Ahmedabad: ભારે વરસાદ બાદ થયેલ ગંદકી દૂર કરવા AMCનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
શહેરના તમામ 48 વોર્ડમાં ટોળા સફાઈ કરવાનું આયોજન સ્થાનિકો તેમજ સફાઈકર્મીઓ વિસ્તારમાં કરશે ટોળા સફાઈ વિવિધ વોર્ડના કોર્પોરેટરો પણ ટોળા સફાઇમાં જોડાશે અમદાવાદ શહેરમાં વરસાદ બાદ વકરેલી ગંદકી દૂર કરવા AMC કમિશનર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના તમામ 48 વોર્ડમાં બપોરે 3 વાગ્યા પછી ટોળા સફાઈ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ વોર્ડના કોર્પોરેટર, સ્થાનિકો તેમજ સફાઈકર્મી સાથે રહીને વિસ્તારમાં ટોળા સફાઈ કરવામાં આવશે. અમદાવાદ ખાડાનગરી બન્યું છે ચોમાસા દરમિયાન અમદાવાદના રોડમાં 19626 ખાડા પડી ચૂક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ખાડા-ભૂવા પડવા કે રોડ બેસી જવાની સૌથી વધુ 5297 ઘટના ઈસ્ટ ઝોનમાં બનેલી છે. રોડમાં ખાડા પડવાની સૌથી વઘુ ઘટનામાં સાઉથ ઝોન 4388 સાથે બીજા, નોર્થ વેસ્ટ ઝોન 3150 સાથે ત્રીજા, નોર્થ ઝોન 2228 સાથે ચોથા સ્થાને છે. આ 19626 પૈકી 19228 રોડ રીપેર પણ કરવામા આવ્યા હોવાનો દાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયો છે જ્યારે 398 રોડમાં હજુ કામગીરી બાકી જ છે. મેઘવિરામ બાદ પણ અનેક ગામોમાં કેડ સમાં પાણી ભરાયાં મેઘવિરામ બાદ પણ રાજ્યનાં અનેક ગામોમાં કેડસમાં પાણી ભરાયેલા છે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘકહેરના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કચ્છમાં ગુરુવારે સાંબેલાધાર વરસાદ વરસવાના કારણે જનજીવન અસ્તવ્યવસ્ત બન્યું હતું. લોકો વરસાદી આફતમાંથી બહાર આવે તે પહેલાં જ અરબ સાગરમાં સક્રિય થયેલા વાવાઝોડાના કારણે માંડવી, મુન્દ્રા અને અબડાસામાં ભારે પવન ફૂંકાતા મુશ્કેલી બેવડાઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- શહેરના તમામ 48 વોર્ડમાં ટોળા સફાઈ કરવાનું આયોજન
- સ્થાનિકો તેમજ સફાઈકર્મીઓ વિસ્તારમાં કરશે ટોળા સફાઈ
- વિવિધ વોર્ડના કોર્પોરેટરો પણ ટોળા સફાઇમાં જોડાશે
અમદાવાદ શહેરમાં વરસાદ બાદ વકરેલી ગંદકી દૂર કરવા AMC કમિશનર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના તમામ 48 વોર્ડમાં બપોરે 3 વાગ્યા પછી ટોળા સફાઈ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ વોર્ડના કોર્પોરેટર, સ્થાનિકો તેમજ સફાઈકર્મી સાથે રહીને વિસ્તારમાં ટોળા સફાઈ કરવામાં આવશે.
અમદાવાદ ખાડાનગરી બન્યું છે
ચોમાસા દરમિયાન અમદાવાદના રોડમાં 19626 ખાડા પડી ચૂક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ખાડા-ભૂવા પડવા કે રોડ બેસી જવાની સૌથી વધુ 5297 ઘટના ઈસ્ટ ઝોનમાં બનેલી છે. રોડમાં ખાડા પડવાની સૌથી વઘુ ઘટનામાં સાઉથ ઝોન 4388 સાથે બીજા, નોર્થ વેસ્ટ ઝોન 3150 સાથે ત્રીજા, નોર્થ ઝોન 2228 સાથે ચોથા સ્થાને છે. આ 19626 પૈકી 19228 રોડ રીપેર પણ કરવામા આવ્યા હોવાનો દાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયો છે જ્યારે 398 રોડમાં હજુ કામગીરી બાકી જ છે.
મેઘવિરામ બાદ પણ અનેક ગામોમાં કેડ સમાં પાણી ભરાયાં
મેઘવિરામ બાદ પણ રાજ્યનાં અનેક ગામોમાં કેડસમાં પાણી ભરાયેલા છે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘકહેરના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કચ્છમાં ગુરુવારે સાંબેલાધાર વરસાદ વરસવાના કારણે જનજીવન અસ્તવ્યવસ્ત બન્યું હતું. લોકો વરસાદી આફતમાંથી બહાર આવે તે પહેલાં જ અરબ સાગરમાં સક્રિય થયેલા વાવાઝોડાના કારણે માંડવી, મુન્દ્રા અને અબડાસામાં ભારે પવન ફૂંકાતા મુશ્કેલી બેવડાઈ હતી.