પોરબંદરનાં પોલીસ હેડ કવાર્ટરમાં ટ્રોલી પલ્ટી જતાં ઈલેકટ્રીશ્યનનું મોત
બંધ સ્ટ્રીટલાઈટનાં રીપેરીંગ વખતે ગંભીર દુર્ઘટનાબિન્દાસ્ત બનીને પોલીસ હેડ કવાર્ટરમાં આંટાફેરાં કરતો 'નજરકેદ' પાકિસ્તાની નાગરિક પણ શંકાસ્પદ રીતે ઘાયલપોરબંદર: પોરબંદરના પોલીસ હેડકવાર્ટર ખાતે બંધ સ્ટ્રીટલાઈટનું સમારકામ કરાવવા માટે ઈલેકટ્રીશ્યનને બોલાવાયો હતો અને નગરપાલિકા દ્વારા હાઈડ્રોલીક ટ્રોલીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સમારકામ વખતે કોઈ કારણોસર આ ટ્રોલી પલ્ટી જતાં ઈલેકટ્રીશ્યનનું મોત નિપજયું છે અને ત્યાં પાસે ઉભેલ એક પાકિસ્તાની નાગરિક કે જે સજા પૂર્ણ થયા બાદ નજરકેદ હતો તેને પણ ઈજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. બનાવની વિગત એવી છે કે પોરબંદરના પોલીસ હેડકવાર્ટરમાં સ્ટ્રીટલાઈટ બગડી ગઈ હોવાથી તેના સમારકામ માટે ઈલેકટ્રીશ્યનને બોલાવવામાં આવ્યા હતા. ખાનગી ઈલેકટ્રીક રીપેરીંગનું કામ કરતા અને રાવલીયા પ્લોટમાં રહેતા ૬૪ વર્ષના યોગેશભાઈ મનસુખભાઈ થાનકી તેનું સમારકામ કરવા માટે આવ્યા ત્યારે પોલ ઉપર સમારકામ માટે પોરબંદર-છાયા નગરપાલિકાની હાઈડ્રોલીક ટ્રોલી મંગાવવામાં આવી હતી અને યોગેશભાઈ થાનકી ટ્રોલી ઉપર ચડીને કામ કરતા હતા ત્યારે અચાનક જ એ ટ્રોલી એકબાજુ નમી જતાં પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં ગંભીર ઈજા થતા યોગેશભાઈનું મોત નિપજયું હતું. જયારે તેની નજીકમાં જ ઉભેલા પાકિસ્તાની નાગરિક મિર્ઝાન હબીબખાન (ઉ.વ.૩ર)ને પણ ઈજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્ય્ હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની નાગરિક મિર્ઝાનની સજા પૂર્ણ થઈ ગઈ હતી અને તેને પાકિસ્તાન મોકલવાની પ્રક્રિયા પૂર્ણ થાય નહીં ત્યાં સુધી પોલીસ હેડ કવાર્ટર ખાતે નજરકેદ રાખવામાં આવ્યો હતો. તે અવારનવાર મેદાનમાં આંટા મારતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પરંતુ અકસ્માત થયો ત્યારે તે તયાં શું કરતો હતો ? તે અંગેની વિગતો પોલીસ દ્વારા જાહેર કરી શકાઈ નથી. પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસ હેડ કવાર્ટરમાં લાઈટનું સમારકામ કરાવવા માટે તેમના તરફથી કારીગરને બોલાવાયા હતા અને અમારી પાસે માત્ર ટ્રોલી મંગાવવામાં આવી હતી. જેથી ડ્રાયવર સાથેની ટ્રોલી જ અમે મોકલી હતી તેમ ઉમેર્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બંધ સ્ટ્રીટલાઈટનાં રીપેરીંગ વખતે ગંભીર દુર્ઘટના
બિન્દાસ્ત બનીને પોલીસ હેડ કવાર્ટરમાં આંટાફેરાં કરતો 'નજરકેદ' પાકિસ્તાની નાગરિક પણ શંકાસ્પદ રીતે ઘાયલ
પોરબંદર: પોરબંદરના પોલીસ હેડકવાર્ટર ખાતે બંધ સ્ટ્રીટલાઈટનું સમારકામ કરાવવા માટે ઈલેકટ્રીશ્યનને બોલાવાયો હતો અને નગરપાલિકા દ્વારા હાઈડ્રોલીક ટ્રોલીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સમારકામ વખતે કોઈ કારણોસર આ ટ્રોલી પલ્ટી જતાં ઈલેકટ્રીશ્યનનું મોત નિપજયું છે અને ત્યાં પાસે ઉભેલ એક પાકિસ્તાની નાગરિક કે જે સજા પૂર્ણ થયા બાદ નજરકેદ હતો તેને પણ ઈજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
બનાવની વિગત એવી છે કે પોરબંદરના પોલીસ હેડકવાર્ટરમાં સ્ટ્રીટલાઈટ બગડી ગઈ હોવાથી તેના સમારકામ માટે ઈલેકટ્રીશ્યનને બોલાવવામાં આવ્યા હતા. ખાનગી ઈલેકટ્રીક રીપેરીંગનું કામ કરતા અને રાવલીયા પ્લોટમાં રહેતા ૬૪ વર્ષના યોગેશભાઈ મનસુખભાઈ થાનકી તેનું સમારકામ કરવા માટે આવ્યા ત્યારે પોલ ઉપર સમારકામ માટે પોરબંદર-છાયા નગરપાલિકાની હાઈડ્રોલીક ટ્રોલી મંગાવવામાં આવી હતી અને યોગેશભાઈ થાનકી ટ્રોલી ઉપર ચડીને કામ કરતા હતા ત્યારે અચાનક જ એ ટ્રોલી એકબાજુ નમી જતાં પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં ગંભીર ઈજા થતા યોગેશભાઈનું મોત નિપજયું હતું. જયારે તેની નજીકમાં જ ઉભેલા પાકિસ્તાની નાગરિક મિર્ઝાન હબીબખાન (ઉ.વ.૩ર)ને પણ ઈજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્ય્ હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની નાગરિક મિર્ઝાનની સજા પૂર્ણ થઈ ગઈ હતી અને તેને પાકિસ્તાન મોકલવાની પ્રક્રિયા પૂર્ણ થાય નહીં ત્યાં સુધી પોલીસ હેડ કવાર્ટર ખાતે નજરકેદ રાખવામાં આવ્યો હતો. તે અવારનવાર મેદાનમાં આંટા મારતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પરંતુ અકસ્માત થયો ત્યારે તે તયાં શું કરતો હતો ? તે અંગેની વિગતો પોલીસ દ્વારા જાહેર કરી શકાઈ નથી.
પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસ હેડ કવાર્ટરમાં લાઈટનું સમારકામ કરાવવા માટે તેમના તરફથી કારીગરને બોલાવાયા હતા અને અમારી પાસે માત્ર ટ્રોલી મંગાવવામાં આવી હતી. જેથી ડ્રાયવર સાથેની ટ્રોલી જ અમે મોકલી હતી તેમ ઉમેર્યું હતું.