AAP: નર્મદા પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની કરી અટકાયત, વસાવાના પોલીસ સામે આક્ષેપ

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભરૂચ જિલ્લાના રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને લઈ તેઓ નર્મદા જિલ્લાના તેમના ગામથી રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે ડેડિયાપાડા તાલુકાના નવાગામ ગામે અટકાયત કરી છે. તેમજ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં પોલીસ ખડકી દેવામાં આવી છે. ભાજપના ઈશારે પોલીસ કામ કરે છે: ચૈતર વસાવા અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ FIRને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની 2 FIR કરી છે. બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારોને અમે 30 લાખનું વળતર અપાવ્યું શું એ ગુનો કર્યો છે? અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીએ. પોલીસ કર્મચારીઓનો દુરઉપયોગ કરવામાં આવે છે: વસાવા વસાવાએ જણાવ્યું કે, મારા ઘરે પોલીસનો બંદોબસ્ત ગોઠવીને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે. આજે ભાજપ પૈસા, પાવર, પોલીસ, ED, સીબીઆઈ અને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને રાજ ચલાવી રહી છે. આજે ભ્રષ્ટાચાર, મોંઘવારી, રોજગારી, પીવાનું અને સિંચાઈનું પાણી જેવા મુદ્દાઓ બાજુમાં રહી ગયા છે. આજે પોલીસ વિભાગનો દુરુપયોગ કરીને જે રાજ થઈ રહ્યું છે. તેના પરથી સ્પષ્ટ કહી શકીએ કે સંવિધાન અને લોકશાહી ખતરામાં છે. હવે લોકોએ જ લોકશાહી બચાવવા માટે ઘરથી નીકળીને બહાર આવવું પડશે. ત્યારે જ આ સરકારને ભાન આવશે અને આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે. રાજપારડી અને અંકલેશ્વરમાં ચૈતર વસાવા સામે FIR ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પહેલી ફરિયાદ ઝઘડિયાના રાજપારડી પોલીસ મથકે નોંધાઈ હતી, જેમાં મંજૂરી વગર પદયાત્રા કાઢવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદ અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટમાં ચાર કામદારનાં મોતની ઘટના બાદ તેઓ સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માગ કરી હતી. જેમાં તેમણે પોલીસની ફરજમાં રુકાવટ ઊભી કરી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકે નોંધાઈ હતી. ત્યારે ચૈતર વસાવા પર એક પછી એક પોલીસ ફરિયાદ નોંધાતાં તેમની કાયદાકીય મુશ્કેલીમાં વધારો થશે એ વાત ચોક્કસ છે.

AAP: નર્મદા પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની કરી અટકાયત, વસાવાના પોલીસ સામે આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભરૂચ જિલ્લાના રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને લઈ તેઓ નર્મદા જિલ્લાના તેમના ગામથી રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે ડેડિયાપાડા તાલુકાના નવાગામ ગામે અટકાયત કરી છે. તેમજ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં પોલીસ ખડકી દેવામાં આવી છે.

ભાજપના ઈશારે પોલીસ કામ કરે છે: ચૈતર વસાવા

અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ FIRને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની 2 FIR કરી છે. બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારોને અમે 30 લાખનું વળતર અપાવ્યું શું એ ગુનો કર્યો છે? અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીએ.

પોલીસ કર્મચારીઓનો દુરઉપયોગ કરવામાં આવે છે: વસાવા

વસાવાએ જણાવ્યું કે, મારા ઘરે પોલીસનો બંદોબસ્ત ગોઠવીને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે. આજે ભાજપ પૈસા, પાવર, પોલીસ, ED, સીબીઆઈ અને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને રાજ ચલાવી રહી છે. આજે ભ્રષ્ટાચાર, મોંઘવારી, રોજગારી, પીવાનું અને સિંચાઈનું પાણી જેવા મુદ્દાઓ બાજુમાં રહી ગયા છે. આજે પોલીસ વિભાગનો દુરુપયોગ કરીને જે રાજ થઈ રહ્યું છે. તેના પરથી સ્પષ્ટ કહી શકીએ કે સંવિધાન અને લોકશાહી ખતરામાં છે. હવે લોકોએ જ લોકશાહી બચાવવા માટે ઘરથી નીકળીને બહાર આવવું પડશે. ત્યારે જ આ સરકારને ભાન આવશે અને આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે.

રાજપારડી અને અંકલેશ્વરમાં ચૈતર વસાવા સામે FIR

ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પહેલી ફરિયાદ ઝઘડિયાના રાજપારડી પોલીસ મથકે નોંધાઈ હતી, જેમાં મંજૂરી વગર પદયાત્રા કાઢવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદ અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટમાં ચાર કામદારનાં મોતની ઘટના બાદ તેઓ સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માગ કરી હતી. જેમાં તેમણે પોલીસની ફરજમાં રુકાવટ ઊભી કરી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકે નોંધાઈ હતી. ત્યારે ચૈતર વસાવા પર એક પછી એક પોલીસ ફરિયાદ નોંધાતાં તેમની કાયદાકીય મુશ્કેલીમાં વધારો થશે એ વાત ચોક્કસ છે.