BZ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ચૂંટણીપંચમાં નોંધાઈ ફરિયાદ, વાંચો Inside Story

બીઝેડ ગ્રુપના કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે વધુ એક ફરિયાદ ચૂંટણીપંચમાં નોંધાઈ છે.લોકસભા 2024ની ચૂંટણીમાં ઉમેદવારીને લઈ ફરિયાદ નોંધાઈ છે જેમાં આર્મ્સ એક્ટનો ગુનો હોવા છતાં વિગતો છુપાવી હતી જેને લઈ ફરિયાદ નોંધાવવામાં આવી છે,એફિડેવિટમાં ફરિયાદ સહિતની વિગતો છુપાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. ચૂંટણી પંચમાં ફરિયાદ આ સમગ્ર મામલે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.કુમાર ભાટ નામના યુવકે હિંમતનગર ચૂંટણી શાખામાં લેખિત ફરિયાદ કરી છે.ભૂપેન્દ્ર ઝાલા સામે આર્મ્સ એક્ટનો ગુનો અમદાવાદમાં નોંધાયો હોવા છતાં માહિતી છૂપાવી હતી અને એફિડેવિટમાં ફરિયાદ સહિતની વિગતો છૂપાવ્યાની ફરિયાદ નોંધાઈ છે.6 હજાર કરોડની ફરિયાદના પગલે ગુજરાત ભરમાં વ્યાપ્યો છે હડકંપ.એક કા ડબલ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઘણાં ભાજપી નેતાઓના સંબંધો હોવાના વિડીયો અને ફોટોગ્રાફ્સ ફરતા થયા છે, તેમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર પણ દેખાય છે. જો કે ભીખુસિંહે ઝાલા સાથે પોતાને કોઇ સંબંધ ન હોવાની સ્પષ્ટતાઓ કરવી પડી રહી છે.બાયડમાં આરતીબેન જયસ્વાલ કંપની ચલાવતી અરવલ્લીના બાયડમાં BZ કંપનીની ઓફિસ પર હવે તાળા લાગ્યા છે.CID ક્રાઈમે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા સામે કાર્યવાહી કરતા જ તેની ઓફિસોને તાળા લાગી ગયા છે.અરવલ્લીના બાયડમાં આરતીબેન જયસ્વાલ નામના મહિલા BZ કંપનીની ઓફિસના સંચાલિકા છે. મહિલા એજન્ટ આરતી જયસ્વાલના મોંઘીદાટ કાર સાથે તસવીરો વાયરલ થઈ છે. CID ક્રાઈમે કાર્યવાહી કરતા જ છેલ્લા સાત દિવસથી BZની ઓફિસોને તાળા લાગવા લાગ્યા છે. ગ્રાન્ટ પણ પડાવી લીધી કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 300 SC-ST વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પણ પડાવી લીધી હોવાની વાત સામે આવી છે.વિદ્યાર્થીઓની 75 લાખની ગ્રાન્ટ પડાવ્યાનું કૌંભાડ સામે આવ્યું છે.BZ ગ્રુપ સામે કાર્યવાહી અન્ય ઈન્વેન્ટ પેઢીના સંચાલકો ગાયબ છે,હિંમતનગરમાં 26 નવેમ્બરથી અનેક પેઢીઓના શટર ડાઉન થઈ ગયા છે.હિંમતનગર, તલોદ અને મોડાસામાં પેઢીઓને તાળા લાગ્યા છે,AR ગ્રુપની પેઢીઓ સતત સાતમા દિવસે બંધ હાલતમાં જોવા મળી છે.અજય અને રાજુ નામના સંચાલકો ચલાવતા હતા AR ગ્રુપ. અન્ય પણ કૌંભાડીઓ સામિલ આ સમગ્ર ઘટનામાં અન્ય કૌંભાડીઓ પણ સામિલ હોવાની વાત સામે આવી છે જેમાં BZ ગ્રુપમાંથી છૂટા પડી નવી પેઢીઓ ખોલવામાં આવી હતી તો AR ગ્રુપમાં 250થી 300 કરોડ રૂપિયાના રોકાણની સંભાવના છે,તો સહકારી જીન વિસ્તારમાં આવેલી ઓફિસને તાળા લાગ્યા છે.પોલીસ પણ આવા ફરાર આરોપીઓને શોધી રહી છે અને ગઈકાલ સાંજથી આજ સવાર સુધી પોલીસે ફરિયાદ પણ નોંધી છે,અનેક શિક્ષકો પણ ફરાર થઈ ગયા છે અને પેઢીઓને તાળા લાગી ગયા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ નેતાના કહેવાથી ફોર્મ પાછું ખેંચ્યું તમને જાણીને આશ્ચર્ય થશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા માત્ર 30 વર્ષનો છે અને અપરિણીત છે. ભૂપેન્દ્રસિંહ સૌથી પહેલા લોકોમાં ચર્ચામાં આવ્યો તે ઘટના હતી ગત લોકસભા ચૂંટણી. જેમાં ભૂપેન્દ્રસિંહે ભાજપના કાર્યકર હોવા છતાં ટિકિટ નહીં મળતા સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી. જો કે ચૂંટણી લડવાને બદલે તેઓએ ઉમેદવારી પરત ખેંચી લીધી. તેમજ મોડાસામાં યોજાયેલી એક સભામાં ભાજપના એક મોટા ગજાના નેતાએ એમ પણ કહ્યું હતું કે મારા કહેવાથી ભૂપેન્દ્રએ ફોર્મ પરત ખેંચ્યું છે.  

BZ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ચૂંટણીપંચમાં નોંધાઈ ફરિયાદ, વાંચો Inside Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બીઝેડ ગ્રુપના કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે વધુ એક ફરિયાદ ચૂંટણીપંચમાં નોંધાઈ છે.લોકસભા 2024ની ચૂંટણીમાં ઉમેદવારીને લઈ ફરિયાદ નોંધાઈ છે જેમાં આર્મ્સ એક્ટનો ગુનો હોવા છતાં વિગતો છુપાવી હતી જેને લઈ ફરિયાદ નોંધાવવામાં આવી છે,એફિડેવિટમાં ફરિયાદ સહિતની વિગતો છુપાવ્યાની ફરિયાદ નોંધાઈ છે.

ચૂંટણી પંચમાં ફરિયાદ

આ સમગ્ર મામલે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.કુમાર ભાટ નામના યુવકે હિંમતનગર ચૂંટણી શાખામાં લેખિત ફરિયાદ કરી છે.ભૂપેન્દ્ર ઝાલા સામે આર્મ્સ એક્ટનો ગુનો અમદાવાદમાં નોંધાયો હોવા છતાં માહિતી છૂપાવી હતી અને એફિડેવિટમાં ફરિયાદ સહિતની વિગતો છૂપાવ્યાની ફરિયાદ નોંધાઈ છે.6 હજાર કરોડની ફરિયાદના પગલે ગુજરાત ભરમાં વ્યાપ્યો છે હડકંપ.એક કા ડબલ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઘણાં ભાજપી નેતાઓના સંબંધો હોવાના વિડીયો અને ફોટોગ્રાફ્સ ફરતા થયા છે, તેમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર પણ દેખાય છે. જો કે ભીખુસિંહે ઝાલા સાથે પોતાને કોઇ સંબંધ ન હોવાની સ્પષ્ટતાઓ કરવી પડી રહી છે.

બાયડમાં આરતીબેન જયસ્વાલ કંપની ચલાવતી

અરવલ્લીના બાયડમાં BZ કંપનીની ઓફિસ પર હવે તાળા લાગ્યા છે.CID ક્રાઈમે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા સામે કાર્યવાહી કરતા જ તેની ઓફિસોને તાળા લાગી ગયા છે.અરવલ્લીના બાયડમાં આરતીબેન જયસ્વાલ નામના મહિલા BZ કંપનીની ઓફિસના સંચાલિકા છે. મહિલા એજન્ટ આરતી જયસ્વાલના મોંઘીદાટ કાર સાથે તસવીરો વાયરલ થઈ છે. CID ક્રાઈમે કાર્યવાહી કરતા જ છેલ્લા સાત દિવસથી BZની ઓફિસોને તાળા લાગવા લાગ્યા છે.

ગ્રાન્ટ પણ પડાવી લીધી

કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 300 SC-ST વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પણ પડાવી લીધી હોવાની વાત સામે આવી છે.વિદ્યાર્થીઓની 75 લાખની ગ્રાન્ટ પડાવ્યાનું કૌંભાડ સામે આવ્યું છે.BZ ગ્રુપ સામે કાર્યવાહી અન્ય ઈન્વેન્ટ પેઢીના સંચાલકો ગાયબ છે,હિંમતનગરમાં 26 નવેમ્બરથી અનેક પેઢીઓના શટર ડાઉન થઈ ગયા છે.હિંમતનગર, તલોદ અને મોડાસામાં પેઢીઓને તાળા લાગ્યા છે,AR ગ્રુપની પેઢીઓ સતત સાતમા દિવસે બંધ હાલતમાં જોવા મળી છે.અજય અને રાજુ નામના સંચાલકો ચલાવતા હતા AR ગ્રુપ.

અન્ય પણ કૌંભાડીઓ સામિલ

આ સમગ્ર ઘટનામાં અન્ય કૌંભાડીઓ પણ સામિલ હોવાની વાત સામે આવી છે જેમાં BZ ગ્રુપમાંથી છૂટા પડી નવી પેઢીઓ ખોલવામાં આવી હતી તો AR ગ્રુપમાં 250થી 300 કરોડ રૂપિયાના રોકાણની સંભાવના છે,તો સહકારી જીન વિસ્તારમાં આવેલી ઓફિસને તાળા લાગ્યા છે.પોલીસ પણ આવા ફરાર આરોપીઓને શોધી રહી છે અને ગઈકાલ સાંજથી આજ સવાર સુધી પોલીસે ફરિયાદ પણ નોંધી છે,અનેક શિક્ષકો પણ ફરાર થઈ ગયા છે અને પેઢીઓને તાળા લાગી ગયા છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપ નેતાના કહેવાથી ફોર્મ પાછું ખેંચ્યું

તમને જાણીને આશ્ચર્ય થશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા માત્ર 30 વર્ષનો છે અને અપરિણીત છે. ભૂપેન્દ્રસિંહ સૌથી પહેલા લોકોમાં ચર્ચામાં આવ્યો તે ઘટના હતી ગત લોકસભા ચૂંટણી. જેમાં ભૂપેન્દ્રસિંહે ભાજપના કાર્યકર હોવા છતાં ટિકિટ નહીં મળતા સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી. જો કે ચૂંટણી લડવાને બદલે તેઓએ ઉમેદવારી પરત ખેંચી લીધી. તેમજ મોડાસામાં યોજાયેલી એક સભામાં ભાજપના એક મોટા ગજાના નેતાએ એમ પણ કહ્યું હતું કે મારા કહેવાથી ભૂપેન્દ્રએ ફોર્મ પરત ખેંચ્યું છે.