Gujaratમાં ચોમાસાનો યુ ટર્ન ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે,અંબાલાલ પટેલનું કહેવું છે કે,રાજયમાં હજી પણ વરસાદ થવાની શકયતા છે.13 સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે જેના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ બંગાળ ઉપ સાગરમાં બનતી વરસાદની સિસ્ટમો અને દક્ષિણ ચીનમાં બનતા ચક્રવાતના અવશેષો બંગાળ ઉપ સાગરમાં આવતા સાગર વધુ સક્રિય થશે અને વરસાદ આવવાની સંભાવના છે. રાજયના કેટલાક છૂટા ભાગોમાં પડશે વરસાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજયમાં કેટલાક છૂટા ભાગોમાં 13 સપ્ટેમ્બરથી વરસાદ થવાની શકયતાઓ છે.18થી 21 સપ્ટેમ્બરે રાજયના ભાગોમાં ભારે વરસાદ થવાની શકયતા છે.પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શકયતા છે.પંચમહાલ, સાબરકાંઠા, કચ્છમાં ભારે વરસાદની શકયતાઓ સેવાઈ રહી છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં હળવોથી ભારે વરસાદ થઈ શકે છે.કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવાની શકયતાઓ છે.સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.જૂનાગઢના, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.બીજી તરફ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે.10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર બંગાળ ઉપ સાગરમાં ચક્રવાત થવાની શકયતા રહશે.નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.સૌથી વધુ વરસાદ ધાનેરામાં 3.22 ઈંચ નોંધાયો ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય નથી,મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી,વરસાદની હાલ મજબૂત સિસ્ટમ સક્રિય ન રહેતા ભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાતી નથી. રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ રહી શકે. અમદાવાદના મહત્તમ તાપમાનમાં સમાન્ય કરતા 1.4 ડિગ્રી નો વધારો થયો છે. તાપમાન વધતા બાફરાનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 32.7 રહ્યું. હાલ ચાર સિસ્ટમ સક્રિય પરંતુ તે ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી શક્યતા નહિવત છે. 15 સપ્ટેમ્બરથી ચોમાસું ધીરે ધીરે વિદાય લે તેવી સંભાવના છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ધાનેરામાં 3.22 ઈંચ નોંધાયો છે. રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

Gujaratમાં ચોમાસાનો યુ ટર્ન ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે,અંબાલાલ પટેલનું કહેવું છે કે,રાજયમાં હજી પણ વરસાદ થવાની શકયતા છે.13 સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે જેના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ બંગાળ ઉપ સાગરમાં બનતી વરસાદની સિસ્ટમો અને દક્ષિણ ચીનમાં બનતા ચક્રવાતના અવશેષો બંગાળ ઉપ સાગરમાં આવતા સાગર વધુ સક્રિય થશે અને વરસાદ આવવાની સંભાવના છે.

રાજયના કેટલાક છૂટા ભાગોમાં પડશે વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજયમાં કેટલાક છૂટા ભાગોમાં 13 સપ્ટેમ્બરથી વરસાદ થવાની શકયતાઓ છે.18થી 21 સપ્ટેમ્બરે રાજયના ભાગોમાં ભારે વરસાદ થવાની શકયતા છે.પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શકયતા છે.પંચમહાલ, સાબરકાંઠા, કચ્છમાં ભારે વરસાદની શકયતાઓ સેવાઈ રહી છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં હળવોથી ભારે વરસાદ થઈ શકે છે.

કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવાની શકયતાઓ છે.સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.જૂનાગઢના, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.બીજી તરફ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે.10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર બંગાળ ઉપ સાગરમાં ચક્રવાત થવાની શકયતા રહશે.નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.

સૌથી વધુ વરસાદ ધાનેરામાં 3.22 ઈંચ નોંધાયો

ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય નથી,મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી,વરસાદની હાલ મજબૂત સિસ્ટમ સક્રિય ન રહેતા ભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાતી નથી. રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ રહી શકે. અમદાવાદના મહત્તમ તાપમાનમાં સમાન્ય કરતા 1.4 ડિગ્રી નો વધારો થયો છે. તાપમાન વધતા બાફરાનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 32.7 રહ્યું. હાલ ચાર સિસ્ટમ સક્રિય પરંતુ તે ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી શક્યતા નહિવત છે. 15 સપ્ટેમ્બરથી ચોમાસું ધીરે ધીરે વિદાય લે તેવી સંભાવના છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ધાનેરામાં 3.22 ઈંચ નોંધાયો છે. રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.