Rajkotના જેતપુરમાં આવેલો અને 150 વર્ષ જુનો બ્રિજ આજે પણ અડીખમ હાલતમાં
ચાલુ વર્ષે વરસાદમાં ભ્રષ્ટાચાર આચરુ બનાવવામાં ઘણા પુલ તૂટી ગયા તેમજ પાણીમાં વહી ગયા.જેતપુરમાં ૧૪ વર્ષ પૂર્વે ભાદર નદી પર બનેલ નેશનલ હાઇવેનો અત્યાર સુધીમાં પાંચવાર ક્ષતિગ્રસ્ત થઈ ગયેલ અને દર વખતે રીપેર કરી વાહનો માટે ખોલવામાં આવે છે. જ્યારે જેતપુરમાં ૧૫૦ વર્ષ પૂર્વે અંગ્રેજ શાસનમાં બનેલ પુલ આજે પણ એક કાંકરી ખર્યા વગરનો અડીખમ ઉભો છે અને હજુ પણ તે ટ્રાફિકથી ધમધમતો જોવા મળે છે. જે તત્કાલિન સમયની ઉત્કૃષ્ટ કારીગરી, ઈમાનદારી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ગવાહી પુરે છે. અંગ્રેજોના સમયનો પુલ ૧૫૦ વર્ષ જુનો પુલ કે જેણે ૧૩૦ વર્ષ સુધી અસંખ્ય ટ્રેનનો ભાર અને છેલ્લા ૨૦ વર્ષથી વાહનોનો ભાર અને અસંખ્યવાર ભાદર નદીની હોનારતો સહન કર્યા છતાંય હજુ અડીખમ ઉભો છે. જેતપુર શહેરમાંથી પસાર થતી ભાદર નદી પર ૧૫૦ વર્ષ પુર્વે ૮ જુન ૧૮૭૪ના રોજ મહારાજા ભગવતસિંહજી અને જેતપુરના રાજવી મુળુવાળાના આર્થિક સહયોગથી અંગ્રેજી શાસકો ગવર્નર એન્ડરસન દ્વારા ઈજનેર રોબર્ટ બેલબુથની દેખરેખ હેઠળ રેલ્વે પુલ બનાવવામાં આવેલ. તત્કાલિન સમયે બારમાસી એવી ભાદર નદીના વહેણના પાણીને પીલરે, પીલરે રોકી પાયા ગળાવેલ અને અત્યારે જેનો ધૂપ, દિવામાં ઉપયોગ થાય છે તે ગૂગળને પાયામાં પાથરી તેમાં સીસું રેડવામાં આવ્યું. વાહનચાલકો માટે ખુલ્લો મૂકયો બ્રિજ બાજુમાં જ આવેલ રબારીકા ગામની ખાણના કાળા પથ્થરો કે જેમાં લૂણો લાગતો નથી તે કાળા પથ્થરોથી ૨૦ પીલર અને ૨૦ દરવાજા ધરાવતો અડધો કિ.મી લંબાઈ વાળો રેલ્વે પુલનું નિર્માણ કરવામાં આવેલ છે.૧૩૦ વર્ષમાં સેંકડો ટ્રેનોનો માર પોતાની પર સહન કર્યા બાદ પણ અડીખમ ઉભો રહેલ આ પુલની બાજુમાં જ રેલ્વે વિભાગે ૨૧ વર્ષ પૂર્વે નવો પુલ બનાવી ત્યાં રેલ વ્યવહાર કાર્યરત કરવામાં આવ્યો હતો. જ્યારે અડીખમ ઉભેલ જુના રેલ્વે પુલને બિન ઉપયોગી કરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો પરંતુ આ પુલ પરથી જેતપુરમાં રાજકોટ બાજુથી પ્રવેશવાથી નવાગઢનું ૨ કિ.મી.નું અંતર ફરવું ન પડે તેવી સ્થાનિકોની માંગણીના કારણે તત્કાલિન માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત પુલ લઈને તેના પર ડામર કામ કરાવી વાહનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સ્થાનિકો કરે છે બ્રિજ પર અવર-જવર એટલે કે, વર્તમાન શાસકોના હાથમાં પુલ આવતા જ તેમાં છેલ્લા વીસ વર્ષમાં ડામરના થર પર થર લગાવતા જતા પુલની પારાપેટ (પ્રોટેક્શન વોલ) પર ડામરનું દબાણ વધતું જતા પંદર દિવસ પૂર્વે પરપેટનો પંદરેક ફૂટનો ભાગ તૂટી નીચે પડ્યો હતો. જેથી સલામતીના ભાગરૂપે પુલને વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.શહેરમાં અવરજવર માટેના બે પુલમાંથી ૧૫૦ વર્ષ જૂનો પુલ બંધ થતાં વાહન ચાલકોને ૨ કિમી ફરીને નવાગઢનો નેશનલ હાઇવેના પુલનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ તે પુલની પણ એક બાજનું રોડ બંધ હોય વાહન ચાલકોને દરરોજ ગંભીર ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે. આ બ્રિજને કંઈ થાય એમ નથી સમસ્યાથી ત્રસ્ત લોકો માટે થઈ આર એન્ડ બી. ૧૫૦ વર્ષ જુના પુલનું પરીક્ષણ કરાવતા આ પુલ હજુ પચીસ વર્ષ સુધી વાહનો ભાર ઝીલી શકે તેવી ક્ષમતાવાળો હોવાનો રીપોર્ટ આવતા પુલની પારાપેટ રીપેર કરાવી પુલને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હોવાનું માર્ગ અને મકાન વિભાગના ઈજનેર અભય બરનવાલે જણાવ્યું હતું. આમ, ૧૫૦ વર્ષ જૂનો પુલ તે સમયની ઉત્કૃષ્ટ કારીગરી, ઈમાનદારી અને ભ્રષ્ટાચાર મુક્ત શાષનની ગવાહી પુરે છે. જ્યારે ભાદર નદી પરનો નેશનલ હાઈવેનો તેમજ રાજ્યના બીજા અનેક પુલો ભ્રષ્ટાચારની ચાડી ખાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચાલુ વર્ષે વરસાદમાં ભ્રષ્ટાચાર આચરુ બનાવવામાં ઘણા પુલ તૂટી ગયા તેમજ પાણીમાં વહી ગયા.જેતપુરમાં ૧૪ વર્ષ પૂર્વે ભાદર નદી પર બનેલ નેશનલ હાઇવેનો અત્યાર સુધીમાં પાંચવાર ક્ષતિગ્રસ્ત થઈ ગયેલ અને દર વખતે રીપેર કરી વાહનો માટે ખોલવામાં આવે છે. જ્યારે જેતપુરમાં ૧૫૦ વર્ષ પૂર્વે અંગ્રેજ શાસનમાં બનેલ પુલ આજે પણ એક કાંકરી ખર્યા વગરનો અડીખમ ઉભો છે અને હજુ પણ તે ટ્રાફિકથી ધમધમતો જોવા મળે છે. જે તત્કાલિન સમયની ઉત્કૃષ્ટ કારીગરી, ઈમાનદારી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ગવાહી પુરે છે.
અંગ્રેજોના સમયનો પુલ
૧૫૦ વર્ષ જુનો પુલ કે જેણે ૧૩૦ વર્ષ સુધી અસંખ્ય ટ્રેનનો ભાર અને છેલ્લા ૨૦ વર્ષથી વાહનોનો ભાર અને અસંખ્યવાર ભાદર નદીની હોનારતો સહન કર્યા છતાંય હજુ અડીખમ ઉભો છે. જેતપુર શહેરમાંથી પસાર થતી ભાદર નદી પર ૧૫૦ વર્ષ પુર્વે ૮ જુન ૧૮૭૪ના રોજ મહારાજા ભગવતસિંહજી અને જેતપુરના રાજવી મુળુવાળાના આર્થિક સહયોગથી અંગ્રેજી શાસકો ગવર્નર એન્ડરસન દ્વારા ઈજનેર રોબર્ટ બેલબુથની દેખરેખ હેઠળ રેલ્વે પુલ બનાવવામાં આવેલ. તત્કાલિન સમયે બારમાસી એવી ભાદર નદીના વહેણના પાણીને પીલરે, પીલરે રોકી પાયા ગળાવેલ અને અત્યારે જેનો ધૂપ, દિવામાં ઉપયોગ થાય છે તે ગૂગળને પાયામાં પાથરી તેમાં સીસું રેડવામાં આવ્યું.
વાહનચાલકો માટે ખુલ્લો મૂકયો બ્રિજ
બાજુમાં જ આવેલ રબારીકા ગામની ખાણના કાળા પથ્થરો કે જેમાં લૂણો લાગતો નથી તે કાળા પથ્થરોથી ૨૦ પીલર અને ૨૦ દરવાજા ધરાવતો અડધો કિ.મી લંબાઈ વાળો રેલ્વે પુલનું નિર્માણ કરવામાં આવેલ છે.૧૩૦ વર્ષમાં સેંકડો ટ્રેનોનો માર પોતાની પર સહન કર્યા બાદ પણ અડીખમ ઉભો રહેલ આ પુલની બાજુમાં જ રેલ્વે વિભાગે ૨૧ વર્ષ પૂર્વે નવો પુલ બનાવી ત્યાં રેલ વ્યવહાર કાર્યરત કરવામાં આવ્યો હતો. જ્યારે અડીખમ ઉભેલ જુના રેલ્વે પુલને બિન ઉપયોગી કરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો પરંતુ આ પુલ પરથી જેતપુરમાં રાજકોટ બાજુથી પ્રવેશવાથી નવાગઢનું ૨ કિ.મી.નું અંતર ફરવું ન પડે તેવી સ્થાનિકોની માંગણીના કારણે તત્કાલિન માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત પુલ લઈને તેના પર ડામર કામ કરાવી વાહનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
સ્થાનિકો કરે છે બ્રિજ પર અવર-જવર
એટલે કે, વર્તમાન શાસકોના હાથમાં પુલ આવતા જ તેમાં છેલ્લા વીસ વર્ષમાં ડામરના થર પર થર લગાવતા જતા પુલની પારાપેટ (પ્રોટેક્શન વોલ) પર ડામરનું દબાણ વધતું જતા પંદર દિવસ પૂર્વે પરપેટનો પંદરેક ફૂટનો ભાગ તૂટી નીચે પડ્યો હતો. જેથી સલામતીના ભાગરૂપે પુલને વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.શહેરમાં અવરજવર માટેના બે પુલમાંથી ૧૫૦ વર્ષ જૂનો પુલ બંધ થતાં વાહન ચાલકોને ૨ કિમી ફરીને નવાગઢનો નેશનલ હાઇવેના પુલનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ તે પુલની પણ એક બાજનું રોડ બંધ હોય વાહન ચાલકોને દરરોજ ગંભીર ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે.
આ બ્રિજને કંઈ થાય એમ નથી
સમસ્યાથી ત્રસ્ત લોકો માટે થઈ આર એન્ડ બી. ૧૫૦ વર્ષ જુના પુલનું પરીક્ષણ કરાવતા આ પુલ હજુ પચીસ વર્ષ સુધી વાહનો ભાર ઝીલી શકે તેવી ક્ષમતાવાળો હોવાનો રીપોર્ટ આવતા પુલની પારાપેટ રીપેર કરાવી પુલને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હોવાનું માર્ગ અને મકાન વિભાગના ઈજનેર અભય બરનવાલે જણાવ્યું હતું. આમ, ૧૫૦ વર્ષ જૂનો પુલ તે સમયની ઉત્કૃષ્ટ કારીગરી, ઈમાનદારી અને ભ્રષ્ટાચાર મુક્ત શાષનની ગવાહી પુરે છે. જ્યારે ભાદર નદી પરનો નેશનલ હાઈવેનો તેમજ રાજ્યના બીજા અનેક પુલો ભ્રષ્ટાચારની ચાડી ખાય છે.