Morbiમા ભચાઉ SRPના DYSP દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, નોંધાયો ગુનો
તમે સાંભળ્યું હશે ઘણીવાર કે પોલીસ દારૂની મહેફિલ માણી રહી હતી કે પોલીસની કારમાંથી દારૂ મળ્યો,આજે આવો જ એક કિસ્સો મોરબીના હળવદમાં બન્યો જેમાં વર્ગ-2 ના પોલીસ કર્મચારી એટલેકે ડીવાયએસપી કક્ષાના અધિકારી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા અને દારૂ પીને તેમણે અકસ્માત પણ સર્જયો હતો,મોરબી પોલીસે ગુનો નોંધી ડીવાયએસપીની ધરપકડ કરી છે. ડીવાયએસપી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા ગુજરાતમાં પોલીસમાં ડીવાયએસપી કક્ષાએ ફરજ બજાવતા અધિકારી સુરેશ બામણિયાએ દારૂનો નશો સર્જીને અકસ્માત સર્જયો છે,હા આ વાત સાચી છે ડીવાયએસપી એટલું દારૂ પી ગયા હતા કે તેમને કંઈ ભાન જ ના રહ્યું અને અકસ્માત કરી બેઠા આ દારૂ અંગ્રેજી નહી પણ દેશી હતો તેવું પોલીસનું કહેવું છે,ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી,જયારે પોલીસ સ્ટેશન લાવવામા આવ્યા ત્યારે ખબર પડી કે આ તો કોઈ સામાન્ય માણસ નહી પરંતુ ગુજરાત પોલીસના એસઆરપી વિભાગમાં ફરજ બજાવતા ડીવાયએસપી પોતે છે. પોલીસે કાર કરી જપ્ત ઘટનાની જાણ થતા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.હળવદના રણજીતગઢ પાસે નશાની હાલતમાં અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે.પોલીસે કારમાંથી 3 લિટર દેશી દારૂ પણ ઝડપી પાડયો છે. અને GJ 20 CA 6224 નંબરની કાર પોલીસે જપ્ત કરી 12 લાખનો મુદ્દામલ જપ્ત કર્યો છે.મોરબીથી ભચાઉ જતા હતા તે સમયે જ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે,ત્યારે અકસ્માતમાં સામેવાળાને ઈજા પહોંચી છે અને તેને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. ગુજરાતમાં આવા પણ અધિકારીઓ છે ? શું વાત કરીએ ગુજરાતમાં આવા પણ અધિકારીઓ છે,કે જે લોકો દારૂ પીવે છે,વાત જાણીને ખુબ દુખ થાય પણ શું કરીએ આ અધિકારીએ તો અકસ્માત પણ સર્જી દીધો,પોલીસને પણ ભલામણ માટે ઘણા ફોન આવ્યા હશે પરંતુ હળવદ પોલીસે ભલામણ રાખ્યા વિના ગુનો નોંધ્યો એ સારી કામગીરી કહી શકાય,ગુજરાત પોલીસના અધિકારીઓ જરા જુઓ આવા પણ અધિકારી ગુજરાત પોલીસને ડાઘ લગાવે છે,બામણિયા સાહેબ તમને શરમ આવી જોઈએ કે તમે દારૂ પીને અકસ્માત સર્જયો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તમે સાંભળ્યું હશે ઘણીવાર કે પોલીસ દારૂની મહેફિલ માણી રહી હતી કે પોલીસની કારમાંથી દારૂ મળ્યો,આજે આવો જ એક કિસ્સો મોરબીના હળવદમાં બન્યો જેમાં વર્ગ-2 ના પોલીસ કર્મચારી એટલેકે ડીવાયએસપી કક્ષાના અધિકારી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા અને દારૂ પીને તેમણે અકસ્માત પણ સર્જયો હતો,મોરબી પોલીસે ગુનો નોંધી ડીવાયએસપીની ધરપકડ કરી છે.
ડીવાયએસપી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા
ગુજરાતમાં પોલીસમાં ડીવાયએસપી કક્ષાએ ફરજ બજાવતા અધિકારી સુરેશ બામણિયાએ દારૂનો નશો સર્જીને અકસ્માત સર્જયો છે,હા આ વાત સાચી છે ડીવાયએસપી એટલું દારૂ પી ગયા હતા કે તેમને કંઈ ભાન જ ના રહ્યું અને અકસ્માત કરી બેઠા આ દારૂ અંગ્રેજી નહી પણ દેશી હતો તેવું પોલીસનું કહેવું છે,ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી,જયારે પોલીસ સ્ટેશન લાવવામા આવ્યા ત્યારે ખબર પડી કે આ તો કોઈ સામાન્ય માણસ નહી પરંતુ ગુજરાત પોલીસના એસઆરપી વિભાગમાં ફરજ બજાવતા ડીવાયએસપી પોતે છે.
પોલીસે કાર કરી જપ્ત
ઘટનાની જાણ થતા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.હળવદના રણજીતગઢ પાસે નશાની હાલતમાં અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે.પોલીસે કારમાંથી 3 લિટર દેશી દારૂ પણ ઝડપી પાડયો છે. અને GJ 20 CA 6224 નંબરની કાર પોલીસે જપ્ત કરી 12 લાખનો મુદ્દામલ જપ્ત કર્યો છે.મોરબીથી ભચાઉ જતા હતા તે સમયે જ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે,ત્યારે અકસ્માતમાં સામેવાળાને ઈજા પહોંચી છે અને તેને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી.
ગુજરાતમાં આવા પણ અધિકારીઓ છે ?
શું વાત કરીએ ગુજરાતમાં આવા પણ અધિકારીઓ છે,કે જે લોકો દારૂ પીવે છે,વાત જાણીને ખુબ દુખ થાય પણ શું કરીએ આ અધિકારીએ તો અકસ્માત પણ સર્જી દીધો,પોલીસને પણ ભલામણ માટે ઘણા ફોન આવ્યા હશે પરંતુ હળવદ પોલીસે ભલામણ રાખ્યા વિના ગુનો નોંધ્યો એ સારી કામગીરી કહી શકાય,ગુજરાત પોલીસના અધિકારીઓ જરા જુઓ આવા પણ અધિકારી ગુજરાત પોલીસને ડાઘ લગાવે છે,બામણિયા સાહેબ તમને શરમ આવી જોઈએ કે તમે દારૂ પીને અકસ્માત સર્જયો.