Ahmedabad પોલીસે ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવતી ગેંગના 12 લોકોની કરી ધરપકડ
શહેરમાં વધુ એક યુવતી ડિજિટલ અરેસ્ટનો ભોગ બની છે. નારણપુરાના અંકુર ચાર રસ્તા પાસે રહેતી યુવતીને 15મી ઓક્ટોબરના દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેણે થાઈલેન્ડ મોકલાવેલા પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે.બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયા RBIમાં જમા કરાવવા પડશે તેમ કહી રૂપિયા પડાવ્યા ત્યારબાદ બીજો ફોન કરી યુવતીને યેન કેન પ્રકારે ડરાવી ધમકાવીને જુદી જુદી એજન્સીઓના બનાવટી કાગળો બતાવ્યા હતા અને ફરિયાદીની વિગતોની પી.ડી.એફ ફાઈલ પણ મોકલી આપી હતી. બાદમાં તેના બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયા RBIમાં જમા કરાવવા પડશે અને વેરિફિકેશન બાદ રૂપિયા પરત મળશે તેમ કહીને બેંક એકાઉન્ટમાં જમા રૂપિયા તેમજ પર્સનલ લોન એમ કુલ રૂપિયા 4 લાખ 92 હજાર પડાવી લીધા હતા. નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી રૂપિયા પડાવી લીધા બાદ યુવતીને બર્થ માર્ક જાણવા માટે કપડા ઉતારવા માટે પણ કહ્યું હતું. જો કે યુવતીએ સ્પષ્ટ ના કહી દીધી હતી. એટલું જ નહીં આરોપીઓએ યુવતીના પાડોશીને વીડિયો કોલમાં બોલાવીને તેમણે આ યુવતી સાથે ડિજિટલ એરેસ્ટના નામે છેતરપિંડી કરી હોવાની જાણ કરી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ યુવતી નારણપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબરની વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને સફળતા મળતા ગણતરીના દિવસોમાં ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ સહિત અલગ અલગ રાજ્યોના 12 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. પોલીસે 2 લેપટોપ, 17 મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ કર્યો જપ્ત આરોપીઓ પાસેથી પોલીસે 2 લેપટોપ, 17 મોબાઈલ, 11 ચેકબૂક, 8 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચાઈનીઝ હેન્ડલરો ટેલીગ્રામ મારફતે અલગ અલગ ચેનલ બનાવી તેમાં સભ્યોને એડ કરી લોભામણી જાહેરાતો આપી તગડું કમિશન કે ઊંચા પગાર આપવાની લાલચ આપીને બેંક એકાઉન્ટ મેળવી, જેમાં ફ્રોડના રૂપિયા ડિપોઝિટ કરાવે છે. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આ ગેંગના મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરમાં વધુ એક યુવતી ડિજિટલ અરેસ્ટનો ભોગ બની છે. નારણપુરાના અંકુર ચાર રસ્તા પાસે રહેતી યુવતીને 15મી ઓક્ટોબરના દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેણે થાઈલેન્ડ મોકલાવેલા પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે.
બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયા RBIમાં જમા કરાવવા પડશે તેમ કહી રૂપિયા પડાવ્યા
ત્યારબાદ બીજો ફોન કરી યુવતીને યેન કેન પ્રકારે ડરાવી ધમકાવીને જુદી જુદી એજન્સીઓના બનાવટી કાગળો બતાવ્યા હતા અને ફરિયાદીની વિગતોની પી.ડી.એફ ફાઈલ પણ મોકલી આપી હતી. બાદમાં તેના બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયા RBIમાં જમા કરાવવા પડશે અને વેરિફિકેશન બાદ રૂપિયા પરત મળશે તેમ કહીને બેંક એકાઉન્ટમાં જમા રૂપિયા તેમજ પર્સનલ લોન એમ કુલ રૂપિયા 4 લાખ 92 હજાર પડાવી લીધા હતા.
નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી
રૂપિયા પડાવી લીધા બાદ યુવતીને બર્થ માર્ક જાણવા માટે કપડા ઉતારવા માટે પણ કહ્યું હતું. જો કે યુવતીએ સ્પષ્ટ ના કહી દીધી હતી. એટલું જ નહીં આરોપીઓએ યુવતીના પાડોશીને વીડિયો કોલમાં બોલાવીને તેમણે આ યુવતી સાથે ડિજિટલ એરેસ્ટના નામે છેતરપિંડી કરી હોવાની જાણ કરી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ યુવતી નારણપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબરની વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને સફળતા મળતા ગણતરીના દિવસોમાં ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ સહિત અલગ અલગ રાજ્યોના 12 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે.
પોલીસે 2 લેપટોપ, 17 મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ કર્યો જપ્ત
આરોપીઓ પાસેથી પોલીસે 2 લેપટોપ, 17 મોબાઈલ, 11 ચેકબૂક, 8 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચાઈનીઝ હેન્ડલરો ટેલીગ્રામ મારફતે અલગ અલગ ચેનલ બનાવી તેમાં સભ્યોને એડ કરી લોભામણી જાહેરાતો આપી તગડું કમિશન કે ઊંચા પગાર આપવાની લાલચ આપીને બેંક એકાઉન્ટ મેળવી, જેમાં ફ્રોડના રૂપિયા ડિપોઝિટ કરાવે છે. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આ ગેંગના મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે.