PMના આગમન પૂર્વે અમદાવાદના રસ્તાઓની થઈ કાયાપલટ, તંત્ર લાગી ગયુ હતુ કામે

અમદાવમાં પીએમ નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે ત્યારે પીએમના આગમન પહેલા અમદાવાદ મનપા દ્રારા રોડનું સમારકામ કરીને રોડ નવા બનાવી દેવામાં આવ્યા છે,જાણે રોડ પર જાદુઈ છડી ફેરવાઈ હોય તેવા રોડ મસ્ત થઈ ગયા છે.એરપોર્ટથી વડસર એરફીર્સ સ્ટેશનના રોડની કાયાપલટ તેમજ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગરના રોડની કાયાપલટ થઈ છે.GMDC ગ્રાઉન્ડથી દૂરદર્શન સુધીનો રોડ ચકાચક થઈ ગયો છે.દૂરદર્શન રોડથી સોલા ભાગવતનો રોડ પણ ચકાચક થયો છે. ડ્રાઇવીન રોડનો એક તરફનો માર્ગ રખાયો ખખડધજ એક તરફ શહેરમાં જયારે પીએમ આવવાના છે તેનો ઉત્સાહ તો છે સાથે સાથે તંત્ર પણ રોડ રસ્તાને લઈ અચાનક સતર્ક થયું છે.પીએમ જે રોડ પરથી નીકળવાના છે તે રોડ સારા બનાવી દેવાયા પરંતુ બીજી તરફ ડ્રાઈવીન તરફનો એક માર્ગ છે તે હજી પણ ખખડધજ હાલતમાં રહેલો છે,તંત્ર રાતોરાત રસ્તા બનાવવાની કામગીરીમાં લાગ્યું હતુ અને પીએમ મોદી જે રોડ પરથી નીકળવાના છે ત્યાં સફાઈ કામદારો દ્રારા સફાઈ પણ કરવામાં આવી છે,એક તરફ રોડનું કામ તો બીજી તરફ શહેરીજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. AMCની બેવડી નીતિથી શહેરીજનોમાં આક્રોશ એક તરફ પીએમના અમદાવાદ આગમનને લઈ રોડ બનાવવામાં આવ્યો તો બીજી તરફ શહેરીજનોમાં આક્રોશ છે,શહેરીજનોનું કહેવું છે કે,અમદાવાજદ આખામાં કેમ રાતોરાત રસ્તાઓ નથી બનતા,શું પીએમ આવે તો જ રસ્તા બને છે ? શહેરીજનોનું કહેવું છે કે,કરોડો રૂપિયાનો ટેકસ શહેરીજનો ભરે છે તેમ છત્તા કોઈ રોડ રસ્તા વરસાદ પહેલા કે વરસાદ પછી બન્યા છે.તો એક બાજુનો રસ્તો નવો બીજી બાજુ ખરાબ એવું કેવું તેવો આક્રોશ શહેરીજનો ઠાલવી રહ્યાં છે. 48 કિ.મી.ના રસ્તાનું રિપેરીંગ કરી દેવામાં આવ્યું અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે જિલ્લાના 102.50 કિ.મી.ના રસ્તા ક્ષતિગ્રસ્ત થયા હતા. જોકે, વરસાદ અટક્યાના માત્ર બે જ દિવસમાં 48 કિ.મી.ના રસ્તાનું રિપેરીંગ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત અન્ય બાકી રહેલા રસ્તાઓના રિપેરીંગની કામગીરી પણ ઝડપથી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શનમાં ભારે વરસાદને લીધે ક્ષતિગ્રસ્ત થયેલા જિલ્લાના નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, રિ-સરફેસિંગ, મેટલવર્કની કામગીરી પૂરપાટ વેગે આગળ વધી રહી હોવાની વિગતો સામે આવી છે.  

PMના આગમન પૂર્વે અમદાવાદના રસ્તાઓની થઈ કાયાપલટ, તંત્ર લાગી ગયુ હતુ કામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવમાં પીએમ નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે ત્યારે પીએમના આગમન પહેલા અમદાવાદ મનપા દ્રારા રોડનું સમારકામ કરીને રોડ નવા બનાવી દેવામાં આવ્યા છે,જાણે રોડ પર જાદુઈ છડી ફેરવાઈ હોય તેવા રોડ મસ્ત થઈ ગયા છે.એરપોર્ટથી વડસર એરફીર્સ સ્ટેશનના રોડની કાયાપલટ તેમજ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગરના રોડની કાયાપલટ થઈ છે.GMDC ગ્રાઉન્ડથી દૂરદર્શન સુધીનો રોડ ચકાચક થઈ ગયો છે.દૂરદર્શન રોડથી સોલા ભાગવતનો રોડ પણ ચકાચક થયો છે.

ડ્રાઇવીન રોડનો એક તરફનો માર્ગ રખાયો ખખડધજ

એક તરફ શહેરમાં જયારે પીએમ આવવાના છે તેનો ઉત્સાહ તો છે સાથે સાથે તંત્ર પણ રોડ રસ્તાને લઈ અચાનક સતર્ક થયું છે.પીએમ જે રોડ પરથી નીકળવાના છે તે રોડ સારા બનાવી દેવાયા પરંતુ બીજી તરફ ડ્રાઈવીન તરફનો એક માર્ગ છે તે હજી પણ ખખડધજ હાલતમાં રહેલો છે,તંત્ર રાતોરાત રસ્તા બનાવવાની કામગીરીમાં લાગ્યું હતુ અને પીએમ મોદી જે રોડ પરથી નીકળવાના છે ત્યાં સફાઈ કામદારો દ્રારા સફાઈ પણ કરવામાં આવી છે,એક તરફ રોડનું કામ તો બીજી તરફ શહેરીજનોમાં આક્રોશ જોવા મળ્યો છે.


AMCની બેવડી નીતિથી શહેરીજનોમાં આક્રોશ

એક તરફ પીએમના અમદાવાદ આગમનને લઈ રોડ બનાવવામાં આવ્યો તો બીજી તરફ શહેરીજનોમાં આક્રોશ છે,શહેરીજનોનું કહેવું છે કે,અમદાવાજદ આખામાં કેમ રાતોરાત રસ્તાઓ નથી બનતા,શું પીએમ આવે તો જ રસ્તા બને છે ? શહેરીજનોનું કહેવું છે કે,કરોડો રૂપિયાનો ટેકસ શહેરીજનો ભરે છે તેમ છત્તા કોઈ રોડ રસ્તા વરસાદ પહેલા કે વરસાદ પછી બન્યા છે.તો એક બાજુનો રસ્તો નવો બીજી બાજુ ખરાબ એવું કેવું તેવો આક્રોશ શહેરીજનો ઠાલવી રહ્યાં છે.

48 કિ.મી.ના રસ્તાનું રિપેરીંગ કરી દેવામાં આવ્યું

અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે જિલ્લાના 102.50 કિ.મી.ના રસ્તા ક્ષતિગ્રસ્ત થયા હતા. જોકે, વરસાદ અટક્યાના માત્ર બે જ દિવસમાં 48 કિ.મી.ના રસ્તાનું રિપેરીંગ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત અન્ય બાકી રહેલા રસ્તાઓના રિપેરીંગની કામગીરી પણ ઝડપથી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શનમાં ભારે વરસાદને લીધે ક્ષતિગ્રસ્ત થયેલા જિલ્લાના નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, રિ-સરફેસિંગ, મેટલવર્કની કામગીરી પૂરપાટ વેગે આગળ વધી રહી હોવાની વિગતો સામે આવી છે.