અનરાધાર વરસાદથી ગાંધીનગર જિલ્લો જળ તરબોળ

શહેર અને જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદના પગલે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ તુટી પડતાં હાલાકીગાંધીનગર :  સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં થયેલા ફેરબદલના પગલે વરસાદી સિસ્ટમ સક્રિય થતા તમામ જિલ્લાઓ વરસાદની ઝપેટમાં આવી ગયા છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં બીજો રાઉન્ડ આક્રમક બન્યો હોય તે પ્રકારે વરસાદ પડી રહ્યો છે.ત્રણ ચાર દિવસથી જિલ્લામાં મેઘરાજા પણ મનમૂકીને  મહેર કરી રહ્યા છે. ત્યારે સાતમ આઠમના તહેવારોમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેની અસર મંગળવાર સુધી અનુભવવા મળી હતી ત્યારે છેલ્લા ૪૮ કલાકમાં સતત પડી રહેલા વરસાદના પગલે દહેગામ અને માણસા પંથકમાં  આઠ ઇંચ જ્યારે કલોલ અને ગાંધીનગર તાલુકા વિસ્તારમાં છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં પણ મેઘરાજાની મહેર યથાવત રહેતા વધુ સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના પગલે સમગ્ર જિલ્લો પાણીથી તરબતર થઈ ગયો છે.સમગ્ર રાજ્યમાં ચારે તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થતા છેલ્લા બે ત્રણ દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. આ વાતાવરણની અસર ગાંધીનગર શહેર અને જિલ્લા ઉપર અનુભવવા મળી હોય તે પ્રકારે ગાંધીનગર દહેગામ   સહિત કલોલ અને માણસામાં મોસમનો બીજો રાઉન્ડ આક્રમક બન્યો હોય તે પ્રકારે વાતાવરણ અનુભવવા મળી રહ્યું છે. તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં ચોમાસાની મોસમ જામી હોય તે પ્રકારે વરસાદ પડી રહ્યો છે.ત્યારે સાતમ-આઠમના તહેવારોમાં અચાનક વાતાવરણમાં ફેરફાર થતાં ધોધમાર વરસાદ પડયો હતો. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનના પારામાં વધઘટ નોંધાવા પામી છે. ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે.વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાયો હતો.ત્યારે મંગળવારે પણ દિવસ દરમિયાન સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો અને મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.ભેજના પ્રમાણમાં થઈ રહેલા વધારાના પગલે ગાંધીનગર શહેર અને જિલ્લામાં   વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.ત્યારે છેલ્લા ૪૮ કલાક દરમિયાન જિલ્લાના માણસા અને દહેગામ પંથકમાં આઠ ઇંચથી વધુ અને કલોલ તથા ગાંધીનગર તાલુકામાં છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આમ સતત પડી રહેલા વરસાદના કારણે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો ગ્રામજનોને કરવો પડી રહ્યો છે તો નિચાણવાળા ઘણા વિસ્તારો પાણીથી તરબતર થઈ ગયા છે.શહેર અને જિલ્લાના આકાશમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં પણ ખુશાલી વ્યાપી છે.રાજ્યના પાટનગરમાં પણ મન મૂકીને મેઘ મહેર થતા શહેર અને આસપાસના ન્યુ ગાંધીનગરના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો ખોદકામની પ્રવૃત્તિના પગલે અનેક વિસ્તારોમાં જમીન બેસી જવાના કારણે ભુવા પડયા છે જેના પગલે સ્થાનિક રહીશો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે.રાજ્યના પાટનગરમાં ૨ દિવસ દરમિયાન સાત ઇંચ વરસાદગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે. ત્યારે રાજ્યના પાટનગરમાં પણ આ વાતાવરણની અસર અનુભવવા મળી હોય તે પ્રકારે ચોમાસાની મોસમ જામી છે. છેલ્લા ૪૮ કલાક દરમિયાન ગાંધીનગર શહેરમાં ૧૭૮ એમએમ એટલે કે સાત ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જેના પગલે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે. તો સાતમ-આઠમના તહેવારોમાં પણ વરસાદ ચાલુ રહેતા નગરજનોએ ઘરમાં જ રહેવાનું મુનાસિફ માન્યું હતું. તો બીજી તરફ ન્યુ ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે હેરાન પરેશાન થવાની નોબત આવી હતી.બે મકાનો ધરાશયી-જિલ્લામાં કુલ આઠ પશુનાં મોત નિપજ્યાગાંધીનગરના કલોલમાં કલ્યાણપુરામાં કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા બે વ્યક્તિના મોત નિપજ્યા છે ત્યારે ડભોડા ગામમાં એક અને ટીંટોડા ગામમાં બે મકાન ઘરાશાઇ થવાની ઘટના બની છે. ગાંધીનગર જિલ્લા કલેકટરેે જણાવ્યું હતું કે, વરસાદના કારણે જિલ્લાના ચાર તાલુકામાં કુલ ૮ પશુઓના મરણ થયા છે. જેમાં દહેગામ ૨, ગાંધીનગર- ૩ અને માણસા તાલુકામાં ૩ પશુઓનું મરણ થયું છે. જેમાંથી ૭ પશુઓના માલિકને પશુ મૃત્યૃ સહાયની રકમની ચુકવણી કરવામાં આવી છે. આજે ગાંધીનગર શહેર જિલ્લાની તમામ સ્કૂલો બંધ રહેશે ઃ કલેકટર સમગ્ર ગુજરાતમાં હાલ મેઘ તાંડવની સ્થિતિ છે. આકાશી આફાત વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર સતત દોડતું રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને બુધવારે શહેર જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ, મહેસાણા સહિતના તમામ જિલ્લાઓની સાથે ગાંધીનગર શહેર જિલ્લાની પણ ખાનગી તથા સરકારી તમામ શાળાઓ બુધવારે બંધ રહેશે. પ્રાથમિક માધ્યમિક શાળાઓ ઉપરાંત આવતીકાલે તમામ આંગણવાડીઓ પણ બંધ રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

અનરાધાર વરસાદથી ગાંધીનગર જિલ્લો જળ તરબોળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


શહેર અને જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદના પગલે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ તુટી પડતાં હાલાકી

ગાંધીનગર :  સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં થયેલા ફેરબદલના પગલે વરસાદી સિસ્ટમ સક્રિય થતા તમામ જિલ્લાઓ વરસાદની ઝપેટમાં આવી ગયા છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં બીજો રાઉન્ડ આક્રમક બન્યો હોય તે પ્રકારે વરસાદ પડી રહ્યો છે.ત્રણ ચાર દિવસથી જિલ્લામાં મેઘરાજા પણ મનમૂકીને  મહેર કરી રહ્યા છે. ત્યારે સાતમ આઠમના તહેવારોમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેની અસર મંગળવાર સુધી અનુભવવા મળી હતી ત્યારે છેલ્લા ૪૮ કલાકમાં સતત પડી રહેલા વરસાદના પગલે દહેગામ અને માણસા પંથકમાં  આઠ ઇંચ જ્યારે કલોલ અને ગાંધીનગર તાલુકા વિસ્તારમાં છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં પણ મેઘરાજાની મહેર યથાવત રહેતા વધુ સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના પગલે સમગ્ર જિલ્લો પાણીથી તરબતર થઈ ગયો છે.

સમગ્ર રાજ્યમાં ચારે તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થતા છેલ્લા બે ત્રણ દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. આ વાતાવરણની અસર ગાંધીનગર શહેર અને જિલ્લા ઉપર અનુભવવા મળી હોય તે પ્રકારે ગાંધીનગર દહેગામ   સહિત કલોલ અને માણસામાં મોસમનો બીજો રાઉન્ડ આક્રમક બન્યો હોય તે પ્રકારે વાતાવરણ અનુભવવા મળી રહ્યું છે. તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં ચોમાસાની મોસમ જામી હોય તે પ્રકારે વરસાદ પડી રહ્યો છે.ત્યારે સાતમ-આઠમના તહેવારોમાં અચાનક વાતાવરણમાં ફેરફાર થતાં ધોધમાર વરસાદ પડયો હતો. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનના પારામાં વધઘટ નોંધાવા પામી છે. ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે.વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાયો હતો.ત્યારે મંગળવારે પણ દિવસ દરમિયાન સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો અને મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.ભેજના પ્રમાણમાં થઈ રહેલા વધારાના પગલે ગાંધીનગર શહેર અને જિલ્લામાં   વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.ત્યારે છેલ્લા ૪૮ કલાક દરમિયાન જિલ્લાના માણસા અને દહેગામ પંથકમાં આઠ ઇંચથી વધુ અને કલોલ તથા ગાંધીનગર તાલુકામાં છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આમ સતત પડી રહેલા વરસાદના કારણે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો ગ્રામજનોને કરવો પડી રહ્યો છે તો નિચાણવાળા ઘણા વિસ્તારો પાણીથી તરબતર થઈ ગયા છે.શહેર અને જિલ્લાના આકાશમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં પણ ખુશાલી વ્યાપી છે.રાજ્યના પાટનગરમાં પણ મન મૂકીને મેઘ મહેર થતા શહેર અને આસપાસના ન્યુ ગાંધીનગરના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો ખોદકામની પ્રવૃત્તિના પગલે અનેક વિસ્તારોમાં જમીન બેસી જવાના કારણે ભુવા પડયા છે જેના પગલે સ્થાનિક રહીશો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે.

રાજ્યના પાટનગરમાં ૨ દિવસ દરમિયાન સાત ઇંચ વરસાદ

ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે. ત્યારે રાજ્યના પાટનગરમાં પણ આ વાતાવરણની અસર અનુભવવા મળી હોય તે પ્રકારે ચોમાસાની મોસમ જામી છે. છેલ્લા ૪૮ કલાક દરમિયાન ગાંધીનગર શહેરમાં ૧૭૮ એમએમ એટલે કે સાત ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જેના પગલે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે. તો સાતમ-આઠમના તહેવારોમાં પણ વરસાદ ચાલુ રહેતા નગરજનોએ ઘરમાં જ રહેવાનું મુનાસિફ માન્યું હતું. તો બીજી તરફ ન્યુ ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે હેરાન પરેશાન થવાની નોબત આવી હતી.

બે મકાનો ધરાશયી-જિલ્લામાં કુલ આઠ પશુનાં મોત નિપજ્યા

ગાંધીનગરના કલોલમાં કલ્યાણપુરામાં કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા બે વ્યક્તિના મોત નિપજ્યા છે ત્યારે ડભોડા ગામમાં એક અને ટીંટોડા ગામમાં બે મકાન ઘરાશાઇ થવાની ઘટના બની છે. ગાંધીનગર જિલ્લા કલેકટરેે જણાવ્યું હતું કે, વરસાદના કારણે જિલ્લાના ચાર તાલુકામાં કુલ ૮ પશુઓના મરણ થયા છે. જેમાં દહેગામ ૨, ગાંધીનગર- ૩ અને માણસા તાલુકામાં ૩ પશુઓનું મરણ થયું છે. જેમાંથી ૭ પશુઓના માલિકને પશુ મૃત્યૃ સહાયની રકમની ચુકવણી કરવામાં આવી છે.

આજે ગાંધીનગર શહેર જિલ્લાની તમામ સ્કૂલો બંધ રહેશે ઃ કલેકટર

સમગ્ર ગુજરાતમાં હાલ મેઘ તાંડવની સ્થિતિ છે. આકાશી આફાત વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર સતત દોડતું રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને બુધવારે શહેર જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ, મહેસાણા સહિતના તમામ જિલ્લાઓની સાથે ગાંધીનગર શહેર જિલ્લાની પણ ખાનગી તથા સરકારી તમામ શાળાઓ બુધવારે બંધ રહેશે. પ્રાથમિક માધ્યમિક શાળાઓ ઉપરાંત આવતીકાલે તમામ આંગણવાડીઓ પણ બંધ રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે.