Junagadh ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ પર મંદીના કાળા વાદળો છવાયા, રત્ન કલાકારો મુશ્કેલીમાં

જૂનાગઢમાં એક માત્ર રોજગારી છે. ત્યારે હાલ હીરા બજાર ઘેરી અને ગંભીર મંદીમાં જોવા મળી રહ્યું છે. ત્યારે છેલ્લા બે વર્ષથી હીરા બજારમાં મંદી આવતા રત્ન કલાકારોને મહેનત પ્રમાણે પગાર પણ મળતો નથી. હાલના સમયમાં જૂનાગઢમાં 5થી 7 હજાર રત્ન કલાકારો કામ કરી રહ્યા છે. હીરા ઉદ્યોગમાં મંદી આવવાના કારણે રત્ન કલાકારોએ ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી હીરા બજાર પર મંદીના વાદળો છે. હાલ સમગ્ર વિશ્વના હીરા બજારમાં મંદી જોવા મળી રહી છે. USA, હોંગકોંગ બાદ ગુજરાતને પણ હીરા ઉદ્યોગનું મોટુ હબ માનવામાં આવે છે. અગાઉ જ્યારે રત્ન કલાકારો હીરા ઘસવાનું કામ કરતા હતા, તે સમયે 18 હજારથી 20 હજારનું કામ કરી શકતા હતા. પરંતુ છેલ્લા બે વર્ષમાં હીરા ઉદ્યોગમાં મંદી આવવાના કારણે રત્ન કલાકારોએ ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. હીરા ઉદ્યોગ પર આ કારણે સર્જાઈ મંદી? બે દેશ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પણ વિપરીત અસરો વૈશ્વિક ડાયમંડ બજાર પર પણ પડી રહી છે. જેને લઈને હાલમાં હીરાના કારખાનાઓમાં વેકેશન આપવામાં આવી રહ્યું છે અને કેટલાક કારખાનામાં કામ નહીં મળતા કારખાના પણ બંધ થઈ ગયા છે. ત્યારે આવનારા દિવસોમાં તહેવારોને લઈ 15 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વેકેશન બાદ ફરી કારખાના ખુલશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. હીરા ઉદ્યોગના રત્ન કલાકારોનું ભવિષ્ય પણ ડામાડોળ છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીના કારણે ઘણા રત્ન કલાકારો બીજા ધંધા તરફ વળ્યા છે. બીજી તરફ હીરા ઉદ્યોગમાં ઉપરથી વેપારીઓ પૂરો માલ પણ મોકલાવતા નથી અને તેના કારણે રત્ન કલાકારોને પૂરતી રોજગારી પણ મળી શકતી નથી એક તરફ મોંઘવારીએ માજા મુકી છે અને દિવસેને દિવસે તે વધી રહી છે, ત્યારે છેલ્લા 2 વર્ષમાં રત્ન કલાકારોને હીરા ઉદ્યોગમાં મંદી આવવાના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. આમ, જુનાગઢ હીરા ઉદ્યોગને મંદીના મોજાએ અજગરી ભરડો લીધો છે, ત્યારે હીરા ઉદ્યોગના રત્ન કલાકારોનું ભવિષ્ય પણ ડામાડોળ થયું છે. 

Junagadh ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ પર મંદીના કાળા વાદળો છવાયા, રત્ન કલાકારો મુશ્કેલીમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢમાં એક માત્ર રોજગારી છે. ત્યારે હાલ હીરા બજાર ઘેરી અને ગંભીર મંદીમાં જોવા મળી રહ્યું છે. ત્યારે છેલ્લા બે વર્ષથી હીરા બજારમાં મંદી આવતા રત્ન કલાકારોને મહેનત પ્રમાણે પગાર પણ મળતો નથી. હાલના સમયમાં જૂનાગઢમાં 5થી 7 હજાર રત્ન કલાકારો કામ કરી રહ્યા છે.


હીરા ઉદ્યોગમાં મંદી આવવાના કારણે રત્ન કલાકારોએ ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી હીરા બજાર પર મંદીના વાદળો છે. હાલ સમગ્ર વિશ્વના હીરા બજારમાં મંદી જોવા મળી રહી છે. USA, હોંગકોંગ બાદ ગુજરાતને પણ હીરા ઉદ્યોગનું મોટુ હબ માનવામાં આવે છે. અગાઉ જ્યારે રત્ન કલાકારો હીરા ઘસવાનું કામ કરતા હતા, તે સમયે 18 હજારથી 20 હજારનું કામ કરી શકતા હતા. પરંતુ છેલ્લા બે વર્ષમાં હીરા ઉદ્યોગમાં મંદી આવવાના કારણે રત્ન કલાકારોએ ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.

હીરા ઉદ્યોગ પર આ કારણે સર્જાઈ મંદી?

બે દેશ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પણ વિપરીત અસરો વૈશ્વિક ડાયમંડ બજાર પર પણ પડી રહી છે. જેને લઈને હાલમાં હીરાના કારખાનાઓમાં વેકેશન આપવામાં આવી રહ્યું છે અને કેટલાક કારખાનામાં કામ નહીં મળતા કારખાના પણ બંધ થઈ ગયા છે. ત્યારે આવનારા દિવસોમાં તહેવારોને લઈ 15 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વેકેશન બાદ ફરી કારખાના ખુલશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે.


હીરા ઉદ્યોગના રત્ન કલાકારોનું ભવિષ્ય પણ ડામાડોળ

છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીના કારણે ઘણા રત્ન કલાકારો બીજા ધંધા તરફ વળ્યા છે. બીજી તરફ હીરા ઉદ્યોગમાં ઉપરથી વેપારીઓ પૂરો માલ પણ મોકલાવતા નથી અને તેના કારણે રત્ન કલાકારોને પૂરતી રોજગારી પણ મળી શકતી નથી એક તરફ મોંઘવારીએ માજા મુકી છે અને દિવસેને દિવસે તે વધી રહી છે, ત્યારે છેલ્લા 2 વર્ષમાં રત્ન કલાકારોને હીરા ઉદ્યોગમાં મંદી આવવાના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. આમ, જુનાગઢ હીરા ઉદ્યોગને મંદીના મોજાએ અજગરી ભરડો લીધો છે, ત્યારે હીરા ઉદ્યોગના રત્ન કલાકારોનું ભવિષ્ય પણ ડામાડોળ થયું છે.