gujarat: રાજ્યમાં ભારે વરસાદને પગલે આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં જાહેર રજા

અગ્ર સચિવની સૂચના અનુસાર આવતી કાલે રજા જાહેર તંત્ર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે નિર્ણય સમગ્ર ગુજરાતમાં હાલ અતિભારે વરસાદની સ્થિતિ છે ત્યારે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં જાહેર રજા રાખવાની સૂચના આપવામાં આવતા રાજ્યની તમામ શાળાઓમાં જાહેર રજા જાહેર કરવા હુકમ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને પગલે મુખ્યમંત્રીએ નાગરિકોને ખાસ અનુરોધ કર્યો CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નદી-નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈપણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય. સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણી કે સૂચનાઓનું આપ સૌ પાલન કરશો. બચાવ-રાહતની કામગીરીમાં તંત્રને પૂરો સહયોગ કરો તેવી આગ્રહભરી અપીલ કરું છું. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આપણે સો સાવચેત રહીએ, સાવધાન રહીએ, પાણીના સ્ત્રોતોથી દૂર રહીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા  રાજ્યમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 1 વાગ્યે ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બચાવ રાહત અને હાલની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. અધિકારીઓને જરૂરી સુચના પણ આપી હતી. મુખ્યમંત્રીએ ઝીરો કેજ્યુલીટી પર ખાસ ભાર મૂક્યો હતો. અસરગસ્ત વિસ્તારોના કલેક્ટર અને કમિશ્નર સાથે પણ વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ જરૂરી તમામ મદદ આપવાની બાહેંધરી આપી હતી. NDRFના અધિકારીઓ, વન વિભાગ, આરોગ્ય વિભાગ, માર્ગ મકાન વિભાગ, એનર્જી વિભાગના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. આગામી 24 કલાક કામ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ ગુજરાતની જનતાને પણ આગામી 24 કલાક કામ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ વિકટ બની છે, જનજીવન ખોરવાઈ ગયું છે. તેમાંય સાત જિલ્લામાં વરસાદથી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે સાતમ, આઠમ અને નોમના દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતું એલર્ટ જારી કર્યું છે. અનરાધાર વરસાદના લીધે કેટલાક જિલ્લાની સ્થિતિ એકદમ વિકટ બની છે. જળબંબાકાર અને નુકસાનને ધ્યાનાં લેતાં મુખ્યમંત્રીએ જિલ્લાના કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી સતર્ક રહેવા અને યોગ્ય વ્યવસ્થા તાકીદ કરવા અપીલ કરી છે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. રાજ્યમાં સવારના 4 વાગ્યા સુધીમાં 127 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીનગરના દહેગામમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. 68 મિ.મી વરસાદ નોંધાયો છે. દાહોદ જીલ્લામા મોડી રાત્રીથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં લીમડી, પાવડી, દેપાડા, કારઠ, સહીતના વિસ્તારોમા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે દાહોદ જીલ્લાના 8 પૈકી 4 ડેમો ઓવરફ્લો થયા છે. નવસારી, સુરત, દમણ, વડોદરા, દાદરા નગર હવેલી, ભરૂચ સહિતના જિલ્લામાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપાયું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં આણંદ, પંચમહાલ, ખેડા સહિતના જિલ્લામાં પણ વરસાનું એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ઈકબાલગઢ ગ્રામ્ય સહિત નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તો ઈકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં ધ્રોલ 2, કાલાવડ 2, જોડીયા 1.5, લાલપુર તાલુકામાં 4 મિ.મી વરસાદ નોંધાયો છે.

Gujarat: રાજ્યમાં ભારે વરસાદને પગલે આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં જાહેર રજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અગ્ર સચિવની સૂચના અનુસાર આવતી કાલે રજા જાહેર
  • તંત્ર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર
  • ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે નિર્ણય

સમગ્ર ગુજરાતમાં હાલ અતિભારે વરસાદની સ્થિતિ છે ત્યારે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં જાહેર રજા રાખવાની સૂચના આપવામાં આવતા રાજ્યની તમામ શાળાઓમાં જાહેર રજા જાહેર કરવા હુકમ કરવામાં આવ્યો છે.

ભારે વરસાદને પગલે મુખ્યમંત્રીએ નાગરિકોને ખાસ અનુરોધ કર્યો

CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નદી-નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈપણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય. સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણી કે સૂચનાઓનું આપ સૌ પાલન કરશો. બચાવ-રાહતની કામગીરીમાં તંત્રને પૂરો સહયોગ કરો તેવી આગ્રહભરી અપીલ કરું છું. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આપણે સો સાવચેત રહીએ, સાવધાન રહીએ, પાણીના સ્ત્રોતોથી દૂર રહીએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા

 રાજ્યમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 1 વાગ્યે ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બચાવ રાહત અને હાલની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી.

અધિકારીઓને જરૂરી સુચના પણ આપી હતી. મુખ્યમંત્રીએ ઝીરો કેજ્યુલીટી પર ખાસ ભાર મૂક્યો હતો. અસરગસ્ત વિસ્તારોના કલેક્ટર અને કમિશ્નર સાથે પણ વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ જરૂરી તમામ મદદ આપવાની બાહેંધરી

આપી હતી. NDRFના અધિકારીઓ, વન વિભાગ, આરોગ્ય વિભાગ, માર્ગ મકાન વિભાગ, એનર્જી વિભાગના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.

આગામી 24 કલાક કામ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ

ગુજરાતની જનતાને પણ આગામી 24 કલાક કામ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ વિકટ બની છે, જનજીવન ખોરવાઈ ગયું છે. તેમાંય સાત જિલ્લામાં વરસાદથી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગે સાતમ, આઠમ અને નોમના દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતું એલર્ટ જારી કર્યું છે. અનરાધાર વરસાદના લીધે કેટલાક જિલ્લાની સ્થિતિ એકદમ વિકટ બની છે. જળબંબાકાર અને નુકસાનને ધ્યાનાં લેતાં મુખ્યમંત્રીએ જિલ્લાના કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી સતર્ક રહેવા અને યોગ્ય વ્યવસ્થા તાકીદ કરવા અપીલ કરી છે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે.

રાજ્યમાં સવારના 4 વાગ્યા સુધીમાં 127 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીનગરના દહેગામમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. 68 મિ.મી વરસાદ નોંધાયો છે. દાહોદ જીલ્લામા મોડી રાત્રીથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં લીમડી, પાવડી, દેપાડા, કારઠ, સહીતના વિસ્તારોમા વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદના કારણે દાહોદ જીલ્લાના 8 પૈકી 4 ડેમો ઓવરફ્લો થયા છે. નવસારી, સુરત, દમણ, વડોદરા, દાદરા નગર હવેલી, ભરૂચ સહિતના જિલ્લામાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપાયું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં આણંદ, પંચમહાલ, ખેડા સહિતના જિલ્લામાં પણ વરસાનું એલર્ટ આપવામાં આવ્યું છે.

દાહોદ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ઈકબાલગઢ ગ્રામ્ય સહિત નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તો ઈકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં ધ્રોલ 2, કાલાવડ 2, જોડીયા 1.5, લાલપુર તાલુકામાં 4 મિ.મી વરસાદ નોંધાયો છે.