જંત્રીના દરમાં વધારાને લઈ GIHEDએ નોંધાવ્યો વિરોધ, લોકોને થશે ખુબ મોટી અસર
રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રી દર જાહેર કરવામાં આવ્યા છે, જે બેથી ત્રણ ગણા વધી ગયા હોવાના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરથી લઈને સામાન્ય નાગરિકોને ખૂબ મોટી અસર થવાની છે. ક્રેડાઈ અમદાવાદ GIHED દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી એક સાથે જંત્રી દરના વધારાને લઈ વિરોધ નોંધાવ્યો છે.વાંધા સૂચનો રજૂ કરવા માટે 31 માર્ચ 2025 સુધીનો સમય માગવામાં આવ્યો સૂચિત જંત્રી દરના વાંધા સૂચનો રજૂ કરવા માટે 30 દિવસની જગ્યાએ 31 માર્ચ 2025 સુધીનો સમય માગવામાં આવ્યો છે. વાંધા સૂચનો રજૂ કરવા માટેના ઓનલાઈન પ્રક્રિયાની સાથે ઓફલાઈન પ્રક્રિયા પણ કલેક્ટર અથવા મામલતદાર ઓફિસમાં કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા પણ માગ કરી છે. CREDAI અમદાવાદના પ્રમુખે જણાવ્યું કે જે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011માં નવી જંત્રી બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ 12 વર્ષ સુધી કોઈ વધારો તેમાં કરવામાં આવ્યો નથી. 12 વર્ષથી જંત્રીમાં સરકારે નથી કર્યો કોઈ વધારો શહેરમાં ડેવલપમેન્ટને લઈને જંત્રી દરમાં વધારો કરવો જોઈએ, પરંતુ સમયસર દર વર્ષે વધારો કરવો જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્ય સરકારે 12 વર્ષ સુધી કોઈ વધારો કર્યો નહીં અને વર્ષ 2023માં માર્ચ મહિનામાં જંત્રી ડબલ કરી દેવાની રાતોરાત જાહેરાત કરી દેવામાં આવી હતી. જે તે સમયે પણ CREDAI ગુજરાત અને અમદાવાદ દ્વારા કહ્યું હતું કે સરકારે રિવ્યુ કર્યા વગર બજાર પર કેવી અસર થશે તે અંગે વિચાર કર્યા વિના જ આ જાહેરાત કરી દીધી હતી. 200થી લઈ 2000 ટકા સુધીનો સૂચિત વધારો કરવામાં આવ્યો ક્રેડાઈ અમદાવાદ દ્વારા સૂચિત જંત્રી દરને લઈને અભ્યાસ કર્યો છે. જેમાં પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે કે, 200થી લઈ 2000 ટકા સુધીનો સૂચિત વધારો કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં ટકાવારી ઓછી હશે, પરંતુ ગામડાઓ અને નાના શહેરોમાં ખૂબ વધારે ટકાવારી આ પહોંચશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રી દર જાહેર કરવામાં આવ્યા છે, જે બેથી ત્રણ ગણા વધી ગયા હોવાના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરથી લઈને સામાન્ય નાગરિકોને ખૂબ મોટી અસર થવાની છે. ક્રેડાઈ અમદાવાદ GIHED દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી એક સાથે જંત્રી દરના વધારાને લઈ વિરોધ નોંધાવ્યો છે.
વાંધા સૂચનો રજૂ કરવા માટે 31 માર્ચ 2025 સુધીનો સમય માગવામાં આવ્યો
સૂચિત જંત્રી દરના વાંધા સૂચનો રજૂ કરવા માટે 30 દિવસની જગ્યાએ 31 માર્ચ 2025 સુધીનો સમય માગવામાં આવ્યો છે. વાંધા સૂચનો રજૂ કરવા માટેના ઓનલાઈન પ્રક્રિયાની સાથે ઓફલાઈન પ્રક્રિયા પણ કલેક્ટર અથવા મામલતદાર ઓફિસમાં કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા પણ માગ કરી છે. CREDAI અમદાવાદના પ્રમુખે જણાવ્યું કે જે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011માં નવી જંત્રી બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ 12 વર્ષ સુધી કોઈ વધારો તેમાં કરવામાં આવ્યો નથી.
12 વર્ષથી જંત્રીમાં સરકારે નથી કર્યો કોઈ વધારો
શહેરમાં ડેવલપમેન્ટને લઈને જંત્રી દરમાં વધારો કરવો જોઈએ, પરંતુ સમયસર દર વર્ષે વધારો કરવો જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્ય સરકારે 12 વર્ષ સુધી કોઈ વધારો કર્યો નહીં અને વર્ષ 2023માં માર્ચ મહિનામાં જંત્રી ડબલ કરી દેવાની રાતોરાત જાહેરાત કરી દેવામાં આવી હતી. જે તે સમયે પણ CREDAI ગુજરાત અને અમદાવાદ દ્વારા કહ્યું હતું કે સરકારે રિવ્યુ કર્યા વગર બજાર પર કેવી અસર થશે તે અંગે વિચાર કર્યા વિના જ આ જાહેરાત કરી દીધી હતી.
200થી લઈ 2000 ટકા સુધીનો સૂચિત વધારો કરવામાં આવ્યો
ક્રેડાઈ અમદાવાદ દ્વારા સૂચિત જંત્રી દરને લઈને અભ્યાસ કર્યો છે. જેમાં પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે કે, 200થી લઈ 2000 ટકા સુધીનો સૂચિત વધારો કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં ટકાવારી ઓછી હશે, પરંતુ ગામડાઓ અને નાના શહેરોમાં ખૂબ વધારે ટકાવારી આ પહોંચશે.