Pollution: પૂર્વ અમદાવાદના પાણી, હવા, જમીન પર પ્રદૂષણ, 25 લાખ લોકો પરેશાન

અમદાવાદ શહેર માટે મેટ્રો સિટીની વાતો થઈ રહી છે તો બીજી તરફ ડસ્ટ ફ્રી રોડ બનાવવાની વાતો જોરશોરથી થઈ રહી છે, પરંતુ શહેરના પૂર્વ ભાગને પ્રદૂષણ મુક્ત બનાવવા તરફ યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે લોકો ભારે મુશ્કેલીમાં છે તો બીજી તરફ તંત્ર કાગળ પર જોરશોરથી કામગીરીનો દેખાડો કરી રહ્યું છે.તંત્રની કામગીરી માત્ર કાગળ પર થોડા સમય પહેલા સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે એસ જી હાઈવેને ડસ્ટ ફ્રી બનાવવા બાબતે વિચારણા ચાલી રહી છે. સારી વાત છે પરંતુ સમસ્યા પૂર્વમાં ભરપૂર છે. વાહન ચાલકો ભારે પરેશાન છે. રહીશોને હાલાકી પડી રહી છે પરંતુ મનપાના પેટનું જાણે કે પાણીના હલતું હોય તેવી દશા થઈ છે. કારણ કે આ બાબતે વિકાસ જાણે કે પશ્ચિમમાં થતો હોય તેવું લાગી રહ્યું છે. પીરાણા ડમ્પીંગ સાઈટ, ફેકટરીમાંથી નીકળતા પ્રદૂષિત કચરા, ધુમાડા અને પાણીથી લોકો પરેશાન છે. અનેક વખત સાબરમતીને પ્રદૂષિત કરવા બાબતે હાઈકોર્ટ દ્વારા પણ ફટકાર લગાવવામાં આવી છે, પરંતુ મનપા બિન્દાસ્ત છે અને આ સમસ્યા માટે કોઈ નક્કર આયોજનના હોવાનું સામે આવી રહ્યું છે. પૂર્વના વિસ્તારોમાં સામાન્ય દિવસોમાં પણ AQI હાઈ અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં સામાન્ય દિવસોમાં AQI હાઈ હોય છે. એવરેજ 125 આસપાસ AQI અમદાવાદ પૂર્વના નારોલ, રખિયાલ, વટવા આસપાસના વિસ્તારમાં રહેતો હોય છે. લોકોને કેમિકલ વાળી ડસ્ટથી પણ તકલીફ ઊભી થતી હોય છે તો પીવાના પાણી માટે પણ અનેક ફરિયાદો લોકો કરતા હોય છે. એવામાં તંત્ર કહી રહ્યું છે કે પોલ્યુશન ઘટાડવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નદી પ્રદૂષિત ના થાય તેના માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે તો હવાના પ્રદૂષણને રોકવા માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, આ સમસ્યા કોઈ એક વિસ્તાર નહીં પરંતુ આશરે 25 લાખ લોકોને નડી રહી છે. મનપા માત્ર વાયદાઓ કરવામાં નંબર વન! વાયદાઓ તો અનેક કરવામાં આવી રહ્યા છે, પરંતુ યોગ્ય આયોજનનો અભાવ કહો કે પછી મનપાની બેદરકારી કહો, તેના કારણે પ્રદૂષણમાં વધારો થતો જઈ રહ્યો છે. જેમ પશ્ચિમ અમદાવાદમાં આવી સમસ્યાઓ નહિવત્ છે, એ રીતે અમદાવાદ પૂર્વને પણ વિકસિત કરવામાં આવે તે જરૂરી છે. 

Pollution: પૂર્વ અમદાવાદના પાણી, હવા, જમીન પર પ્રદૂષણ, 25 લાખ લોકો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેર માટે મેટ્રો સિટીની વાતો થઈ રહી છે તો બીજી તરફ ડસ્ટ ફ્રી રોડ બનાવવાની વાતો જોરશોરથી થઈ રહી છે, પરંતુ શહેરના પૂર્વ ભાગને પ્રદૂષણ મુક્ત બનાવવા તરફ યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે લોકો ભારે મુશ્કેલીમાં છે તો બીજી તરફ તંત્ર કાગળ પર જોરશોરથી કામગીરીનો દેખાડો કરી રહ્યું છે.

તંત્રની કામગીરી માત્ર કાગળ પર

થોડા સમય પહેલા સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે એસ જી હાઈવેને ડસ્ટ ફ્રી બનાવવા બાબતે વિચારણા ચાલી રહી છે. સારી વાત છે પરંતુ સમસ્યા પૂર્વમાં ભરપૂર છે. વાહન ચાલકો ભારે પરેશાન છે. રહીશોને હાલાકી પડી રહી છે પરંતુ મનપાના પેટનું જાણે કે પાણીના હલતું હોય તેવી દશા થઈ છે. કારણ કે આ બાબતે વિકાસ જાણે કે પશ્ચિમમાં થતો હોય તેવું લાગી રહ્યું છે. પીરાણા ડમ્પીંગ સાઈટ, ફેકટરીમાંથી નીકળતા પ્રદૂષિત કચરા, ધુમાડા અને પાણીથી લોકો પરેશાન છે. અનેક વખત સાબરમતીને પ્રદૂષિત કરવા બાબતે હાઈકોર્ટ દ્વારા પણ ફટકાર લગાવવામાં આવી છે, પરંતુ મનપા બિન્દાસ્ત છે અને આ સમસ્યા માટે કોઈ નક્કર આયોજનના હોવાનું સામે આવી રહ્યું છે.

પૂર્વના વિસ્તારોમાં સામાન્ય દિવસોમાં પણ AQI હાઈ

અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં સામાન્ય દિવસોમાં AQI હાઈ હોય છે. એવરેજ 125 આસપાસ AQI અમદાવાદ પૂર્વના નારોલ, રખિયાલ, વટવા આસપાસના વિસ્તારમાં રહેતો હોય છે. લોકોને કેમિકલ વાળી ડસ્ટથી પણ તકલીફ ઊભી થતી હોય છે તો પીવાના પાણી માટે પણ અનેક ફરિયાદો લોકો કરતા હોય છે. એવામાં તંત્ર કહી રહ્યું છે કે પોલ્યુશન ઘટાડવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નદી પ્રદૂષિત ના થાય તેના માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે તો હવાના પ્રદૂષણને રોકવા માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, આ સમસ્યા કોઈ એક વિસ્તાર નહીં પરંતુ આશરે 25 લાખ લોકોને નડી રહી છે.

મનપા માત્ર વાયદાઓ કરવામાં નંબર વન!

વાયદાઓ તો અનેક કરવામાં આવી રહ્યા છે, પરંતુ યોગ્ય આયોજનનો અભાવ કહો કે પછી મનપાની બેદરકારી કહો, તેના કારણે પ્રદૂષણમાં વધારો થતો જઈ રહ્યો છે. જેમ પશ્ચિમ અમદાવાદમાં આવી સમસ્યાઓ નહિવત્ છે, એ રીતે અમદાવાદ પૂર્વને પણ વિકસિત કરવામાં આવે તે જરૂરી છે.