Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ, રસ્તા થયા પાણી પાણી
ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે સવારથી વરસાદ તૂટી પડતાં અનેક રસ્તા પાણી પાણી થઇ ગયા છે.અમદાવાદમાં ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વસ્ત્રાપુર, મેમનગર, ગુરુકુળ રો, ઈસ્કોન, એસજી હાઈવે, થલતેજ, શાહીબાગ, એલિસબ્રિજ, પાલડી, બોડકદેવ, સિંધુભવન, કાલુપુર, દરિયાપુર, શાહપુર, ઇન્કમટેક્સ, વિજય ચાર રસ્તા, નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, મણિનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા ત્રાટકતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. અમદાવાદના સન સીટી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં રોડ પર એક વૃક્ષ ઘરાશાયી થયું છે. જેના કારણે આ રસ્તો બ્લોક થઇ ગયો છે. ભારે વરસાદના કારણે બોપલ વિસ્તારમાં પણ વૃક્ષો ધરાશાયી થયા છે. અમદાવાદના બોપલ, શેલા, શીલજ, સાણંદ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયું છે.સવારે ઓફિસ અને ધંધાર્થે જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અમદાવાદમાં મોટાભાગના વિસ્તારને મેઘરાજાએ ઘમરોળ્યું છે. એસજી હાઈવે, વૈષ્ણોદેવી, બોપલ,શેલા,ગોતા, શીલજ, એસપી રિંગરોડ, સહિતના વિસ્તારને મેઘરાજાએ જળમગ્ન કરી દીધા છે. વરસાદની સાથે ભારે પવન ફુંકાતા ક્યાંક વૃક્ષ, તો ક્યાંક હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયાના અહેવાલ છે. એસપી રિંગ રોડ પર પતરાનો શેડ પણ ધરાશાયી થયો છે.ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે 23 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેની અસરથી પણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાવવા જઈ રહેલા ચક્રવાત 'દાના'ને લઈને બંગાળ સરકાર હાઈ એલર્ટ પર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા આવતા બુધવાર સુધીમાં ચક્રવાતનું રૂપ ધારણ કરશે. પરિણામે બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પડોશી રાજ્ય ઓડિશામાં પણ મૂશળધાર વરસાદ પડી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે સવારથી વરસાદ તૂટી પડતાં અનેક રસ્તા પાણી પાણી થઇ ગયા છે.
અમદાવાદમાં ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વસ્ત્રાપુર, મેમનગર, ગુરુકુળ રો, ઈસ્કોન, એસજી હાઈવે, થલતેજ, શાહીબાગ, એલિસબ્રિજ, પાલડી, બોડકદેવ, સિંધુભવન, કાલુપુર, દરિયાપુર, શાહપુર, ઇન્કમટેક્સ, વિજય ચાર રસ્તા, નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, મણિનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા ત્રાટકતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. અમદાવાદના સન સીટી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં રોડ પર એક વૃક્ષ ઘરાશાયી થયું છે. જેના કારણે આ રસ્તો બ્લોક થઇ ગયો છે. ભારે વરસાદના કારણે બોપલ વિસ્તારમાં પણ વૃક્ષો ધરાશાયી થયા છે. અમદાવાદના બોપલ, શેલા, શીલજ, સાણંદ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયું છે.સવારે ઓફિસ અને ધંધાર્થે જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અમદાવાદમાં મોટાભાગના વિસ્તારને મેઘરાજાએ ઘમરોળ્યું છે. એસજી હાઈવે, વૈષ્ણોદેવી, બોપલ,શેલા,ગોતા, શીલજ, એસપી રિંગરોડ, સહિતના વિસ્તારને મેઘરાજાએ જળમગ્ન કરી દીધા છે. વરસાદની સાથે ભારે પવન ફુંકાતા ક્યાંક વૃક્ષ, તો ક્યાંક હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયાના અહેવાલ છે. એસપી રિંગ રોડ પર પતરાનો શેડ પણ ધરાશાયી થયો છે.
ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે 23 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેની અસરથી પણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાવવા જઈ રહેલા ચક્રવાત 'દાના'ને લઈને બંગાળ સરકાર હાઈ એલર્ટ પર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા આવતા બુધવાર સુધીમાં ચક્રવાતનું રૂપ ધારણ કરશે. પરિણામે બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પડોશી રાજ્ય ઓડિશામાં પણ મૂશળધાર વરસાદ પડી શકે છે.