Aravalli જિલ્લામાં પોલીસકર્મી જ બન્યો બુટલેગર! LCBએ ઝડપી લેવા તજવીજ હાથ ધરી
અરવલ્લી જિલ્લામાં ખુદ પોલીસ કર્મી જ બુટલેગર હોવાની ઘટના સામે આવી છે. વાત છે ધનસુરાના રહીયોલ ગામની. રાહીયોલ ગામના વતની અને છેલ્લા 10 વર્ષથી પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય પરમારના રાહીયોલ ખાતેના નિવાસ સ્થાને દારૂ હોવાની બાતમી જિલ્લા એલસીબી વિભાગને મળી હતી.અલગ અલગ બ્રાન્ડનો 1.76 લાખની દારુ ઝડપાયો તે અનુસાર ગઈકાલે પોલીસની ટીમે રાહીયોલ ખાતે રેડ કરી હતી, તે દરમિયાન ઘરના રસોડાના નીચેના ભાગમાંથી અલગ અલગ બ્રાન્ડની 1.76 લાખની કિંમતની 2,138 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસ ખાતામાં ફરજ બજાવતા કર્મચારી જ બુટલેગર બનતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે, મળતી માહિતી મુજબ વિજય છનાલાલ પરમાર અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતો હતો, તે સમયે પણ દારૂના કેસમાં ઝડપાયેલો હતો અને તેને સસ્પેન્ડ કર્યા બાદ પોરબંદર ખાતે ફરજ બજાવી રહ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપી પોલીસકર્મીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી એક વખત સસ્પેન્ડ થયા પછી પણ ખાખીને લજવવાનો ધંધો આ પોલીસકર્મીએ બંધ કર્યો નહોતો, ગત 8 તારીખે પોરબંદરથી વતન રહીયોલ ખાતે આવેલો હતો અને ગઈકાલે એલસીબીની રેડ વખતે તે પોતાના નિવાસ સ્થાનથી ફરાર થઈ ગયો હતો, જો કે હાલ પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપી પોલીસકર્મી વિજય પરમારને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરવલ્લી જિલ્લામાં ખુદ પોલીસ કર્મી જ બુટલેગર હોવાની ઘટના સામે આવી છે. વાત છે ધનસુરાના રહીયોલ ગામની. રાહીયોલ ગામના વતની અને છેલ્લા 10 વર્ષથી પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય પરમારના રાહીયોલ ખાતેના નિવાસ સ્થાને દારૂ હોવાની બાતમી જિલ્લા એલસીબી વિભાગને મળી હતી.
અલગ અલગ બ્રાન્ડનો 1.76 લાખની દારુ ઝડપાયો
તે અનુસાર ગઈકાલે પોલીસની ટીમે રાહીયોલ ખાતે રેડ કરી હતી, તે દરમિયાન ઘરના રસોડાના નીચેના ભાગમાંથી અલગ અલગ બ્રાન્ડની 1.76 લાખની કિંમતની 2,138 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસ ખાતામાં ફરજ બજાવતા કર્મચારી જ બુટલેગર બનતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે, મળતી માહિતી મુજબ વિજય છનાલાલ પરમાર અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતો હતો, તે સમયે પણ દારૂના કેસમાં ઝડપાયેલો હતો અને તેને સસ્પેન્ડ કર્યા બાદ પોરબંદર ખાતે ફરજ બજાવી રહ્યો હતો.
પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપી પોલીસકર્મીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી
એક વખત સસ્પેન્ડ થયા પછી પણ ખાખીને લજવવાનો ધંધો આ પોલીસકર્મીએ બંધ કર્યો નહોતો, ગત 8 તારીખે પોરબંદરથી વતન રહીયોલ ખાતે આવેલો હતો અને ગઈકાલે એલસીબીની રેડ વખતે તે પોતાના નિવાસ સ્થાનથી ફરાર થઈ ગયો હતો, જો કે હાલ પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપી પોલીસકર્મી વિજય પરમારને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.