Pavagadh: પાવાગઢ ખાતે મહાકાળી મંદિર થોડા સમય માટે બંધ કરાશે, જાણો કેમ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાલી મંદિર થોડા સમય માટે બંધ કરાશે તેવા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે એટલે કે, 8નવેમ્બરને શુક્રવારના રોજ સાંજના 4 થી બીજા દિવસે સવારે 6:00 વાગ્યાં સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.પાવાગઢ મંદિરમાં થયેલી ચોરી મામલે પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે સોના-ચાંદીના દાગીના સહીત કુલ 78 લાખની ચોરી કરનાર ચોરને મુદ્દામાલ સહિત ઝડપી પડાયો છે. મંદિરમાં માતાજીના આભુષણોની ચોરી થઇ હતી. જેમાં સોના ચાંદીના દાગીના સહિત કુલ 78 લાખની ચોરી કરનાર સુરતના અંતરિયાળ ગામડાનો સટ્ટાખોર શખ્સ પાવાગઢ મંદિરમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ શખ્સે રાત્રીના સમયે નિજમંદિરના વેન્ટિલેશનને તોડી ગર્ભ ગ્રુહમાં પ્રવેશીને 6 સોનાના હાર અને મુકૂટ સહિતની ચોરી કરી હતી. સમગ્ર મામલે પોલીસે સુરતના અંતરિયાળ ગામડાના સટ્ટાખોરને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના બાદ મંદિરના શુદ્ધિકરણ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.મળતી માહિતી મુજબ, પાવાગઢ ખાતે મંદિરના ગર્ભગૃહમાંથી આભૂષણોની ચોરીની ઘટના બાદ મંદિરના શુદ્ધિકરણ માટે આવતીકાલે સાંજના 4 વાગ્યાથી મહાકાળી મંદિર બંધ રખાશે. બીજા દિવસે 9 નવેમ્બર સવારે 6 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. 7 નવેમ્બર ના રોજ મંદિરના ગર્ભગૃહમા પ્રવેશી ચોરીની ઘટના બાદ મંદિરના શુદ્ધિકરણ માટે મંદિર બંધ રખાશે.જાણો શુ હતો સમગ્ર મામલો?સવારના સમયે મંદિરમાં માતાજીની સામાન સામગ્રી વેર વિખેર જોવા મળી હતી. જેને લઇ ચોરો દ્વારા આવી કરતૂત કરવામાં આવી હોવાની શંકા સેવાઇ રહી હતી. સમગ્ર ઘટનાને લઇ પ્રસિદ્ધ અને હંમેશા સુરક્ષામાં રહેતા મંદિરમાં ચોરોએ પ્રવેશ કેમનો કર્યો તે પ્રશ્ન લોકોમાં જાગ્યો હતો. ત્યારે હાલ આ ઘટનાને લઇ પાવાગઢ પોલીસ અને ડી વાય એસ પી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અને ઘટનાને લઇ કાર્યવાહી હાથ ધરી છે. જોકે મંદિર આજુબાજુથી સીસીટીવી કેમેરાથી સજ્જ હોઇ સમગ્ર ઘટના ટૂંક સમયમાં સામે આવે તેવી શક્યતાઓ છે. સમગ્ર ઘટનાને લઇ પોલીસતંત્ર દ્વારા મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું. તથા ચોરીની શંકાને લઇ તંત્ર દ્વારા મંદિરમાં તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. આખરે પોલીસે ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. માતાજીના આભુષણો, 6 સોનાના હાર અને મુકૂટ સહિત 78 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાલી મંદિર થોડા સમય માટે બંધ કરાશે તેવા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે એટલે કે, 8નવેમ્બરને શુક્રવારના રોજ સાંજના 4 થી બીજા દિવસે સવારે 6:00 વાગ્યાં સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.
પાવાગઢ મંદિરમાં થયેલી ચોરી મામલે પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે સોના-ચાંદીના દાગીના સહીત કુલ 78 લાખની ચોરી કરનાર ચોરને મુદ્દામાલ સહિત ઝડપી પડાયો છે. મંદિરમાં માતાજીના આભુષણોની ચોરી થઇ હતી. જેમાં સોના ચાંદીના દાગીના સહિત કુલ 78 લાખની ચોરી કરનાર સુરતના અંતરિયાળ ગામડાનો સટ્ટાખોર શખ્સ પાવાગઢ મંદિરમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ શખ્સે રાત્રીના સમયે નિજમંદિરના વેન્ટિલેશનને તોડી ગર્ભ ગ્રુહમાં પ્રવેશીને 6 સોનાના હાર અને મુકૂટ સહિતની ચોરી કરી હતી. સમગ્ર મામલે પોલીસે સુરતના અંતરિયાળ ગામડાના સટ્ટાખોરને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના બાદ મંદિરના શુદ્ધિકરણ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
મળતી માહિતી મુજબ, પાવાગઢ ખાતે મંદિરના ગર્ભગૃહમાંથી આભૂષણોની ચોરીની ઘટના બાદ મંદિરના શુદ્ધિકરણ માટે આવતીકાલે સાંજના 4 વાગ્યાથી મહાકાળી મંદિર બંધ રખાશે. બીજા દિવસે 9 નવેમ્બર સવારે 6 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. 7 નવેમ્બર ના રોજ મંદિરના ગર્ભગૃહમા પ્રવેશી ચોરીની ઘટના બાદ મંદિરના શુદ્ધિકરણ માટે મંદિર બંધ રખાશે.
જાણો શુ હતો સમગ્ર મામલો?
સવારના સમયે મંદિરમાં માતાજીની સામાન સામગ્રી વેર વિખેર જોવા મળી હતી. જેને લઇ ચોરો દ્વારા આવી કરતૂત કરવામાં આવી હોવાની શંકા સેવાઇ રહી હતી. સમગ્ર ઘટનાને લઇ પ્રસિદ્ધ અને હંમેશા સુરક્ષામાં રહેતા મંદિરમાં ચોરોએ પ્રવેશ કેમનો કર્યો તે પ્રશ્ન લોકોમાં જાગ્યો હતો. ત્યારે હાલ આ ઘટનાને લઇ પાવાગઢ પોલીસ અને ડી વાય એસ પી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અને ઘટનાને લઇ કાર્યવાહી હાથ ધરી છે. જોકે મંદિર આજુબાજુથી સીસીટીવી કેમેરાથી સજ્જ હોઇ સમગ્ર ઘટના ટૂંક સમયમાં સામે આવે તેવી શક્યતાઓ છે. સમગ્ર ઘટનાને લઇ પોલીસતંત્ર દ્વારા મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું. તથા ચોરીની શંકાને લઇ તંત્ર દ્વારા મંદિરમાં તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. આખરે પોલીસે ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. માતાજીના આભુષણો, 6 સોનાના હાર અને મુકૂટ સહિત 78 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.