Monsoon Gujarat: ગુજરાતમાં મેઘો મુશળધાર..! અત્યાર સુધીમાં 165 તાલુકામાં વરસાદ,અનેક ગામો સંપર્ક-વિહોણા
ગુજરાતમાં સવારે 6થી 4 વાગ્યા સુધી 165 તાલુકામાં વરસાદ વરસ્યોસૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો સતત પડેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયાગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્વે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. જેમાં ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પાણી પાણી કરી દીધું છે. પરિણામે કેટલાય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. તો કેટલાક ડેમો ઓવરફ્લો થયા છે. જેના પગલે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. રાજ્યમાં સવારે 6થી 4 વાગ્યા સુધી 165 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યોરાજ્યમાં વહેલી સવારથી જ મેઘાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. 165 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે પાલનપુર, વિસનગર પાણી પાણી થયું છે. અરવલ્લીના મેઘરજમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલ છે. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણામાં સતત પડેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. અત્યાર સુધીમાં 165 તાલુકામાં વરસાદહવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતની ધરતી પર મેઘરાજા જાણે મહેરબાન થયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સવારે 6થી 4 વાગ્યા સુધી 165 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ઉમરપાડામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વિજાપુરમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. કપડવંજમાં 5 ઇંચ, માણસામાં 4 ઇંચ, ધરમપુરમાં 4 ઇંચ, છોટાઉદેપુરમાં 4 ઇંચ, ઉમરગામમાં પોણા 4 ઇંચ, પારડીમાં પોણા 4 ઇંચ, સોનગઢમાં પોણા 4 ઇંચ, વિસનગરમાં 3 ઇંચ, દહેગામમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગુજરાતમાં સવારે 6થી 4 વાગ્યા સુધી 165 તાલુકામાં વરસાદ વરસ્યો
- સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
- સતત પડેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા
ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્વે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. જેમાં ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પાણી પાણી કરી દીધું છે. પરિણામે કેટલાય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. તો કેટલાક ડેમો ઓવરફ્લો થયા છે. જેના પગલે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. રાજ્યમાં સવારે 6થી 4 વાગ્યા સુધી 165 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
રાજ્યમાં વહેલી સવારથી જ મેઘાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. 165 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે પાલનપુર, વિસનગર પાણી પાણી થયું છે. અરવલ્લીના મેઘરજમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલ છે. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણામાં સતત પડેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે.
અત્યાર સુધીમાં 165 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતની ધરતી પર મેઘરાજા જાણે મહેરબાન થયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સવારે 6થી 4 વાગ્યા સુધી 165 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ઉમરપાડામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વિજાપુરમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. કપડવંજમાં 5 ઇંચ, માણસામાં 4 ઇંચ, ધરમપુરમાં 4 ઇંચ, છોટાઉદેપુરમાં 4 ઇંચ, ઉમરગામમાં પોણા 4 ઇંચ, પારડીમાં પોણા 4 ઇંચ, સોનગઢમાં પોણા 4 ઇંચ, વિસનગરમાં 3 ઇંચ, દહેગામમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.