Ahmedabad: અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવી ધર્માંતરણનો ગેરકાયદે પ્રયાસ
અમદાવાદમાં ધર્માંતરણનાં પ્રયાસ મામલે એલીસબ્રિજ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હિન્દુ ધર્મથી અન્ય ધર્મમાં ધર્માંતરણ થતું હોવાની પોલીસને શંકા જતા તપાસ કરવામાં આવી છે. ગેરકાયદે ધર્માંતરણની શંકાના આધારે 3 લોકોને રાઉન્ડ અપ કરાયા છે. પાલડીમાં ધર્માંતરણની ઘટના જોવા મળી હતી ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી પણ પ્રાર્થના માટે લોકોને અહીં લવાયા છે. બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 25 થી વધુ લોકોને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ, પાલડીના અધ્યક્ષ મનીષ બક્ષીએ જણાવ્યું હતું કે, મને આજે સવારે ફોન આવ્યો હતો કે પાલડીમાં ગેરકાયદે ધર્માંતરણની ઘટના બની રહી છે. જેથી તમે જાત તપાસ કરો જેથી અમે કાર્યકર્તાઓ સાથે મળીને ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસને ફરિયાદ કરી. ત્યાં અમે ગયા ત્યારે બધા તાળીઓ પાડીને કંઈક ગાતા હોય એવું લાગ્યું, અને આ જગ્યાએ ઘણાં બધા હિન્દુ લોકો ત્યાં બેઠા હતા. અને ત્યાં હાજર આયોજકોએ કહ્યું કે, અમે તો દર રવિવારે અહીંયા ભેગા થઈએ છીએ. ત્યાં હાજર એક હિન્દુભાઈએ એમ કહ્યું કે, મને અહીંયા નોકરી આપવાનું કહીને બોલાવ્યો છે એટલે અમારી જે શંકા હતી એ પ્રબળ બની. અને ત્યાં લગભગ 35 થી 40 જણા બેઠા હતા અને મુખ્યત્વે લોકો ગોધરાથી આવ્યા હોય તેવું લાગ્યું. અને બધા મજૂરી કામ કરતા હોય તેવું લાગ્યું. અને અમને જાણવા મળ્યું કે, એ લોકોનું હિન્દુ ધર્મમાંથી ઈસાઈ ધર્મમાં ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. જેથી અમે પોલીસને જાણ કરી અને પોલીસે અમને મદદ કરી હતી. વધુમાં મનીષ બક્ષીએ જણાવ્યું કે, આ ઘટનાના મૂળ સુધી અમે જઈશું અને અમે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પણ વિનંતી કરીએ છીએ કે આ મુદ્દે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તો જ સનાતન ધર્મ ટકી શકે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ધર્માંતરણનાં પ્રયાસ મામલે એલીસબ્રિજ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હિન્દુ ધર્મથી અન્ય ધર્મમાં ધર્માંતરણ થતું હોવાની પોલીસને શંકા જતા તપાસ કરવામાં આવી છે. ગેરકાયદે ધર્માંતરણની શંકાના આધારે 3 લોકોને રાઉન્ડ અપ કરાયા છે.
પાલડીમાં ધર્માંતરણની ઘટના જોવા મળી હતી
ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી પણ પ્રાર્થના માટે લોકોને અહીં લવાયા છે. બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 25 થી વધુ લોકોને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ, પાલડીના અધ્યક્ષ મનીષ બક્ષીએ જણાવ્યું હતું કે, મને આજે સવારે ફોન આવ્યો હતો કે પાલડીમાં ગેરકાયદે ધર્માંતરણની ઘટના બની રહી છે. જેથી તમે જાત તપાસ કરો જેથી અમે કાર્યકર્તાઓ સાથે મળીને ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસને ફરિયાદ કરી. ત્યાં અમે ગયા ત્યારે બધા તાળીઓ પાડીને કંઈક ગાતા હોય એવું લાગ્યું, અને આ જગ્યાએ ઘણાં બધા હિન્દુ લોકો ત્યાં બેઠા હતા. અને ત્યાં હાજર આયોજકોએ કહ્યું કે, અમે તો દર રવિવારે અહીંયા ભેગા થઈએ છીએ. ત્યાં હાજર એક હિન્દુભાઈએ એમ કહ્યું કે, મને અહીંયા નોકરી આપવાનું કહીને બોલાવ્યો છે એટલે અમારી જે શંકા હતી એ પ્રબળ બની. અને ત્યાં લગભગ 35 થી 40 જણા બેઠા હતા અને મુખ્યત્વે લોકો ગોધરાથી આવ્યા હોય તેવું લાગ્યું. અને બધા મજૂરી કામ કરતા હોય તેવું લાગ્યું. અને અમને જાણવા મળ્યું કે, એ લોકોનું હિન્દુ ધર્મમાંથી ઈસાઈ ધર્મમાં ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. જેથી અમે પોલીસને જાણ કરી અને પોલીસે અમને મદદ કરી હતી.
વધુમાં મનીષ બક્ષીએ જણાવ્યું કે, આ ઘટનાના મૂળ સુધી અમે જઈશું અને અમે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પણ વિનંતી કરીએ છીએ કે આ મુદ્દે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તો જ સનાતન ધર્મ ટકી શકે.