લાલગેબી સર્કલ પાસે પીછો કરી કારમાંથી ૯૦૦ બોટલ વિદેશી દારૂ જપ્ત કરાયો
અમદાવાદ,સોમવારપીસીબીના સ્ટાફે રવિવારે મોડી સાંજે વટવા લાલગેબી સર્કલ નજીક વોચ ગોઠવીને એક શંકાસ્પદ કારનો પીછો કરીને તેમાંથી ૯૦૦ બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથેસાથે પોલીસે દારૂની ડીલેવરી લેવા માટે આવેલા સ્થાનિક બુટલેગરની ધરપકડ કરીને કુલ ૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, રાણીપ અને નિકોલમાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે રાજસ્થાનનો એક બુટલેગર ખેડા-મહેમદાવાદ લાઇનથી કારમાં દારૂનો મોટો જથ્થો લાવીને લાલગેબી સર્કલથી જશોદાનગર તરફ આવવાનો છે. જેના આધારે પીઆઇ એમ સી ચૌધરી અને સ્ટાફે રવિવારે સાંજના સમયે વોચ ગોઠવીને ચોક્કસ નંબરની કારને રોકવા માટે સુચના આપી હતી. પરંતુ, ચાલકે કારને ઝડપીથી હંકારી હતી. તેનો પીછો કરીને રોકીને તપાસ કરતા તેમાંથી ૯૦૦ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારચાલકની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે દારૂનો જથ્થો જશોદાનગર પાસે એક વ્યક્તિને આપવાનો હતો. જેના આધારે ચાર વ્યક્તિઓને કાર સાથે ઝડપી લેવામાં આવ્યો હતા. જેમાંથી અમર પંજવાણી (રહે. કુબેરનગર) નામના બુટલેગરની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે રાજસ્થાનથી અનોડસીંગ રાજપુત નામના બુટલેગર પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. જેની ડીલેવરી લેવા તે અન્ય ત્રણ લોકો સાથે આવ્યો હતો. આ અંગે વટવા પોલીસ મથકે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, પીસીબીએ રાણીપ કેશવનગર પાસે સતલજ સોસાયટીના ધાબા પર દરોડો પાડીને ૧૫૦ બોટલ દારૂ સાથે કરણ દરબારની ધરપકડ કરી હતી. આ દારૂનો જથ્થો બોપલમાં રહેતા અંકિત પરમાર પાસેથી મંગાવ્યો હતો. તેમજ નિકોલમાં આવેલી મહેશ્વરી સોસાયટીના મકાનમાં દરોડો પાડીને સુરેશ ભદોરિયા પાસેથી ૬૦ બોટલ દારૂ જપ્ત કર્યો હતો. જે સ્થાનિક વિસ્તારમાં વેચાણ કરતો હતો. અમદાવાદમાં ૩૪૩ બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહીઅમદાવાદ શહેરમાં દારૂ-બિયરના કારોબાર સાથે સકળાયેલા બુટલેગરો સામે આકરી કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા સુચના આપવમાં આવી હતી. જે અંતર્ગત વર્ષ ૨૦૨૪માં પીસીબીએ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં કુલ ૬૬૫ પાસા કરી છે. જેમાં ૩૪૩ પાસા બુટલેગરો સામે કરીને તેમને રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી અપાયા હતા. જ્યારે વર્ષ ૨૦૨૩માં માત્ર ૧૦૮ બુટલેગરોને પાસાની સજા કરવામાં આવી હતી અને કુલ પાસા ૫૦૪ જેટલી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર
પીસીબીના સ્ટાફે રવિવારે મોડી સાંજે વટવા લાલગેબી સર્કલ નજીક વોચ ગોઠવીને એક શંકાસ્પદ કારનો પીછો કરીને તેમાંથી ૯૦૦ બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથેસાથે પોલીસે દારૂની ડીલેવરી લેવા માટે આવેલા સ્થાનિક બુટલેગરની ધરપકડ કરીને કુલ ૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, રાણીપ અને નિકોલમાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે રાજસ્થાનનો એક બુટલેગર ખેડા-મહેમદાવાદ લાઇનથી કારમાં દારૂનો મોટો જથ્થો લાવીને લાલગેબી સર્કલથી જશોદાનગર તરફ આવવાનો છે. જેના આધારે પીઆઇ એમ સી ચૌધરી અને સ્ટાફે રવિવારે સાંજના સમયે વોચ ગોઠવીને ચોક્કસ નંબરની કારને રોકવા માટે સુચના આપી હતી. પરંતુ, ચાલકે કારને ઝડપીથી હંકારી હતી.
તેનો પીછો કરીને રોકીને તપાસ કરતા તેમાંથી ૯૦૦ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારચાલકની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે દારૂનો જથ્થો જશોદાનગર પાસે એક વ્યક્તિને આપવાનો હતો. જેના આધારે ચાર વ્યક્તિઓને કાર સાથે ઝડપી લેવામાં આવ્યો હતા. જેમાંથી અમર પંજવાણી (રહે. કુબેરનગર) નામના બુટલેગરની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે રાજસ્થાનથી અનોડસીંગ રાજપુત નામના બુટલેગર પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. જેની ડીલેવરી લેવા તે અન્ય ત્રણ લોકો સાથે આવ્યો હતો. આ અંગે વટવા પોલીસ મથકે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત, પીસીબીએ રાણીપ કેશવનગર પાસે સતલજ સોસાયટીના ધાબા પર દરોડો પાડીને ૧૫૦ બોટલ દારૂ સાથે કરણ દરબારની ધરપકડ કરી હતી. આ દારૂનો જથ્થો બોપલમાં રહેતા અંકિત પરમાર પાસેથી મંગાવ્યો હતો. તેમજ નિકોલમાં આવેલી મહેશ્વરી સોસાયટીના મકાનમાં દરોડો પાડીને સુરેશ ભદોરિયા પાસેથી ૬૦ બોટલ દારૂ જપ્ત કર્યો હતો. જે સ્થાનિક વિસ્તારમાં વેચાણ કરતો હતો.
અમદાવાદમાં ૩૪૩ બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહી
અમદાવાદ શહેરમાં દારૂ-બિયરના કારોબાર સાથે સકળાયેલા
બુટલેગરો સામે આકરી કાર્યવાહી કરવા માટે
પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા સુચના આપવમાં આવી હતી. જે અંતર્ગત વર્ષ ૨૦૨૪માં
પીસીબીએ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં કુલ ૬૬૫ પાસા કરી છે. જેમાં ૩૪૩ પાસા બુટલેગરો સામે કરીને તેમને રાજ્યની
અલગ અલગ જેલોમાં મોકલી અપાયા હતા. જ્યારે વર્ષ
૨૦૨૩માં માત્ર ૧૦૮ બુટલેગરોને પાસાની સજા કરવામાં આવી હતી અને કુલ પાસા ૫૦૪
જેટલી હતી.