Agriculture News: વરસાદે તાતના મોઢે આવેલો કોળિયો છીનવ્યો, ઠેર-ઠેર ખેતીને નુકસાન,જુઓ Video
મૂશળધાર વરસાદે ખેતીવાડી ક્ષેત્રે ભારે નુકસાન પહોંચાડ્યુંગુજરાતમાં 1000 લાખ હેક્ટરથી વધુ ખરીફ પાકની વાવણીમાં નુકસાનસૌથી વધુ અસરગ્રસ્ત જામનગર અને દ્વારકા જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાનગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલા મૂશળધાર વરસાદે ખેતીવાડી ક્ષેત્રે ભારે નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતમાં 1000 લાખ હેક્ટરથી વધુ ખરીફ પાકની વાવણીમાં વરસાદ વિલન બન્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત જામનગર અને દ્વારકા જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજા આફત બનીને વરસ્યાકચ્છ-ભૂજ સહિત રાજકોટ, દ્વારકા, ભાવનગર અમરેલી, જૂનાગઢ, બોટાદ, પોરબંદર, જામનગર સુરેન્દ્રનગર જિલ્લાના ખેતૂતોને ભારે વરસાદને કારણે નૂકસાન થયું છે. તેવામાં સુરેન્દ્રનગરના મૂળી, ચોટીલા, ચુડા, ધ્રાંગધ્રા, લીંબડી અને લખતર તાલુકાઓમાં ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બાજરી, જુવાર, મકાઈ, કપાસ, મગફળી અને તલ જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર ડ્રોનની મદદથી સર્વે કરાવીને પાક નુકસાનીનું વળતર ચૂકવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા રહેવાથી કપાસ, તલ, મગફળી અને જુવાર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.જામનગરના કાલાવડ તાલુકાના ખેતરો પાણીથી તરબોળજામનગરના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે ગત 27 તારીખે અવિરત વરસાદ પડતાં ફુલઝર નદી બે કાંઠે વહેતા પુલ ઉપર થી પાણી ચઢી જતા કાલાવડ થી જામનગર હાઇવે નો વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. ફુલઝર નદી બે કાંઠે વહેતા ખંઢેરા ગામે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી હતી અને પૂર નું પાણી કાંઠા વિસ્તારના ખેતરો મા વહી જતાં ખેતરો ધોવાઈ જવા પામેલ હતા .ખેડૂતો માથે જાણે કુદરત રૂઠ્યો હોય તેમ ખેડૂતો નો ઊભો પાક પણ પૂર ના પાણી તણાઈ જતા ખેતરો મેદાન મા ફેરવાઈ ગયેલા હતા.ખેતરમાં ઉભેલા કપાસ,મગફળી, એરંડા નો પાક હતો. ઊભો પાક તણાઈ જતા ખેડૂતો ને રોવાનો વારો આવી જતા ખેડૂતો પાયમાલ થઈ જવા પામેલ હતા. ખંઢેરા સહિત આજુબાજુના વિસ્તારમાં અનેક ખેતરો ની આવી જ હાલત છે.અનેક ખેડૂતો ના ખેતરો ધોવાઈ ગયા છે.અમુક ખેડુંતો ને કપાસ પડી ગયો છે અને પાક ફેલ થઈ ગયો.ધરતીપુત્રો પર એક બાજુ ઉપરથી મેઘરાજાનું વરસવું અને બીજી બાજુ પુરના પાણી ખેતરોમાં આવી જતા ખેતરોનું અને પાક નું ધોવાણ થયું. ખેડૂતો ને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો.ઊભો પાક ધોવાઈ જવાથી સરકાર શ્રી પાસે પાક ધોવાણ નું તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય સહાય અને નદી કાંઠા ના વિસ્તાર મા પૂર સરક્ષણ દીવાલ કરાવી ખેતરો નું ધોવાણ અટકાવવા માંગ કરવામાં આવી હતી .ખેડૂતો નો ઊભો પાક અને ખેતરો ધોવાઈ જતા ખંઢેરા ગામ ના ખેડૂતો મુંજવણ મા મુકાઈ ગયા હતા અને સરકાર પાસે યોગ્ય સહાય અને પૂર સરક્ષણ દીવાલ કરી આપવા માંગ ઉઠવા પામી હતી. દક્ષિણ ગુજરાતમાં વરસાદ બાદ ખેડૂતોને નુકસાનદક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ બાદ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. 15 હજાર એકર શેરડીના પાકમાં ભારે નુકસાની સ્થિતિ સર્જાઇ છે. તો બીજી તરફ શેરડીના પાકમાં સફેદ માખીઓનો ઉપદ્રવ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. જગતનો તાત હવે સરકાર પાસે ખેતી પાકોને થયેલી નુકસાનીના સરવેની માગ કરી રહ્યા છે. ભારે વરસાદને પગલે ઓલપાડ, કુડસદ, કીમ પલસાણા, બારડોલી સહિતના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. તો બીજીતરફ સુરત,વલસાડ, નવસારી, વડોદરા, આણંદ સહિતના જિલ્લાઓમાં મેઘરાજાના તાંડવના કારણે જગતના તાતને ખેતીમાં ભારે નુકસાન થતા રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતો સરકાર પાસે માગણી કરી રહ્યા છે કે, સરકાર વહેલી તકે ખેતીના પાકમાં થયેલ નુકસાનીનો સરવે કરે તેવી માગ ખેડૂતો દ્વારા ઉઠી છે.કરજણ તાલુકાના ઢાઢર નદી કિનારે આવેલ 9 ગામોને નુકસાન કરજણ તાલુકાના ઢાઢર નદી કિનારે આવેલ 9 ગામો પિંગલવાળા, હરસુંડા, ખેરડા, માનપુર, સુરવાળા, સંભોઇ, વીરજઇ, અભરા,ઉમજ જેવા ગામોમાં પુર ની પરિસ્થિને લઈ ગામની સિમમાં આવેલ ખેતરો બેટમાં ફેરવાયા હતા ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ખેતી પાકો પુરમાં ધોવાઈ જતા ખેડૂતો ની માઠીદશા બેઠી છે તાલુકામાં આવેલ 9 ગામોમાં હજરો એકર જમીન માં પાકો ને નુકસાન થવા પામ્યું છે કપાસ.તુવેર અને સાકભાજી ના પાકોમાં વ્યાપક નુકસાની વેઠવાનો વારો ખેડૂતો ને આવ્યો છે પાણી ના પ્રવાહ માં કેટલાય ખેતરો પાક સાથે ધોવાઈ જવા પામીયા છે જેને લઈ ખેડૂતો સરકાર તરફ આર્થિક સહાય ની નજર રાખી રહ્યાં છેઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેડૂતો પર નુકસાનીની આફતસાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાત માટે વડાલી વિસ્તાર શાકભાજીનું હબ બની રહેલ છે તેમજ વડાલી સહિતના આસપાસના વિસ્તારમાં ઉત્પાદિત થતી શાકભાજી બનાસકાંઠા મહેસાણા સહિત અમદાવાદ માટે મહત્વની બની રહેતી હોય છે.. જોકે સાબરકાંઠા જિલ્લામાં સતત 72 કલાક અવિરત વરસાદના પગલે સ્થાનિક શાકભાજી પકવનારા ખેડૂતોને ભારે નુકસાન સર્જાયું છે સાથોસાથ વરસાદ બાદ ભારે પવનના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે.પાટણ જિલ્લામાં પણ આવી જ સ્થિતિ છે. શરૂઆતમાં અહીં વરસાદ ખેંચાયો હતો, પરંતુ પછી ધોધમાર વરસાદ થયો. પરિણામે, ખેતરો જળમગ્ન થઈ ગયા છે. બાજરી, જુવાર, કઠોળ, કપાસ અને પશુઓ માટેનો ઘાસચારો પણ પાણીમાં ડૂબી ગયો છે. ખેડૂતોએ જણાવ્યું કે તેમણે વીઘા દીઠ 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જે હવે વ્યર્થ ગયો છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેડૂતોની એક સમાન માગણી છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવીને તેમને યોગ્ય વળતર ચૂકવે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મૂશળધાર વરસાદે ખેતીવાડી ક્ષેત્રે ભારે નુકસાન પહોંચાડ્યું
- ગુજરાતમાં 1000 લાખ હેક્ટરથી વધુ ખરીફ પાકની વાવણીમાં નુકસાન
- સૌથી વધુ અસરગ્રસ્ત જામનગર અને દ્વારકા જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલા મૂશળધાર વરસાદે ખેતીવાડી ક્ષેત્રે ભારે નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતમાં 1000 લાખ હેક્ટરથી વધુ ખરીફ પાકની વાવણીમાં વરસાદ વિલન બન્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત જામનગર અને દ્વારકા જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજા આફત બનીને વરસ્યા
કચ્છ-ભૂજ સહિત રાજકોટ, દ્વારકા, ભાવનગર અમરેલી, જૂનાગઢ, બોટાદ, પોરબંદર, જામનગર સુરેન્દ્રનગર જિલ્લાના ખેતૂતોને ભારે વરસાદને કારણે નૂકસાન થયું છે. તેવામાં સુરેન્દ્રનગરના મૂળી, ચોટીલા, ચુડા, ધ્રાંગધ્રા, લીંબડી અને લખતર તાલુકાઓમાં ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બાજરી, જુવાર, મકાઈ, કપાસ, મગફળી અને તલ જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર ડ્રોનની મદદથી સર્વે કરાવીને પાક નુકસાનીનું વળતર ચૂકવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા રહેવાથી કપાસ, તલ, મગફળી અને જુવાર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
જામનગરના કાલાવડ તાલુકાના ખેતરો પાણીથી તરબોળ
જામનગરના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે ગત 27 તારીખે અવિરત વરસાદ પડતાં ફુલઝર નદી બે કાંઠે વહેતા પુલ ઉપર થી પાણી ચઢી જતા કાલાવડ થી જામનગર હાઇવે નો વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. ફુલઝર નદી બે કાંઠે વહેતા ખંઢેરા ગામે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી હતી અને પૂર નું પાણી કાંઠા વિસ્તારના ખેતરો મા વહી જતાં ખેતરો ધોવાઈ જવા પામેલ હતા .ખેડૂતો માથે જાણે કુદરત રૂઠ્યો હોય તેમ ખેડૂતો નો ઊભો પાક પણ પૂર ના પાણી તણાઈ જતા ખેતરો મેદાન મા ફેરવાઈ ગયેલા હતા.ખેતરમાં ઉભેલા કપાસ,મગફળી, એરંડા નો પાક હતો. ઊભો પાક તણાઈ જતા ખેડૂતો ને રોવાનો વારો આવી જતા ખેડૂતો પાયમાલ થઈ જવા પામેલ હતા. ખંઢેરા સહિત આજુબાજુના વિસ્તારમાં અનેક ખેતરો ની આવી જ હાલત છે.
અનેક ખેડૂતો ના ખેતરો ધોવાઈ ગયા છે.અમુક ખેડુંતો ને કપાસ પડી ગયો છે અને પાક ફેલ થઈ ગયો.ધરતીપુત્રો પર એક બાજુ ઉપરથી મેઘરાજાનું વરસવું અને બીજી બાજુ પુરના પાણી ખેતરોમાં આવી જતા ખેતરોનું અને પાક નું ધોવાણ થયું. ખેડૂતો ને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો.ઊભો પાક ધોવાઈ જવાથી સરકાર શ્રી પાસે પાક ધોવાણ નું તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય સહાય અને નદી કાંઠા ના વિસ્તાર મા પૂર સરક્ષણ દીવાલ કરાવી ખેતરો નું ધોવાણ અટકાવવા માંગ કરવામાં આવી હતી .ખેડૂતો નો ઊભો પાક અને ખેતરો ધોવાઈ જતા ખંઢેરા ગામ ના ખેડૂતો મુંજવણ મા મુકાઈ ગયા હતા અને સરકાર પાસે યોગ્ય સહાય અને પૂર સરક્ષણ દીવાલ કરી આપવા માંગ ઉઠવા પામી હતી.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ બાદ ખેડૂતોને નુકસાન
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ બાદ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. 15 હજાર એકર શેરડીના પાકમાં ભારે નુકસાની સ્થિતિ સર્જાઇ છે. તો બીજી તરફ શેરડીના પાકમાં સફેદ માખીઓનો ઉપદ્રવ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. જગતનો તાત હવે સરકાર પાસે ખેતી પાકોને થયેલી નુકસાનીના સરવેની માગ કરી રહ્યા છે. ભારે વરસાદને પગલે ઓલપાડ, કુડસદ, કીમ પલસાણા, બારડોલી સહિતના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. તો બીજીતરફ સુરત,વલસાડ, નવસારી, વડોદરા, આણંદ સહિતના જિલ્લાઓમાં મેઘરાજાના તાંડવના કારણે જગતના તાતને ખેતીમાં ભારે નુકસાન થતા રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતો સરકાર પાસે માગણી કરી રહ્યા છે કે, સરકાર વહેલી તકે ખેતીના પાકમાં થયેલ નુકસાનીનો સરવે કરે તેવી માગ ખેડૂતો દ્વારા ઉઠી છે.
કરજણ તાલુકાના ઢાઢર નદી કિનારે આવેલ 9 ગામોને નુકસાન
કરજણ તાલુકાના ઢાઢર નદી કિનારે આવેલ 9 ગામો પિંગલવાળા, હરસુંડા, ખેરડા, માનપુર, સુરવાળા, સંભોઇ, વીરજઇ, અભરા,ઉમજ જેવા ગામોમાં પુર ની પરિસ્થિને લઈ ગામની સિમમાં આવેલ ખેતરો બેટમાં ફેરવાયા હતા ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ખેતી પાકો પુરમાં ધોવાઈ જતા ખેડૂતો ની માઠીદશા બેઠી છે તાલુકામાં આવેલ 9 ગામોમાં હજરો એકર જમીન માં પાકો ને નુકસાન થવા પામ્યું છે કપાસ.તુવેર અને સાકભાજી ના પાકોમાં વ્યાપક નુકસાની વેઠવાનો વારો ખેડૂતો ને આવ્યો છે પાણી ના પ્રવાહ માં કેટલાય ખેતરો પાક સાથે ધોવાઈ જવા પામીયા છે જેને લઈ ખેડૂતો સરકાર તરફ આર્થિક સહાય ની નજર રાખી રહ્યાં છે
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેડૂતો પર નુકસાનીની આફત
સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાત માટે વડાલી વિસ્તાર શાકભાજીનું હબ બની રહેલ છે તેમજ વડાલી સહિતના આસપાસના વિસ્તારમાં ઉત્પાદિત થતી શાકભાજી બનાસકાંઠા મહેસાણા સહિત અમદાવાદ માટે મહત્વની બની રહેતી હોય છે.. જોકે સાબરકાંઠા જિલ્લામાં સતત 72 કલાક અવિરત વરસાદના પગલે સ્થાનિક શાકભાજી પકવનારા ખેડૂતોને ભારે નુકસાન સર્જાયું છે સાથોસાથ વરસાદ બાદ ભારે પવનના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે.
પાટણ જિલ્લામાં પણ આવી જ સ્થિતિ છે. શરૂઆતમાં અહીં વરસાદ ખેંચાયો હતો, પરંતુ પછી ધોધમાર વરસાદ થયો. પરિણામે, ખેતરો જળમગ્ન થઈ ગયા છે. બાજરી, જુવાર, કઠોળ, કપાસ અને પશુઓ માટેનો ઘાસચારો પણ પાણીમાં ડૂબી ગયો છે. ખેડૂતોએ જણાવ્યું કે તેમણે વીઘા દીઠ 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જે હવે વ્યર્થ ગયો છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેડૂતોની એક સમાન માગણી છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવીને તેમને યોગ્ય વળતર ચૂકવે.