Jamnagar News: વાવેતરના સમયે જ ખાતરના અભાવે ખેડૂતોની હાલત કફોડી
ખેડૂતો રવિપાકમાં વાવેતર થતાં રાયડો, જીરું, ઘઉં, એરંડા સહિતના પાકોનું વાવેતર તરફ વળ્યા છે. જિલ્લાના ખેડૂતોએ ઘણી આશાઓ સાથે મોંઘા ભાવની ખેડ, બિયારણ પાછળ મોટા ખર્ચાઓ કરી જીરું, એરંડા, રાયડુ સહિતના પાકનું વાવેતર પ્રારંભ કર્યો છે. પરંતુ હાલ પાક માટે તાતી જરૂરિયાત સમાન DAP ખાતરની છે. પરંતુ ખેડૂતો સમયસર DAP ખાતર મળવું મુશ્કેલ બની ગયું છે. જામનગર જિલ્લાના ખેડૂતો રાસાયણિક DAP, NP ખાતર વગર હેરાન પરેશાન તતા હાલત કફોડી બની છે. જામનગર જિલ્લાના જ કૃષિમંત્રી રાધવજી પટેલ અને પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુના વિસ્તારમાં જ શિયાળુ પાકના વાવેતરના સમયે જ ખેડૂતોને ખાતર નહી મળતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. જામનગર ગ્રામ્ય, કાલાવડ તાલુકા સહિતના ખેડૂતોએ કૃષિ મંત્રી ઉપર આક્ષેપો કર્યા છે. દિવાળી ઉપર ખેડૂતોને ખાતર પૂરું પાડશું તેવું કૃષિ મંત્રીએ આપેલ નિવેદન ફોકટ સાબીત થતા ખેડૂતો વિફર્યાં અને કૃષિ મંત્રી ઉપર પ્રહારો કર્યા છે. ખેડૂતો ખાતર આપો, ખાતર આપો અને પાક નુકસાનીની સહાય આપોના નારા લગાવ્યા છે.પાક માટે તાતી જરૂરિયાત સમાન DAP-NP ખાતરની છે. પરંતુ ખેડૂતો સમયસર DAP ખાતર મળવું મુશ્કેલ બની ગયું છે. ખેડૂતો ખરીદ વેચાણ સંઘ ખાતે DAP ખાતર લેવા જાય તો પૂરતો જથ્થાના અભાવે ખેડૂતો ખાતર માટે વલખાં મારી રહ્યા છે. એટલું જ નહીં ખાતર મેળવવા માટે ખેડૂતો છેલ્લા બે દિવસથી ખરીદ વેચાણ સંઘમાં મળતા ખાતર લેવા માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. જો કે સમયસર પાકને ખાતર ન મળે તો પાક ઉત્પાદન પર મોટી અસર થવાની ભીતિને લઈ ખેડૂતોની હાલત દયનીય બની છે. DAP ખાતર મેળવવાં માટે ખેડૂતોને રોજે રોજ ખાતર ડેપો પર ખાતરની પૂછપરછ માટે ધક્કા ખાવા પડી રહ્યા છે.જામનગરમાં રાસાયણિક DAP, NP ખાતરના અભાવે ખેડૂતોની હાલત કફોડી બની છે. વાવેતરના સમયે જ ખેડૂતોને ખાતર નહીં મળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખાતર માટે વારંવાર રજૂઆત છતાં નિરાકરણ નહીં’ આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલી કેમ નથી દેખાતી, ચોમાસાની જેમ શિયાળુ પાક નિષ્ફળ જશે તો જવાબદાર કોણ આખરે ખેડૂતોને માથેજ દુ:ખનો પહાડ તૂટશે તેવી ખેડૂતો વ્યથા ઠાલવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડૂતો રવિપાકમાં વાવેતર થતાં રાયડો, જીરું, ઘઉં, એરંડા સહિતના પાકોનું વાવેતર તરફ વળ્યા છે. જિલ્લાના ખેડૂતોએ ઘણી આશાઓ સાથે મોંઘા ભાવની ખેડ, બિયારણ પાછળ મોટા ખર્ચાઓ કરી જીરું, એરંડા, રાયડુ સહિતના પાકનું વાવેતર પ્રારંભ કર્યો છે. પરંતુ હાલ પાક માટે તાતી જરૂરિયાત સમાન DAP ખાતરની છે. પરંતુ ખેડૂતો સમયસર DAP ખાતર મળવું મુશ્કેલ બની ગયું છે.
જામનગર જિલ્લાના ખેડૂતો રાસાયણિક DAP, NP ખાતર વગર હેરાન પરેશાન તતા હાલત કફોડી બની છે. જામનગર જિલ્લાના જ કૃષિમંત્રી રાધવજી પટેલ અને પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુના વિસ્તારમાં જ શિયાળુ પાકના વાવેતરના સમયે જ ખેડૂતોને ખાતર નહી મળતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. જામનગર ગ્રામ્ય, કાલાવડ તાલુકા સહિતના ખેડૂતોએ કૃષિ મંત્રી ઉપર આક્ષેપો કર્યા છે. દિવાળી ઉપર ખેડૂતોને ખાતર પૂરું પાડશું તેવું કૃષિ મંત્રીએ આપેલ નિવેદન ફોકટ સાબીત થતા ખેડૂતો વિફર્યાં અને કૃષિ મંત્રી ઉપર પ્રહારો કર્યા છે. ખેડૂતો ખાતર આપો, ખાતર આપો અને પાક નુકસાનીની સહાય આપોના નારા લગાવ્યા છે.
પાક માટે તાતી જરૂરિયાત સમાન DAP-NP ખાતરની છે. પરંતુ ખેડૂતો સમયસર DAP ખાતર મળવું મુશ્કેલ બની ગયું છે. ખેડૂતો ખરીદ વેચાણ સંઘ ખાતે DAP ખાતર લેવા જાય તો પૂરતો જથ્થાના અભાવે ખેડૂતો ખાતર માટે વલખાં મારી રહ્યા છે. એટલું જ નહીં ખાતર મેળવવા માટે ખેડૂતો છેલ્લા બે દિવસથી ખરીદ વેચાણ સંઘમાં મળતા ખાતર લેવા માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. જો કે સમયસર પાકને ખાતર ન મળે તો પાક ઉત્પાદન પર મોટી અસર થવાની ભીતિને લઈ ખેડૂતોની હાલત દયનીય બની છે. DAP ખાતર મેળવવાં માટે ખેડૂતોને રોજે રોજ ખાતર ડેપો પર ખાતરની પૂછપરછ માટે ધક્કા ખાવા પડી રહ્યા છે.
જામનગરમાં રાસાયણિક DAP, NP ખાતરના અભાવે ખેડૂતોની હાલત કફોડી બની છે. વાવેતરના સમયે જ ખેડૂતોને ખાતર નહીં મળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખાતર માટે વારંવાર રજૂઆત છતાં નિરાકરણ નહીં’ આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલી કેમ નથી દેખાતી, ચોમાસાની જેમ શિયાળુ પાક નિષ્ફળ જશે તો જવાબદાર કોણ આખરે ખેડૂતોને માથેજ દુ:ખનો પહાડ તૂટશે તેવી ખેડૂતો વ્યથા ઠાલવી રહ્યા છે.