Ahmedabad: નારોલમાં ફટાકડા ફોડવાની તકરારમાં અસામાજિક તત્વોનો આતંક, પરિવાર પર હુમલો
અમદાવાદમાં મંદિરના સાધુની ગુંડાગર્દી સામે આવી છે. નારોલમાં એક પરિવાર પર હુમલો કરી ઘરમાં તોડફોડ અને દાદાગીરીના વીડિયો સામે આવ્યા છે. ફટાકડા ફોડવાની તકરારમાં સાધુએ અસામાજિક તત્વોને બોલાવીને હુમલો કરાવ્યો. નારોલ પોલીસે સાધુ સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાધુના વેશમાં હુમલાખોર અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. આ આંતક મચાવનાર એક સાધુ અને તેના સેવકો છે. ઘટના છે નારોલ વિસ્તારમાં આવેલા પૂજા રેસિડેન્સીની. આ સોસાયટીમાં રહેતા વેપારી આકાશ ગુપ્તા અને તેમનો પરિવાર રાત્રે ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે પાડોશમાં રહેતા સાધુ જગદીશ મહારાજ અને તેમના પરિવાર વચ્ચે ફટાકડાને લઈને ઝઘડો થયો. અને ત્યાર બાદ જગદીશ મહારાજે અસામાજિક તત્વોને બોલાવ્યા હતા. આ અસામાજિક તત્વો લાકડીઓ અને પાઇપો લઈને ઘરમાં ઘુસી ગયા હતા. અને પરિવાર પર હુમલો કરીને ઘરમાં અને વાહનોમાં તોડફોડ કરીને આંતક મચાવી દીધો હતો. આ સમગ્ર ઘટના CCTV અને વીડિયોમાં કેદ થઈ હતી. આ હુમલામાં પરિવારના 3 જેટલા સભ્યો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાધુની ગુંડાગર્દી અને આંતકથી પરિવારમાં દહેશત ફેલાઈ હતી. અને તેઓ રક્ષણની માગ કરી રહ્યા છે. નારોલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો નારોલ પોલીસે તોડફોડ અને મારામારીમાં જગદીશ મહારાજ, રોહિત રાજપૂત અને કિરણબેન વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જગદીશ મહારાજ જમાલપુર જગન્નાથ મંદિરમાં મહાવત તરીકે સેવા આપે છે. જ્યારે સિદ્ધિ વિનાયક મંદિરમાં પણ સેવા આપે છે. સાધુ તરીકે જાણીતા આ જગદીશ મહારાજની દાદાગીરી વીડિયોમાં કેદ થઈ છે. પોતાના ચેલાઓને બોલાવીને ગુપ્તા પરિવાર પર હુમલો કરાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. આકાશ ગુપ્તા જમાલપુરમાં કરીયાણાની દુકાન ચલાવે છે. જ્યારે છેલ્લા 4 વર્ષથી આ સોસાયટીમાં રહે છે. જ્યારે જગદીશ મહારાજ 2 વર્ષ પહેલાં પાડોશમાં રહેવા આવ્યા છે. ગયા વર્ષે પણ દિવાળીના પર્વમાં બન્ને પરિવાર વચ્ચે ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો. પરંતુ સમાધાન થઈ ગયું હતું. જેથી પોલીસ ફરિયાદ થઈ ન હતી. જ્યારે આ વખતે જગદીશ મહારાજએ ગુંડા બોલાવીને તોડફોડ કરાવતા નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અસામાજિક તત્વો કોણ છે? પાડોશીઓ વચ્ચેના ઝઘડામાં તોડફોડ કરવા આવેલા અસામાજિક તત્વો કોણ છે જે મુદ્દે પોલીસે પરિવારના નિવેદન લઈને પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત ઘટના બાદ સાધુ જગદીશ મહારાજ ફરાર થઇ જતા જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં મંદિરના સાધુની ગુંડાગર્દી સામે આવી છે. નારોલમાં એક પરિવાર પર હુમલો કરી ઘરમાં તોડફોડ અને દાદાગીરીના વીડિયો સામે આવ્યા છે. ફટાકડા ફોડવાની તકરારમાં સાધુએ અસામાજિક તત્વોને બોલાવીને હુમલો કરાવ્યો. નારોલ પોલીસે સાધુ સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સાધુના વેશમાં હુમલાખોર
અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. આ આંતક મચાવનાર એક સાધુ અને તેના સેવકો છે. ઘટના છે નારોલ વિસ્તારમાં આવેલા પૂજા રેસિડેન્સીની. આ સોસાયટીમાં રહેતા વેપારી આકાશ ગુપ્તા અને તેમનો પરિવાર રાત્રે ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે પાડોશમાં રહેતા સાધુ જગદીશ મહારાજ અને તેમના પરિવાર વચ્ચે ફટાકડાને લઈને ઝઘડો થયો. અને ત્યાર બાદ જગદીશ મહારાજે અસામાજિક તત્વોને બોલાવ્યા હતા. આ અસામાજિક તત્વો લાકડીઓ અને પાઇપો લઈને ઘરમાં ઘુસી ગયા હતા. અને પરિવાર પર હુમલો કરીને ઘરમાં અને વાહનોમાં તોડફોડ કરીને આંતક મચાવી દીધો હતો. આ સમગ્ર ઘટના CCTV અને વીડિયોમાં કેદ થઈ હતી. આ હુમલામાં પરિવારના 3 જેટલા સભ્યો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાધુની ગુંડાગર્દી અને આંતકથી પરિવારમાં દહેશત ફેલાઈ હતી. અને તેઓ રક્ષણની માગ કરી રહ્યા છે.
નારોલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો
નારોલ પોલીસે તોડફોડ અને મારામારીમાં જગદીશ મહારાજ, રોહિત રાજપૂત અને કિરણબેન વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જગદીશ મહારાજ જમાલપુર જગન્નાથ મંદિરમાં મહાવત તરીકે સેવા આપે છે. જ્યારે સિદ્ધિ વિનાયક મંદિરમાં પણ સેવા આપે છે. સાધુ તરીકે જાણીતા આ જગદીશ મહારાજની દાદાગીરી વીડિયોમાં કેદ થઈ છે. પોતાના ચેલાઓને બોલાવીને ગુપ્તા પરિવાર પર હુમલો કરાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. આકાશ ગુપ્તા જમાલપુરમાં કરીયાણાની દુકાન ચલાવે છે. જ્યારે છેલ્લા 4 વર્ષથી આ સોસાયટીમાં રહે છે. જ્યારે જગદીશ મહારાજ 2 વર્ષ પહેલાં પાડોશમાં રહેવા આવ્યા છે. ગયા વર્ષે પણ દિવાળીના પર્વમાં બન્ને પરિવાર વચ્ચે ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો. પરંતુ સમાધાન થઈ ગયું હતું. જેથી પોલીસ ફરિયાદ થઈ ન હતી. જ્યારે આ વખતે જગદીશ મહારાજએ ગુંડા બોલાવીને તોડફોડ કરાવતા નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અસામાજિક તત્વો કોણ છે?
પાડોશીઓ વચ્ચેના ઝઘડામાં તોડફોડ કરવા આવેલા અસામાજિક તત્વો કોણ છે જે મુદ્દે પોલીસે પરિવારના નિવેદન લઈને પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત ઘટના બાદ સાધુ જગદીશ મહારાજ ફરાર થઇ જતા જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.