Ahmedabad: મંજૂરી વિના ફી ઉઘરાવતી ઈન્ડસ યુનિવર્સિટીને FRCએ રૂપિયા 50 હજારનો દંડ

Dec 11, 2024 - 01:00
Ahmedabad: મંજૂરી વિના ફી ઉઘરાવતી ઈન્ડસ યુનિવર્સિટીને FRCએ રૂપિયા 50 હજારનો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના રાચરડા ખાતે આવેલી ઈન્ડસ યુનિવર્સિટીને મંજૂરી વિના ફી ઉઘરાવવાની ગેરરીતિને લઈ રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ યુનિવર્સિટી દ્વારા વર્ષ-2023-24માં શરૂ કરેલ ડિપ્લોમા પ્રોગ્રામની ફી નિયત કરાવવાની તસદી લીધી નહોતી.

જે અંગેની ટેક્નિકલ કોલેજોની ફી રેગ્યુલેટરી કમિટીને ફરિયાદ મળતાં યુનિવર્સિટીને નસ્ટિસ આપી હતી, જેમાં યુનિ.એ પોતાની ભૂલ સ્વીકારતા પ્રથમ ભૂલને ધ્યાને રાખી દંડનીય કાર્યવાહી કરાઈ છે. આ સાથે કમિટીએ વિદ્યાર્થીઓને તાકીદ કરી છે કે, કમિટીએ મંજૂર કર્યા ઉપરાંત વધારાની કોઈ સંસ્થા દ્વારા ફી વસૂલવામાં આવતી હોય તો તેની કમિટીને ફરિયાદ કરવી.ટેક્નિકલ કોલેજોની ફી કમિટીએ વિદ્યાર્થીઓને તાકીદ કરી છે કે, કોઈ સંસ્થા વિદ્યાર્થી પાસેથી સમિતી દ્વારા નિર્ધારિત કરાયેલ ફી માળખા ઉપરાંત વધારાની ફી જેવી કે લાઇબ્રેરી ફી, લેબોરેટરી ફી, કમ્પ્યુટર ફી, કોષન મની, જીમખાના ફી, ઈન્ટરનેટ, યુનિવર્સિટી એફિલેશન ફી, સ્પોર્ટ્સ અને રિક્રિયેશન, સેલ્ફ અને પર્સનાલિટી ડેવલોપમેન્ટ ફી જેવા જુદા જુદા મથાળા હેઠળ ડિપોઝિટ જેવી અન્ય ફી લેતી હોય તો વિદ્યાર્થી સમિતિએ નક્કી કરેલ કાર્યપ્રણાલીને અનુસરી ફરિયાદ કરવા જણાવવામાં આવે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0