Bhavnagar એલસીબીએ નકલી ચલણી નોટો સાથે બેને ઝડપ્યા
ભાવનગરમાં નકલી ચલણી નોટો બજારમાં ઘુસાડવાનું ષડયંત્ર ઝડપાયું છે. દિવાળી પહેલા જ બજારમાં ઓરિજીનલ ચલણી નોટોની વચ્ચે નકલી નોટ ઘુસાડનારા બે શખ્સોની LCB પોલીસે ઘરપકડ કરી છે.લોકલ ક્રાઈમબ્રાંચને મળી બાતમીભાવનગરના વિઠ્ઠલવાડીમાં રહેલા બે શખ્સો શહેરની એવી સ્કુલ પાસે બનાવટી નોટોનો વહિવટ કરવા આવ્યા હોવાની બાતમી લોકલ ક્રાઈમબ્રાંચને મળી હતી. તે બાદ ક્રાઈમબ્રાન્ચની ટીમ તુરંત જ ત્યાં પહોંચી હતી. અને ત્યાં બે શખ્સોની તપાસ કરતા તેમની પાસેથી બનાવટી ચલણી નોટો મળી આવી હતી. 500ના દરની નકલી ચલણી નોટઆ બન્ને શખ્સો શાહરૂખ સાબિરભાઈ મહિડા (રહે.કેસરબાઈ મસ્જીદ સામે, નવાપરા) અને નદીમ હારૂનભાઈ ડેરૈયા (રહે.અરમાન એપાર્ટમેન્ટ સામે, નવાપરા)ની તપાસ કરતા શાહરૂખ પાસેથી રૂ.500ના દરની કુલ 10 નકલી ચલણી નોટ અને નદીમ પાસેથી ૮ નકલી ચલણી નોટો મળી આવી હતી.પોલીસે તપાસ હાથ ધરી પુછપરછ દરમિયાન આ બન્નેએ નકલી બનાવટી ચલણી નોટો તેમને વિઠ્ઠલવાડીના શાહનવાઝ નામના શખ્સે આપી હોવાની કબૂલાત કરી છે. નોટોની ખરાઈ કર્યા બાદ લોકલ ક્રાઈમબ્રાંચે શાહરૂખ સાબિરભાઈ મહિડા, નદીમ હારૂનભાઈ ડેરૈયા અને શાહનવાઝ (રહે. વિઠ્ઠલવાડી) વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ કોટક મહિન્દ્રા બેંકમાં એક વેપારીએ નકલી નોટ જમા કરાવી હતી. વેપારી સામે ગંગાજળિયા પોલીસ સ્ટેશમાં ગુનો પણ નોંધાયો હતો. ત્યારે હાલ આ બંને કેસને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરમાં નકલી ચલણી નોટો બજારમાં ઘુસાડવાનું ષડયંત્ર ઝડપાયું છે. દિવાળી પહેલા જ બજારમાં ઓરિજીનલ ચલણી નોટોની વચ્ચે નકલી નોટ ઘુસાડનારા બે શખ્સોની LCB પોલીસે ઘરપકડ કરી છે.
લોકલ ક્રાઈમબ્રાંચને મળી બાતમી
ભાવનગરના વિઠ્ઠલવાડીમાં રહેલા બે શખ્સો શહેરની એવી સ્કુલ પાસે બનાવટી નોટોનો વહિવટ કરવા આવ્યા હોવાની બાતમી લોકલ ક્રાઈમબ્રાંચને મળી હતી. તે બાદ ક્રાઈમબ્રાન્ચની ટીમ તુરંત જ ત્યાં પહોંચી હતી. અને ત્યાં બે શખ્સોની તપાસ કરતા તેમની પાસેથી બનાવટી ચલણી નોટો મળી આવી હતી.
500ના દરની નકલી ચલણી નોટ
આ બન્ને શખ્સો શાહરૂખ સાબિરભાઈ મહિડા (રહે.કેસરબાઈ મસ્જીદ સામે, નવાપરા) અને નદીમ હારૂનભાઈ ડેરૈયા (રહે.અરમાન એપાર્ટમેન્ટ સામે, નવાપરા)ની તપાસ કરતા શાહરૂખ પાસેથી રૂ.500ના દરની કુલ 10 નકલી ચલણી નોટ અને નદીમ પાસેથી ૮ નકલી ચલણી નોટો મળી આવી હતી.
પોલીસે તપાસ હાથ ધરી
પુછપરછ દરમિયાન આ બન્નેએ નકલી બનાવટી ચલણી નોટો તેમને વિઠ્ઠલવાડીના શાહનવાઝ નામના શખ્સે આપી હોવાની કબૂલાત કરી છે. નોટોની ખરાઈ કર્યા બાદ લોકલ ક્રાઈમબ્રાંચે શાહરૂખ સાબિરભાઈ મહિડા, નદીમ હારૂનભાઈ ડેરૈયા અને શાહનવાઝ (રહે. વિઠ્ઠલવાડી) વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ કોટક મહિન્દ્રા બેંકમાં એક વેપારીએ નકલી નોટ જમા કરાવી હતી. વેપારી સામે ગંગાજળિયા પોલીસ સ્ટેશમાં ગુનો પણ નોંધાયો હતો. ત્યારે હાલ આ બંને કેસને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે.