Patanના શંખેશ્વરમાં ખેડૂતો મૂકાયા ચિંતામાં, ખેતરો હજી પણ જળમગ્ન હાલતમાં
પાટણ જિલ્લો ખેતી તેમજ પશુપાલક પર આઘારિત છે ત્યારે ચાલુ ચોમાસે પ્રથમ વરસાદ ખેંચાયા બાદ ઓગસ્ટ અંત અને ત્યાર બાદ સપ્ટેમ્બર માસની શરૂઆત સાથે સતત પડેલા અવિરત વરસાદે ખેડૂતોની આશાઓ પર જાણે કે પાણી ફેરવ્યું હોય એ પ્રમાણે બેહાલ કર્યા છે જ્યાં જમીન ત્યાં જળ જેવા દ્રશ્યોમાં ખેતરો જળમગ્ન થઈ જવા પામ્યા છે, તમામ પાકો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે અને ખેડૂતોનો તમામ ખર્ચ અને કાળી મહેનત આફત રૂપિ વરસાદને કારણે નિષ્ફળ જવા પામી છે. પાક ગયો નિષ્ફળ પાટણ જિલ્લામાં ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ જિલ્લામાં મેઘરાજા એ તોફાની બેટિંગ કરી છે જેને કારણે શંખેશ્વર તાલુકામાં મોટા ભાગના ગામોમાં જ્યા જમીન ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થતા તારાજી બાદ અતિવૃષ્ટિ સર્જાઈ છે ત્યારે સંદેશ ન્યૂઝ પર શંખેશ્વર તાલુકાના ખેતરો ના એક્સલુસીવ ડ્રોન વીડિયો સાથે અવિરત વરસાદને કારણે સ્થળ ત્યાં જળ જોવા મળી રહ્યું છે ત્યારે વઢિયાર પંથક તરીકે ઓળખાતા શંખેશ્વર તાલુકામાં અવિરત વરસાદે તારાજી સર્જી છે અને ખેડૂતોના હાલ બે હાલ કર્યા છે. મદદની લગાવી ગુહાર શંખેશ્વર તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 20 ઇંચ વરસાદ નોંધાયો છે અને તાલુકામાં ખેડૂતોએ ઘણી મહેનત અને આશાઓ સાથે 29662 હજાર હેકટર વિસ્તારમાં વિવિધ પાકોનું ચોમાસુ વાવેતર કર્યું છે પરંતુ વરસાદી આફત ના કારણે તમામ પાકો હાલની સ્થિતિ એ પાણી ડૂબી ગયા છે અને ખેતરો મા સતત વરસાદી પાણી ભરાઈ રહેતા પાક મૂળિયાં માંથી કોહવાઈ ગયો છે એટલે કે ખેડૂતો ની તમામ કાળી મજૂરી પર પાણી ફરી વળ્યું છે જેથી હવે સરકાર આ ખેડૂતો ની વ્હારે આવે અને સત્વરે પાક નિષ્ફ્ળ નું સર્વે કરી સહાયની ગુહાર કરી રહ્યા છે. પાક નિષ્ફળ જળ મૂડમાંથી શંખેશ્વર તાલુકામાં 29662 હજાર હેકટરમાં દિવેલા, કપાસ, ઘાસચારો સહીત કઠોળના વિવિધ પાકોનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું ખેડૂતોએ ઘણી રાત દિવસ કાળી મજૂરી કરી સારી આશાઓ સાથે મોંઘા ભાવના બિયારણ, ખેડ ખાતર કરી પાકની વાવણી બાદ માવજત કરી હતી પરંતુ જાણે કે કુદરત રૂઠી હોય એમ આફત રૂપી વરસાદને કારણે પાક નિષ્ફ્ળ થતાં ખેડૂતોના તમામ ખર્ચ પાણીમાં ઘોવાઈ ગયો છે ત્યારે પ્રથમ વાવેતર પાછળ વીઘા દીઠ 10 થી 15 હજારના ખર્ચ કર્યા બાદ હવે મોટા ભાગનો પાક નિષ્ફ્ળ ગયો ત્યારે હવે આ નિષ્ફ્ળ ગયેલા પાકને ખેતરમાંથી કાઢવાનો ખર્ચ અને ત્યાર બાદ આ નવેસર થી વાવેતર ખર્ચ એમ ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. જાણો કેટલું વાવેતર થયું શંખેશ્વર તાલુકાના વાવેતર કરેલ વિવિઘ પાક પર કરીએ એક નજર તો.શંખેશ્વર તાલુકામાં કુલ - 29662 વિસ્તારમાં વાવેતર થયું છે. ઘાસચારો - 10979 - હેકટર દિવેલા - 2561 - હેકટર કપાસ - 10420 - હેકટર અડદ - 3936 - હેકટર તુવેર - 2962 - હેકટર ગુવાર - 252 - હેકટર શાખભાજી - 100 - હેકટર મગ - 218 - હેકટર બાજરી - 130 - હેકટર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ જિલ્લો ખેતી તેમજ પશુપાલક પર આઘારિત છે ત્યારે ચાલુ ચોમાસે પ્રથમ વરસાદ ખેંચાયા બાદ ઓગસ્ટ અંત અને ત્યાર બાદ સપ્ટેમ્બર માસની શરૂઆત સાથે સતત પડેલા અવિરત વરસાદે ખેડૂતોની આશાઓ પર જાણે કે પાણી ફેરવ્યું હોય એ પ્રમાણે બેહાલ કર્યા છે જ્યાં જમીન ત્યાં જળ જેવા દ્રશ્યોમાં ખેતરો જળમગ્ન થઈ જવા પામ્યા છે, તમામ પાકો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે અને ખેડૂતોનો તમામ ખર્ચ અને કાળી મહેનત આફત રૂપિ વરસાદને કારણે નિષ્ફળ જવા પામી છે.
પાક ગયો નિષ્ફળ
પાટણ જિલ્લામાં ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ જિલ્લામાં મેઘરાજા એ તોફાની બેટિંગ કરી છે જેને કારણે શંખેશ્વર તાલુકામાં મોટા ભાગના ગામોમાં જ્યા જમીન ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થતા તારાજી બાદ અતિવૃષ્ટિ સર્જાઈ છે ત્યારે સંદેશ ન્યૂઝ પર શંખેશ્વર તાલુકાના ખેતરો ના એક્સલુસીવ ડ્રોન વીડિયો સાથે અવિરત વરસાદને કારણે સ્થળ ત્યાં જળ જોવા મળી રહ્યું છે ત્યારે વઢિયાર પંથક તરીકે ઓળખાતા શંખેશ્વર તાલુકામાં અવિરત વરસાદે તારાજી સર્જી છે અને ખેડૂતોના હાલ બે હાલ કર્યા છે.
મદદની લગાવી ગુહાર
શંખેશ્વર તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 20 ઇંચ વરસાદ નોંધાયો છે અને તાલુકામાં ખેડૂતોએ ઘણી મહેનત અને આશાઓ સાથે 29662 હજાર હેકટર વિસ્તારમાં વિવિધ પાકોનું ચોમાસુ વાવેતર કર્યું છે પરંતુ વરસાદી આફત ના કારણે તમામ પાકો હાલની સ્થિતિ એ પાણી ડૂબી ગયા છે અને ખેતરો મા સતત વરસાદી પાણી ભરાઈ રહેતા પાક મૂળિયાં માંથી કોહવાઈ ગયો છે એટલે કે ખેડૂતો ની તમામ કાળી મજૂરી પર પાણી ફરી વળ્યું છે જેથી હવે સરકાર આ ખેડૂતો ની વ્હારે આવે અને સત્વરે પાક નિષ્ફ્ળ નું સર્વે કરી સહાયની ગુહાર કરી રહ્યા છે.
પાક નિષ્ફળ જળ મૂડમાંથી
શંખેશ્વર તાલુકામાં 29662 હજાર હેકટરમાં દિવેલા, કપાસ, ઘાસચારો સહીત કઠોળના વિવિધ પાકોનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું ખેડૂતોએ ઘણી રાત દિવસ કાળી મજૂરી કરી સારી આશાઓ સાથે મોંઘા ભાવના બિયારણ, ખેડ ખાતર કરી પાકની વાવણી બાદ માવજત કરી હતી પરંતુ જાણે કે કુદરત રૂઠી હોય એમ આફત રૂપી વરસાદને કારણે પાક નિષ્ફ્ળ થતાં ખેડૂતોના તમામ ખર્ચ પાણીમાં ઘોવાઈ ગયો છે ત્યારે પ્રથમ વાવેતર પાછળ વીઘા દીઠ 10 થી 15 હજારના ખર્ચ કર્યા બાદ હવે મોટા ભાગનો પાક નિષ્ફ્ળ ગયો ત્યારે હવે આ નિષ્ફ્ળ ગયેલા પાકને ખેતરમાંથી કાઢવાનો ખર્ચ અને ત્યાર બાદ આ નવેસર થી વાવેતર ખર્ચ એમ ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે.
જાણો કેટલું વાવેતર થયું
શંખેશ્વર તાલુકાના વાવેતર કરેલ વિવિઘ પાક પર કરીએ એક નજર તો.શંખેશ્વર તાલુકામાં કુલ - 29662 વિસ્તારમાં વાવેતર થયું છે.
ઘાસચારો - 10979 - હેકટર
દિવેલા - 2561 - હેકટર
કપાસ - 10420 - હેકટર
અડદ - 3936 - હેકટર
તુવેર - 2962 - હેકટર
ગુવાર - 252 - હેકટર
શાખભાજી - 100 - હેકટર
મગ - 218 - હેકટર
બાજરી - 130 - હેકટર