Surat: નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો, સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ભાંડાફોડ
સુરતમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં નકલી ડોક્ટરોનો ભાંડાફોડ ખુલાસો થયો છે. 7થી લઇને 12 પાસ ઊંટવૈદ્ય નાની-નાદી હાટડી ખોલીને લોકોને બોટલા ચડાવે છે. ડિગ્રી વગરના ડોક્ટરો સુરતીઓના આરોગ્ય સાથે રમે છે.7 થી લઇને 12 પાસ ઊંટવૈદ્ય ચડાવે છે બોટલોરાજ્યમાંથી વધુ એકવાર બોગસ તબીબોને પોલીસ અને SOG ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે આ પહેલા સુરતમાં અનેકવાર નકલી તબીબોને લઈ મામલા સામે આવ્યા છે. ત્યારે સુરતમાં બોગસ તબીબ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝોન-4 પોલીસે પોલીસે 20 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે 1500 જેટલી નકલી ડિગ્રીઓ જપ્ત કરાઈ છે. તેવામાં નકલી ડોક્ટરોના અહેવાલ બાદ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ભાંડાફોડ ખુલાસો થયો છે.પેટ ભરવા, ઘર ચલાવવા દવાખાનું ખોલ્યુંઃ નકલી ડૉક્ટરસુરતમાં નકલી ડોક્ટરોને લઇ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં અનેક ઊંટવૈદ્ય પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે. બોગસ ડોકટરના અહેવાલ બાદ સંદેશ ન્યુઝના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, હજી પણ બોગસ ડિગ્રી વગરના ડોકટરોના દવાખાના ધમધમી રહ્યા છે. ડિગ્રી વગર અને 12 ભણેલા લોકો દવાખાનું ખોલીને ધમધોકાર હાટડીઓ ચલાનીને પાપી પેટ ભરવા તનતોડ મહેનત કરી રહ્યા છે. આ ડિગ્રી વગરના નકલી તબીબ દર્દીને ઈન્જેકશન, દવા, બોટલ ચઢાવી સહિતની અન્ય સારવાર કરી રહ્યા હતા. મોટી માત્રામાં દવા ઈન્જેકશનનો જથ્થો પણ રાખવામાં આવ્યો હતો.ચિકન મટનની દુકાનમાં પણ ચાલતું હતું ક્લિનિક! સંદેશ ન્યુઝ રિયાલિટી ચેક કરવા પહોંચતા ડોક્ટર દવાખાનાને તાળા મારીને ફરાર થઇ ગયા હતા. તેમાથી એક નકલી તબીબ હાથે લાગતા તેને પૂછવામાં આવ્યું કે આવું શા માટે કરો છો? તેના જવાબમાં નકલી ડૉક્ટરે જણાવ્યું કે, મારી પાસે ડિગ્રી નથી, પેટ ભરવા, ઘર ચલાવવા દવાખાનું ખોલ્યું છે. આવા તબીબો લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યું છે છતા તંત્ર ગાઢ નિંદ્રાધિન હોય તેવું લાગી રહ્યું છે. ગઇકાલે 1500 નકલી ડિગ્રીઓ મળી હતી. નકલી ડિગ્રીનો ભરપુર ઉપયોગ કરીને નકલી ડોક્ટરો ચિકન મટનની દુકાનમાં પણ ક્લિનિક ચાલાવી રહ્યા છે. સંદેશ ન્યુઝ પહોંચતા દવાખાનાને કલર મારી બોર્ડ ભૂંસી માર્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં નકલી ડોક્ટરોનો ભાંડાફોડ ખુલાસો થયો છે. 7થી લઇને 12 પાસ ઊંટવૈદ્ય નાની-નાદી હાટડી ખોલીને લોકોને બોટલા ચડાવે છે. ડિગ્રી વગરના ડોક્ટરો સુરતીઓના આરોગ્ય સાથે રમે છે.
7 થી લઇને 12 પાસ ઊંટવૈદ્ય ચડાવે છે બોટલો
રાજ્યમાંથી વધુ એકવાર બોગસ તબીબોને પોલીસ અને SOG ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે આ પહેલા સુરતમાં અનેકવાર નકલી તબીબોને લઈ મામલા સામે આવ્યા છે. ત્યારે સુરતમાં બોગસ તબીબ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝોન-4 પોલીસે પોલીસે 20 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે 1500 જેટલી નકલી ડિગ્રીઓ જપ્ત કરાઈ છે. તેવામાં નકલી ડોક્ટરોના અહેવાલ બાદ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ભાંડાફોડ ખુલાસો થયો છે.
પેટ ભરવા, ઘર ચલાવવા દવાખાનું ખોલ્યુંઃ નકલી ડૉક્ટર
સુરતમાં નકલી ડોક્ટરોને લઇ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં અનેક ઊંટવૈદ્ય પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે. બોગસ ડોકટરના અહેવાલ બાદ સંદેશ ન્યુઝના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, હજી પણ બોગસ ડિગ્રી વગરના ડોકટરોના દવાખાના ધમધમી રહ્યા છે. ડિગ્રી વગર અને 12 ભણેલા લોકો દવાખાનું ખોલીને ધમધોકાર હાટડીઓ ચલાનીને પાપી પેટ ભરવા તનતોડ મહેનત કરી રહ્યા છે. આ ડિગ્રી વગરના નકલી તબીબ દર્દીને ઈન્જેકશન, દવા, બોટલ ચઢાવી સહિતની અન્ય સારવાર કરી રહ્યા હતા. મોટી માત્રામાં દવા ઈન્જેકશનનો જથ્થો પણ રાખવામાં આવ્યો હતો.
ચિકન મટનની દુકાનમાં પણ ચાલતું હતું ક્લિનિક!
સંદેશ ન્યુઝ રિયાલિટી ચેક કરવા પહોંચતા ડોક્ટર દવાખાનાને તાળા મારીને ફરાર થઇ ગયા હતા. તેમાથી એક નકલી તબીબ હાથે લાગતા તેને પૂછવામાં આવ્યું કે આવું શા માટે કરો છો? તેના જવાબમાં નકલી ડૉક્ટરે જણાવ્યું કે, મારી પાસે ડિગ્રી નથી, પેટ ભરવા, ઘર ચલાવવા દવાખાનું ખોલ્યું છે. આવા તબીબો લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યું છે છતા તંત્ર ગાઢ નિંદ્રાધિન હોય તેવું લાગી રહ્યું છે. ગઇકાલે 1500 નકલી ડિગ્રીઓ મળી હતી. નકલી ડિગ્રીનો ભરપુર ઉપયોગ કરીને નકલી ડોક્ટરો ચિકન મટનની દુકાનમાં પણ ક્લિનિક ચાલાવી રહ્યા છે. સંદેશ ન્યુઝ પહોંચતા દવાખાનાને કલર મારી બોર્ડ ભૂંસી માર્યું છે.