Mahisagarના ખાનપુરમાં રખડતા શ્વાને એક જ દિવસમાં 6 લોકોને ભર્યા બચકા
મહીસાગરના ખાનપુરમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં શ્વાને એક જ દિવસમાં 6 લોકો અને 2 પશુને બચકા ભર્યાં હોવાની માહિતી સામે આવી છે ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો, મહિલા, પશુને બચકા ભર્યા છે જેને લઈ ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે,લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યાં છે,ઘોઘાવાડા, ઝેર, સિમલનાળા, વાવકુવામાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ખાનપુર તાલુકામાં હડકાયા કુતરાનો કહેર મહીસાગરના ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ જગ્યા પર રખડતા શ્વાને એક જ દિવસમાં 6 લોકો અને 2 પશુને બચકા ભર્યાં હોવાની વાત સામે આવી છે જેમાં ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હડકાયા કૂતરાએ બાળકો અને મહિલાને પશુ ટાર્ગેટ કર્યા છે,પ્રાથમિક શાળાના બાળકો અને ઘર કામકરતી મહિલાઓને બચકા ભરતા ચકચાર મચી છે,લોકોએ પ્રાથમિક સારવાર પણ લીધી છે પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રખડતા કૂતરા ઘરમાં અંદર આવીને પણ બચકા ભરી દે છે.સરપંચ પણ કંઈ નથી કરતા તંત્રને રજૂઆત ! સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામના સરપંચને પણ રજૂઆત કરી છે તેમ છત્તા કોઈ નિરાકરણ આવ્યું નથી,ત્યારે દિવસેને દિવસે રખડતા કૂતરાનો આતંક વધતો જાય છે,ગામમાંથી નીકળતા હોઈએ અને તે જ સમયે પાછળથી શ્વાન આવીને હુમલો કરે છે અને બાળકો રમતા હોય ત્યારે તેને બચકા ભરી દે છે.ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે આ સમસ્યાનું નિરાકરણ આવે તે જરૂરી છે,કામ માટે પણ ઘરની બહાર નીકળીએ તો હવે ડર લાગી રહ્યો છે તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યાં છે. ગ્લોબલ વોર્મિંગની કૂતરાઓ પર અસર બદલાતા મોસમને કારણે કુદરત જ નહિ, માણસો ઉપરાંત તમામ જીવ-જંતુ તમામમાં પરિવર્તન થઈ રહ્યાં છે. જેના અનેક ઉદાહરણ આપણને જોવા મળે છે. પરંતુ તેના બાદ પણ આપણે જળવાયુ પરિવર્તનને લઈને સજાગ થયા નથી અને ન તો આ બદલાવને સ્વીકારી રહ્યાં છે. ક્લાયમેટ ચેન્જને કારણે પ્રકૃતિમાં અનેક પ્રકારના બદલાવ થઈ રહ્યાં છે, જેને કારણે પાકના ગ્રોથમાં ઘટાડો, લોકોના વિચારોમાં સમસ્યાઓ, માણસોની હાઈટમાં તકલીફ વગેરે સમસ્યાઓ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલ યુરોપ પણ ગરમીનો સામનો કરી રહ્યું છે. તો માણસો પણ અનેક સમસ્યાઓનો તકલીફો વેઠી રહ્યાં છે. પરંતું આગામી સમયમાં વ્યાપક રૂપમાં દુનિયાને અસર કરશે. રખડતા કૂતરાઓનો આતંક પણ ગ્લોબલ વોર્મિંગનો જ એક ભાગ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહીસાગરના ખાનપુરમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં શ્વાને એક જ દિવસમાં 6 લોકો અને 2 પશુને બચકા ભર્યાં હોવાની માહિતી સામે આવી છે ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો, મહિલા, પશુને બચકા ભર્યા છે જેને લઈ ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે,લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યાં છે,ઘોઘાવાડા, ઝેર, સિમલનાળા, વાવકુવામાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે.
ખાનપુર તાલુકામાં હડકાયા કુતરાનો કહેર
મહીસાગરના ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ જગ્યા પર રખડતા શ્વાને એક જ દિવસમાં 6 લોકો અને 2 પશુને બચકા ભર્યાં હોવાની વાત સામે આવી છે જેમાં ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હડકાયા કૂતરાએ બાળકો અને મહિલાને પશુ ટાર્ગેટ કર્યા છે,પ્રાથમિક શાળાના બાળકો અને ઘર કામકરતી મહિલાઓને બચકા ભરતા ચકચાર મચી છે,લોકોએ પ્રાથમિક સારવાર પણ લીધી છે પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રખડતા કૂતરા ઘરમાં અંદર આવીને પણ બચકા ભરી દે છે.
સરપંચ પણ કંઈ નથી કરતા તંત્રને રજૂઆત !
સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામના સરપંચને પણ રજૂઆત કરી છે તેમ છત્તા કોઈ નિરાકરણ આવ્યું નથી,ત્યારે દિવસેને દિવસે રખડતા કૂતરાનો આતંક વધતો જાય છે,ગામમાંથી નીકળતા હોઈએ અને તે જ સમયે પાછળથી શ્વાન આવીને હુમલો કરે છે અને બાળકો રમતા હોય ત્યારે તેને બચકા ભરી દે છે.ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે આ સમસ્યાનું નિરાકરણ આવે તે જરૂરી છે,કામ માટે પણ ઘરની બહાર નીકળીએ તો હવે ડર લાગી રહ્યો છે તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યાં છે.
ગ્લોબલ વોર્મિંગની કૂતરાઓ પર અસર
બદલાતા મોસમને કારણે કુદરત જ નહિ, માણસો ઉપરાંત તમામ જીવ-જંતુ તમામમાં પરિવર્તન થઈ રહ્યાં છે. જેના અનેક ઉદાહરણ આપણને જોવા મળે છે. પરંતુ તેના બાદ પણ આપણે જળવાયુ પરિવર્તનને લઈને સજાગ થયા નથી અને ન તો આ બદલાવને સ્વીકારી રહ્યાં છે. ક્લાયમેટ ચેન્જને કારણે પ્રકૃતિમાં અનેક પ્રકારના બદલાવ થઈ રહ્યાં છે, જેને કારણે પાકના ગ્રોથમાં ઘટાડો, લોકોના વિચારોમાં સમસ્યાઓ, માણસોની હાઈટમાં તકલીફ વગેરે સમસ્યાઓ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલ યુરોપ પણ ગરમીનો સામનો કરી રહ્યું છે. તો માણસો પણ અનેક સમસ્યાઓનો તકલીફો વેઠી રહ્યાં છે. પરંતું આગામી સમયમાં વ્યાપક રૂપમાં દુનિયાને અસર કરશે. રખડતા કૂતરાઓનો આતંક પણ ગ્લોબલ વોર્મિંગનો જ એક ભાગ છે.