Ahmedabad: ભાઈને ધંધામાં સેટ કરી આપવાનું કહી મહિલા સાથે રૂ.35 લાખની છેતરપિંડી

બોડેલીના યુવકે ઇસનપુરની મહિલાને તારા બેરોજગાર ભાઇને ગાડીની લે-વેચના ધંધામાં સેટ કરાવી દઇશ કહીને દંપતી પાસેથી ટુકડે ટુકડે રૂ.51 લાખ લીધા હતા. પરંતુ યુવકને ધંધામાં સેટ કર્યો ન હતો. જેથી દંપતીએ ઉઘરાણી કરતા ઠગે રૂ.16 લાખ આપીને બાકીના રૂ.35 લાખ નહી આપીને ઠગાઈ આચરી હતી. આ અંગે મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઠગ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.મૂળ છોટાઉદેપુરના બોડેલી ગામના વતની અને લગ્ન બાદ ઈસનપુરમાં 38 વર્ષીય કિંજલબેન ઠક્કર પરિવાર સાથે રહે છે. જેમાં મહિલાનો પતિ ટેક્સ કન્સલ્ટન્ટનું કામ કરે છે. મહિલાના માતા-પિતા અને તેનો ભાઈ યશ બોડેલીમાં રહે છે. જેમાં યશ મિત્રની કરિયાણાની દુકાનમાં નોકરી કરતો પરંતુ કારણોસર નોકરી છોડીને ઘરે બેરોજગાર થઈને બેઠો હતો. ભાઈને બેરોજગાર હાલતમાં જોઇને બહેન અને તેનો પતિ ચિંતામાં રહેતા હતા. આ દરમિયાન યશના મિત્ર કરણકુમાર ઠક્કરે જૂની ગાડીની લે-વેચના ધંધામાં સારો એવો નફે મળી રહેતો હોય છે પરંતુ શરૂઆતમાં રૂ.10 લાખનું રોકાણ કરવુ પડે છે. તેવી વાત યશની બહેનને કરી હતી. જેથી દંપતી કરણકુમારને મળવા પહોંચ્યા હતા. જ્યાં કરણે ધંધા વિશે સમજાવ્યા અને યશને આ ધંધો સેટ કરીને આપી દેશે તેવી વાતો કરી હતી. જેથી કીંજલબેને રૂ.10 લાખનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ કરણકુમારે ઘણા દિવસો બાદ પણ યશને ધંધામાં જોડે નહી રાખતા હોવાની જાણ કિંજલને થઇ હતી. જેથી કરણને ફોન કરીને પૂછયું તો હજુ બીજા રૂ.15 લાખ જોઈશે તેમ કહ્યું હતું. આવી રીતે કરણકુમાર ફયદામાં રૂ. 50 લાખમાં મોંઘી કારો મળે છે કહી ટુકડે-ટુકડે રૂ.51 લાખ કિંજલબેન પાસેથી ખંખેરી લીધા હતા. બાદમાં પણ યશને ધંધો શીખવાડયો પણ નહી અને કશું જ કર્યું નહીં અને તમામ રૂપિયા પોતાના ખિસ્સામાં નાંખી દીધા હતા. અંતે કિંજલે તેના પતિને આ અંગેની વાતચીત કરી અને કરણકુમાર પાસે રૂપિયાની ઉઘરાણી શરૂ કરતા રૂ.16 લાખ આપ્યા અને બાકીના રૂ.35 લાખ બાબતે ગલ્લા તલ્લા કરતો હતો અને મોબાઈલ બંધ કરી દીધો હતો. આ અંગે કિંજલબેને કરણકુમાર સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad: ભાઈને ધંધામાં સેટ કરી આપવાનું કહી મહિલા સાથે રૂ.35 લાખની છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોડેલીના યુવકે ઇસનપુરની મહિલાને તારા બેરોજગાર ભાઇને ગાડીની લે-વેચના ધંધામાં સેટ કરાવી દઇશ કહીને દંપતી પાસેથી ટુકડે ટુકડે રૂ.51 લાખ લીધા હતા. પરંતુ યુવકને ધંધામાં સેટ કર્યો ન હતો. જેથી દંપતીએ ઉઘરાણી કરતા ઠગે રૂ.16 લાખ આપીને બાકીના રૂ.35 લાખ નહી આપીને ઠગાઈ આચરી હતી. આ અંગે મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઠગ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

મૂળ છોટાઉદેપુરના બોડેલી ગામના વતની અને લગ્ન બાદ ઈસનપુરમાં 38 વર્ષીય કિંજલબેન ઠક્કર પરિવાર સાથે રહે છે. જેમાં મહિલાનો પતિ ટેક્સ કન્સલ્ટન્ટનું કામ કરે છે. મહિલાના માતા-પિતા અને તેનો ભાઈ યશ બોડેલીમાં રહે છે. જેમાં યશ મિત્રની કરિયાણાની દુકાનમાં નોકરી કરતો પરંતુ કારણોસર નોકરી છોડીને ઘરે બેરોજગાર થઈને બેઠો હતો. ભાઈને બેરોજગાર હાલતમાં જોઇને બહેન અને તેનો પતિ ચિંતામાં રહેતા હતા. આ દરમિયાન યશના મિત્ર કરણકુમાર ઠક્કરે જૂની ગાડીની લે-વેચના ધંધામાં સારો એવો નફે મળી રહેતો હોય છે પરંતુ શરૂઆતમાં રૂ.10 લાખનું રોકાણ કરવુ પડે છે. તેવી વાત યશની બહેનને કરી હતી. જેથી દંપતી કરણકુમારને મળવા પહોંચ્યા હતા. જ્યાં કરણે ધંધા વિશે સમજાવ્યા અને યશને આ ધંધો સેટ કરીને આપી દેશે તેવી વાતો કરી હતી. જેથી કીંજલબેને રૂ.10 લાખનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ કરણકુમારે ઘણા દિવસો બાદ પણ યશને ધંધામાં જોડે નહી રાખતા હોવાની જાણ કિંજલને થઇ હતી. જેથી કરણને ફોન કરીને પૂછયું તો હજુ બીજા રૂ.15 લાખ જોઈશે તેમ કહ્યું હતું. આવી રીતે કરણકુમાર ફયદામાં રૂ. 50 લાખમાં મોંઘી કારો મળે છે કહી ટુકડે-ટુકડે રૂ.51 લાખ કિંજલબેન પાસેથી ખંખેરી લીધા હતા. બાદમાં પણ યશને ધંધો શીખવાડયો પણ નહી અને કશું જ કર્યું નહીં અને તમામ રૂપિયા પોતાના ખિસ્સામાં નાંખી દીધા હતા. અંતે કિંજલે તેના પતિને આ અંગેની વાતચીત કરી અને કરણકુમાર પાસે રૂપિયાની ઉઘરાણી શરૂ કરતા રૂ.16 લાખ આપ્યા અને બાકીના રૂ.35 લાખ બાબતે ગલ્લા તલ્લા કરતો હતો અને મોબાઈલ બંધ કરી દીધો હતો. આ અંગે કિંજલબેને કરણકુમાર સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.