Ahmedabadના બોપલ વિસ્તારમાં વરસાદે ખોલી પોલ, કલાકો વિત્યા પણ પાણીનો નિકાલ નહી
અમદાવાદમાં વરસાદે AMCની પોલી ખોલી નાખી છે,અમદાવાદના પોશ વિસ્તારમાનો એક વિસ્તાર બોપલ વિસ્તાર છે,જેમાં કલાકો વિત્યા છતાં વરસાદી પાણીનો નિકાલ થયો નથી જેને લઈ સ્થાનિકોનો વરસાદી પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.બોપલના સર્વિસ રોડ પર હજુ પાણી ઓસર્યા નથી જેને કારણે સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. વિકસિત બોપલની ખરાબ હાલત અમદાવાદના પોશ વિસ્તાર તરીકે બોપલને ગણવામાં આવે છે પરંતુ તેની વાસ્તવિકતા કંઈક અલગ છે શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે,કોર્પોરેશન આ વાતને જાણે છે પરંતુ આંખ આળા કાન કરી રહી હોય તેવું લાગે છે,ત્યારે સામાન્ય વરસાદમાં બોપલમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે,આ કોઈ પહેલી વખતનું નથી પરંતુ અનેક વખત વરસાદના સમયે ઘૂંટણસમા પાણી ભરાતા હોય છે,ઘણી વાર તો એવા પણ કિસ્સા સામે આવ્યા છે જેમાં લોકોના ઘર સુધી પાણી પહોંચી જતા હોય છે. સિંધુભવન રોડ પર પણ પાણી ભરાયા અમદાવાદના પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે આ સમસ્યાના કારણે વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે,પાણી ભરાતા આસપાસના સ્થાનિકો પણ હેરાન થઈ ગયા છે.ગટર લાઈન ચોકઅપ હોવાના કારણે આ પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે,ત્યારે સામાન્ય વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી દીધી છે,તંત્ર પાણી ભરતાની સાથે કામે લાગી ગયુ હતુ અને પાણી જલદીથી ઉતરે તેને લઈ કામે લાગી ગયું હતુ. શોપિંગ ફેસ્ટિવલમાં ફરી વળ્યા પાણી અમદાવાદના સિંધુ ભવન રોડ પરના શોપિંગ ફેસ્ટિવલમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,વહેલી સવારે પડેલા વરસાદથી પાણી ભરાયા હતા,વરસાદને પગલે સ્ટોલમાં પણ પાણી ભરાયા હતા જેને લઈ શોપિંગ ફેસ્ટિવલમાં ભારે નુકસાન થયું હતુ,ગઈકાલે પણ શોપિંગ ફેસ્ટિવલમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં વરસાદે AMCની પોલી ખોલી નાખી છે,અમદાવાદના પોશ વિસ્તારમાનો એક વિસ્તાર બોપલ વિસ્તાર છે,જેમાં કલાકો વિત્યા છતાં વરસાદી પાણીનો નિકાલ થયો નથી જેને લઈ સ્થાનિકોનો વરસાદી પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.બોપલના સર્વિસ રોડ પર હજુ પાણી ઓસર્યા નથી જેને કારણે સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે.
વિકસિત બોપલની ખરાબ હાલત
અમદાવાદના પોશ વિસ્તાર તરીકે બોપલને ગણવામાં આવે છે પરંતુ તેની વાસ્તવિકતા કંઈક અલગ છે શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે,કોર્પોરેશન આ વાતને જાણે છે પરંતુ આંખ આળા કાન કરી રહી હોય તેવું લાગે છે,ત્યારે સામાન્ય વરસાદમાં બોપલમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે,આ કોઈ પહેલી વખતનું નથી પરંતુ અનેક વખત વરસાદના સમયે ઘૂંટણસમા પાણી ભરાતા હોય છે,ઘણી વાર તો એવા પણ કિસ્સા સામે આવ્યા છે જેમાં લોકોના ઘર સુધી પાણી પહોંચી જતા હોય છે.
સિંધુભવન રોડ પર પણ પાણી ભરાયા
અમદાવાદના પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે આ સમસ્યાના કારણે વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે,પાણી ભરાતા આસપાસના સ્થાનિકો પણ હેરાન થઈ ગયા છે.ગટર લાઈન ચોકઅપ હોવાના કારણે આ પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે,ત્યારે સામાન્ય વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી દીધી છે,તંત્ર પાણી ભરતાની સાથે કામે લાગી ગયુ હતુ અને પાણી જલદીથી ઉતરે તેને લઈ કામે લાગી ગયું હતુ.
શોપિંગ ફેસ્ટિવલમાં ફરી વળ્યા પાણી
અમદાવાદના સિંધુ ભવન રોડ પરના શોપિંગ ફેસ્ટિવલમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,વહેલી સવારે પડેલા વરસાદથી પાણી ભરાયા હતા,વરસાદને પગલે સ્ટોલમાં પણ પાણી ભરાયા હતા જેને લઈ શોપિંગ ફેસ્ટિવલમાં ભારે નુકસાન થયું હતુ,ગઈકાલે પણ શોપિંગ ફેસ્ટિવલમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.