મિત્રોને સીબીઆઇના નકલી ઓફિસર બનાવીને મોકલનાર કપિલ ત્રિવેદી ઝડપાયો

અમદાવાદ,રવિવારશહેરના હાંસોલમાં રહેતા યુવકને એડ ફિલ્મના કામ માટે વાયએમસી વાયએમસીએ ક્લબમાં બોલાવીને રૂમમાં સીબીઆઇના નકલી ત્રણ અધિકારીઓને મોકલીને માર મારવાના કેસના મુખ્ય આરોપી કપિલ ત્રિવેદીની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે.  પુછપરછમાં  જાણવા મળ્યું હતું કે હાંસોલમાં રહેતા સુમિતને  કપિલના દુરના એક સગાની દીકરી સાથે પ્રેમસંબધ હતો. જેથી યુવતી સાથે સંબધ ન રાખવા બાબતે તેને ધમકાવવા માટે એડ બનાવવા માટેની મિટીંગ અંગેનો ખોટો ફોન કરીને ક્લબમાં બોલાવ્યો હતો. હાંસોલ વિસ્તારમાં રહેતા સુમિત ખાટવાણીને એડ ફિલ્મના શુટીંગના પ્રોજેક્ટની મિટીંગ માટે વાયએમસીએ ક્લબના રૂમમાં બોલાવીને ત્યાં સીબીઆઇના નકલી અધિકારીઓની રેઇડ કરાવવાના  મામલે વઢવાણ નગર પાલિકાના કાઉન્સીલર હિતેન્દ્રસિંહ મોરી,  વિરેન્દ્રસિંહ ચાવડા અને ધનરાજસિંહ રાઠોડને ઝડપીને પુછપરછ કરી હતી. જેમા પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા કપિલ ત્રિવેદીની સંડોવણી ખુલી હતી. જેના આધારે આનંદનગર પોલીસે  સોમવારે કપિલ ત્રિવેદીની ધરપકડ કરી હતી.  તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે  સુમિતને તેના એક દુરના સગાની દીકરી સાથે પ્રેમસંબધ હતો. જેથી સુમિત યુવતી સાથે સંબધ ન રાખે તે બાબતે ધમકાવવા માટે તેને એડ ફિલ્મ અંગે મિટીંગનો ખોટો કોલ કરીને વાયએમસીએ ક્લબમાં  કપિલે તેને બોલાવીને તેના મિત્રોની મદદ લઇને સીબીઆઇની ખોટો રેઇડ કરાવીને તેને માર મારીને ધમકાવ્યો હતો. આ અંગે આનંદનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મિત્રોને સીબીઆઇના નકલી ઓફિસર બનાવીને મોકલનાર કપિલ ત્રિવેદી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

શહેરના હાંસોલમાં રહેતા યુવકને એડ ફિલ્મના કામ માટે વાયએમસી વાયએમસીએ ક્લબમાં બોલાવીને રૂમમાં સીબીઆઇના નકલી ત્રણ અધિકારીઓને મોકલીને માર મારવાના કેસના મુખ્ય આરોપી કપિલ ત્રિવેદીની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે.  પુછપરછમાં  જાણવા મળ્યું હતું કે હાંસોલમાં રહેતા સુમિતને  કપિલના દુરના એક સગાની દીકરી સાથે પ્રેમસંબધ હતો. જેથી યુવતી સાથે સંબધ ન રાખવા બાબતે તેને ધમકાવવા માટે એડ બનાવવા માટેની મિટીંગ અંગેનો ખોટો ફોન કરીને ક્લબમાં બોલાવ્યો હતો. 


હાંસોલ વિસ્તારમાં રહેતા સુમિત ખાટવાણીને એડ ફિલ્મના શુટીંગના પ્રોજેક્ટની મિટીંગ માટે વાયએમસીએ ક્લબના રૂમમાં બોલાવીને ત્યાં સીબીઆઇના નકલી અધિકારીઓની રેઇડ કરાવવાના  મામલે વઢવાણ નગર પાલિકાના કાઉન્સીલર હિતેન્દ્રસિંહ મોરીવિરેન્દ્રસિંહ ચાવડા અને ધનરાજસિંહ રાઠોડને ઝડપીને પુછપરછ કરી હતી. જેમા પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા કપિલ ત્રિવેદીની સંડોવણી ખુલી હતી. જેના આધારે આનંદનગર પોલીસે  સોમવારે કપિલ ત્રિવેદીની ધરપકડ કરી હતી.  તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે  સુમિતને તેના એક દુરના સગાની દીકરી સાથે પ્રેમસંબધ હતો. જેથી સુમિત યુવતી સાથે સંબધ ન રાખે તે બાબતે ધમકાવવા માટે તેને એડ ફિલ્મ અંગે મિટીંગનો ખોટો કોલ કરીને વાયએમસીએ ક્લબમાં  કપિલે તેને બોલાવીને તેના મિત્રોની મદદ લઇને સીબીઆઇની ખોટો રેઇડ કરાવીને તેને માર મારીને ધમકાવ્યો હતો. આ અંગે આનંદનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.