Girsomnathના ગીરગઢડા તાલુકાના કાંધી ગામે આઝાદી બાદ નથી બન્યો પુલ, વાંચો Story
ગીરગઢડા તાલુકાના કાંધી ગામ વચ્ચેથી પસાર થતી રાવલ નદી પર આઝાદી બાદ પર નથી બન્યો પુલ ગ્રામજનો અને સરપંચની અનેક રજૂઆતો બાદ પણ તંત્રના કાન સુધી નથી પહોંચતી રાવલ નદી પર પુલ બનાવવાની વાત .ત્યારે ગ્રામજનો અને સરપંચ દ્રારા જાત મહેનત ઝીંદાબાદની કહેવતને સાર્થક કરી ગ્રામજનોએ સ્વ ફાળો કરી અંદાજીત 40 હજારના સ્વ ખર્ચે રાવલ નદી પર બન્યો કાચો પુલ.રાવળ નદી ગીર ગઢડા તાલુકાના કાંધી ગામમાં રાવળ નદી પસાર થાય છે.નદીના પેલા છેડે 40 થી વધુ પરિવાર વસવાટ કરે છે તેમજ ગ્રામજનોની હજાર વીઘાથી વધુ જમીન નદીના સામે કાંઠે આવેલી છે.જેથી ખેતી કામ માટે રોજ નદીના સામે કાંઠે જવું પડે.નદી ઉપર બ્રિજના હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ચોમાસમાં ભારે પ્રવાહમાં નદીમાં ઉતરી શકાતું નથી આ તકલીફ અંગે ગ્રામજનોએ વર્ષોથી તંત્રને રજૂઆતો કરી છતાં આજ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. સરપંચ પણ રજૂઆત કરી થાકયા થાકી ગયેલા સરપંચ પ્રતિનિધિ અને ગ્રામજનો આખરે પોતાના ખર્ચે અને જાત મહેનત કરીને દર વર્ષે આ નદીમાં કામચલાઉ રસ્તો બનાવે છે નદીનું પાણી જતું રહે એ માટે સિમેન્ટના મોટા ભૂંગળા નાખવામાં આવ્યા છે ગ્રામજનો એકઠા થઇ જેસીબીની મદદથી માટી નાખીને પથ્થરો ગોઠવી આ કાચો રસ્તો બનાવે છે રસ્તો બનતા આ ગામને જોડતા 15 થી વધુ ગામના લોકો આ કાચા રસ્તાનો ઉપયોગ કરે છે તેમજ કાંધી ગામના લોકોની સામે કાંઠે આવેલ વાડીએ જઈ શકે છે. મુશ્કેલીઓનો કરાય છે સામનો મૂંગા પશુઓ નદીમાંથી પસાર થવા પણ આ કાચા રોડનો ઉપયોગ કરે છે અહીં ચોમાસામાં વરસાદ વધુ હોય તો 15 કિમી સામતેર ગામના પુલ ઉપર થઈને જવું પડે છે સામે કાંઠે વસવાટ કરતા પરિવારના વિદ્યાર્થીઓને કાંધી ગામે શાળાએ આવવા માટે આ નદીમાંથી પસાર થવું પડે છે હાલ ગ્રામજનો અને સરપંચ પ્રતિનિધિ દ્વારા આ કામચલાઉ કાચો રસ્તો બનતા લોકોને થોડા અંશે શાંતિ થઈ છે સૌનો સાથ ગામનો વિકાસ એ સૂત્રને આ ગામે સાબિત કરાવ્યું સરકારને કરવાના કામ લોકો કરી રહ્યા છે રાવળ નદી ઉપર પુલના હોવાના લીધે કાંધી ગામના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આંદોલનની ઉચ્ચારી ચિમકી નદીના સામે કાંઠે આવેલા ગામોને પણ આ નદીમાંથી પસાર થઈ ને તાલુકા ઓફિસ જવું નજીક પડે તેમ છે રાવળ નદી ઉપર ની આ કામચલાઉ કાચો રસ્તો બનતા ગ્રામજનોએ મુશ્કેલીને અવસરમાં ફેરવવા ભગીરથ કાર્ય ગ્રામજનોના સહયોગથી શક્ય બન્યું છે ભુતકાળમાં માં નદી પસાર કરતી વખતે અનેક લોકો તણાયાના કિસ્સા પણ સામે આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં વહિવટી તંત્ર દ્વારા પુલ બનાવવા આપવા માં આવે તેવી માંગ કરાઈ છે.નહીતર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -